તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Donald Trump Returns To White House After Receive Treatment For Covid 19 | Here's Latest US Election 2020 News From The New York Times

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી:હોસ્પિટલથી વ્હાઇટ હાઉસ પરત આવ્યા ટ્રમ્પ, બહાર નીકળતાં જ માસ્ક હટાવ્યું, કહ્યું- કોરોનાથી ડરવાની જરૂર નથી

7 મહિનો પહેલા
 • ત્રણ દિવસ પહેલાં જ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટ્રમ્પને મેરીલેન્ડની વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાં એડમિટ કરવામાં આવ્યા હતા
 • સોમવારે મોડી રાતે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોંચ્યા, રિપોર્ટ્સ પ્રમાણે ટ્રમ્પ 15 ઓક્ટોબરે થનારી બીજી ડિબેટમાં ભાગ લઈ શકે છે

ત્રણ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ સારવાર બાદ સોમવારે રાત્રે હોસ્પિટલથી વ્હાઈટ હાઉસ આવી ગયા છે. તેમણે કહ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. જોકે તેમના ડોક્ટરે કહ્યું છે કે રાષ્ટ્રપતિએ તબિયતનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે હજુ જોખમ સંપૂર્ણ ટળ્યું નથી. વ્હાઈટમાં હાઉસમાં ટ્રમ્પે માસ્ક પણ હટાવી દીધું હતું.

અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ 15 ઓક્ટોબરે થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લઈ શકે છે. જોકે વ્હાઈટ હાઉસ તરફથી આ વિશે હજી ઓફિશિયલ જાહેર કરવામાં આવ્યું નથી.

સારવાર ચાલુ રહેશે
ત્રણ દિવસ પછી ટ્રમ્પ વ્હાઈટ હાઉસ પહોંચ્યા છે. અહીં તેમના પર્સનલ ડોક્ટર સીન કોનલેએ કહ્યું છે કે હજી જોખમ સંપૂર્ણ ટળ્યું નથી. રાષ્ટ્રપતિએ જરૂરી સાવધાની રાખવી પડશે. તેમની સારવાર ચાલુ રહેશે. હોસ્પિટલથી ટ્રમ્પ સૂટ અને માસ્કમાં નીકળ્યા હતા. તેમણે મીડિયા સામે જોઈને હાથ હલાવ્યો હતો. મીડિયાએ દૂરથી સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમણે માત્ર આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ વાત એ છે કે આ સમયે તેમણે તેમના મોઢા પરથી માસ્ક હટાવી દીધું હતું. હોસ્પિટલમાંથી નીકળીને તેઓ તેમના ઓફિશિયલ હેલિકોપ્ટર મરીન વનમાં બેઠા અને 10 મિનિટમાં વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા.

જોખમ ટળ્યું નથી
કોનલેએ સ્પષ્ટ કહ્યું કે, રાષ્ટ્રપતિના સ્વાસ્થય પર સતત નજર રાખવામાં આવી રહી છે, કારણકે જોખમ હજી સંપૂર્ણ રીતે ટળ્યું નથી. ટ્રમ્પની પ્રેસ સેક્રેટરી કૈલી મૈક્કેનીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્રમ્પે હોસ્પિટલમાંથી નીકળતાં પહેલાં કહ્યું કે, કોવિડ-19થી ડરવાની જરૂર નથી. તેને પોતાના જીવન પર હાવી ન થવા દેવું. ત્યારપછી એક વિડિયોપણ પોસ્ટ કર્યો હતો. તેમણે વિડિયોમાં કહ્યું હતું કે, એક વાત સ્પષ્ટ છે કે, કોરોનાને પોતાના જીવન પર હાવી ન થવા દેવો. તમે સરળતાથી તેને હરાવી શકો છો.

પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લેશે
અમુક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પ 15 ઓક્ટોબરે થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ભાગ લેશે. તે માટે તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તેમના કેમ્પેઈન મેનેજર રાયન નોબ્સે કહ્યું કે, ટ્રમ્પ બીજી ડિબેટમાં ભાગ લેશે. મને આ વિશે માહિતી આપવામાં આવી છે. તેમની કેમ્પેઈન ટીમને આ વિશે કમિશન ઓફ ડિબેટ એટલે કે સીપીડીને આ વિશે માહિતી આપવી પડશે. ઓફિશિયલ જાહેરાત પછી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો