તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

US પ્રેસિડેન્ટ માની શકે છે હાર:પરિણામો સ્પષ્ટ થયાં પછી પહેલીવાર ટ્રમ્પે કહ્યું- સમય જ જણાવશે કે હું રાષ્ટ્રપતિ રહીશ કે નહીં

5 મહિનો પહેલા
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમે ચૂંટણી અને કાઉન્ટિંગમાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. - Divya Bhaskar
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમે ચૂંટણી અને કાઉન્ટિંગમાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો છે.

ચૂંટણીપરિણામો સ્પષ્ટ થયાનાં અંદાજે એક સપ્તાહ પછી ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પહેલીવાર મીડિયા સાથે વાતચીત કરી છે. મુદ્દો કોરોના વાઈરસનો હતો, પરંતુ આ દરમિયાન ચૂંટણીપરિણામો વિશે પણ વાત થઈ હતી. ટ્રમ્પે કહ્યું હતું કે એ સમય જ જણાવશે કે હું રાષ્ટ્રપતિ રહીશ કે નહીં. તેમનું નિવેદન એટલા માટે મહત્ત્વનું માનવામાં આવે છે, કારણ કે તેમણે અને તેમની ટીમે વોટિંગ અને કાઉન્ટિંગમાં ઘણાં કૌભાંડ થયાં હોવાનો આરોપ લગાવીને કેસ કર્યા છે. વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ પણ સોમવારે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની રહ્યા છે. જોકે પહેલીવાર ટ્રમ્પે આ મુદ્દે નરમ વલણ અપનાવ્યું છે.

અત્યારસુધી હાર નહોતી માની
પરિણામો સ્પષ્ટ થયે એક સપ્તાહ થઈ ગયું છે, પરંતુ અત્યારસુધી ટ્રમ્પે એવું કોઈ નિવેદન નહોતું આપ્યું જેનાથી લાગે કે તેઓ લોકતાંત્રિક પ્રક્રિયા અંતર્ગત હાર સ્વીકારી લેશે અને પરંપરાનું પાલન કરીને જો બાઈડનને જીતની શુભેચ્છા આપશે. શુક્રવારે વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન મુખ્ય રીતે કોરોના વાઈરસની વેક્સિનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

લોકડાઉન નહીં થાય
યુરોપિયન દેશો અને બ્રિટનમાં સંક્રમણ વધ્યું તો ત્યાં કડક લોકડાઉન લગાવવામાં આવશે, પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કહી દીધું છે કે અમેરિકામાં લોકડાઉન નહીં લાગે. તેમણે કહ્યું છે કે એની કોઈ જરૂર નથી. થોડાં સપ્તાહોમાં જ આપણી પાસે વેક્સિન હશે. તેના માટે દરેક તૈયારી કરી લેવામાં આવી છે. પછી કહ્યું, આશા છે કે આગળ બધું સારું જ થશે. જોકે એ કોઈ નથી જાણતું કે આગળ શું થશે, કઈ એડમિનિસ્ટ્રેશન રહેશે. મને લાગે છે કે આ સવાલનો જવાબ સમય જ આપશે.

આગળ શું થશે
ટ્રમ્પની પાસે વધારે સમય નથી. આગામી મહિને ઈલેક્ટોરલ કોલેજની મીટિંગ થવાની છે. એ પહેલાં તેમણે હાર સ્વીકારવી પડશે, કારણ કે બાઈડન હવે એરિજોના અને જોર્જિયા જીતીને 290 વોટના આંકડા સુધી પહોંચી ગયા છે. 8 ડિસેમ્બરે ઈલેક્ટરલ મીટ અને 14 તારીખે વોટિંગ થવાનું છે. આ પહેલાં કાયદાકીય મુદ્દાનો ઉકેલ લાવવો પડશે. માનવામાં આવે છે કે ટ્રમ્પ ટૂંક સમયમાં જ બાઈડનને જીતની શુભેચ્છા આપીને વ્હાઈટ હાઉસ છોડવાની તૈયારી કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો