તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Donald Trump Net Worth | US President Donald Trump Net Worth Lost 1 Billion Dollars In Coronavirus Covid 19

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રમ્પનો વેપાર:નવી પાર્ટી બનાવી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ; મહામારીમાં તેમની નેટવર્થ 100 કરોડ ડોલર ઘટી ગઈ

વોશિંગ્ટન5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો બાઈડન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી ચૂક્યા છે. પરિણામોની સત્તાવાર જાહેરાત બાકી છે. હવે જેટલી વાતો બાઈડન અંગે થઈ રહી છે એટલી ટ્રમ્પ વિશે પણ થઈ રહી છે. હવે ટ્રમ્પ આગળ શું કરશે? રાજકારણમાં રહેશે કે છોડી દેશે, 2024માં ચૂંટણી લડશે કે નહીં વગેરે..

નાનકડો પરિચય
74 વર્ષના ટ્રમ્પ ધનવાન પરિવારમાંથી આવે છે. દુનિયાભરમાં સફળ બિઝનેસમેન તરીકે ઓળખાય છે. રિયાલિટી ટીવી સ્ટાર બન્યા. ત્યાર પછી રાજકારણમાં પગલાં માંડ્યા અને અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.

ઘણાં મીડિયા ગ્રુપ્સના માલિક
અમેરિકન મેગેઝિન ‘પોલિટિકો’ના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પ ઘણાં નાનાં-મોટાં મીડિયા હાઉસ સાથે જોડાયેલા છે. તેઓ ન્યૂઝમેક્સ આઉટલેટને પ્રોત્સાહિત કરે છે. હાલ તેમની જવાબદારી તેમના અંગત મિત્ર ક્રિસ રૂડી સંભાળી રહ્યા છે. તેમની પાસે અમેરિકન ન્યૂઝ નેટવર્ક, સિંક્લેયર બ્રોડકાસ્ટિંગ અને દેશભરમાં લોકલ ટીવી સ્ટેશન પણ છે.

મહામારીમાં 100 કરોડ ડોલરનું નુકસાન
ટ્રમ્પ પરિવાર પાસે લગભગ 500 પ્રકારના બિઝનેસ છે. તેમના નામે જ કંપનીઓ છે. હોટલ, રિસોર્ટ્સ અને કરોડો ડોલરની ગોલ્ફ ક્લબ છે. ફોર્બ્સ મેગેઝિનના એક રિપોર્ટ પ્રમાણે, મહામારીના સમયમાં ટ્રમ્પની કંપનીઓને લાખો ડોલરનું નુકસાન થયું છે. આ દરમિયાન તેમની નેટવર્થ પણ 100 કરોડ ડોલર ઘટી ગઈ હતી. ટ્રમ્પના બાયોગ્રાફર માઈકલ ડી’એન્ટોનિયોના જણાવ્યા પ્રમાણે, તેમને મીડિયાથી વધુ લગાવ છે. 2016માં જ્યારે તેમને લાગ્યું કે તે હિલેરી ક્લિન્ટથી હારી જશે તો તેમને કેમ્પેન માટે એક મીડિયા કંપની શરૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

શું ટ્રમ્પ રાજકારણ છોડી દેશે
ટ્રમ્પના અમુક સમર્થકોને લાગે છે કે તેઓ ટૂંક સમયમાં રાજકારણ છોડી દેશે. અમુકનું કહેવું છે કે ટ્રમ્પ તેમની નવી રાજકીય પાર્ટી પણ બનાવી શકે છે, જેનું કારણ એ છે કે રિપબ્લિકન પાર્ટીમાં અમુક તેમના સમર્થક છે તો અમુક વિરોધીઓ પણ છે. અમુકને લાગે છે કે જિમી કાર્ટર અને જ્યોર્જ બુશ સિનિયરની જેમ રાજકારણની જેમ દૂર થઈ શકે છે. ઘણાનું એવું માનવું છે કે 2024માં ફરી રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે.

આગળનો રસ્તો કઠિન
ટ્રમ્પ જ્યાં સુધી રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી તેમની પર ક્રિમિનલ કેસ નથી ચાલી રહ્યા, પણ વ્હાઈટ હાઉસની બહાર નીકળતાંની સાથે જ તેમને ઘણા કેસનો સામનો કરવો પડી શકે છે. લોન, ટેક્સ બેનિફિટ્સ, ઈકોનોમિક બેનિફિટ્સ અને મહિલાઓને ચૂપ રહેવા માટે પૈસા આપવાના ઘણા આરોપો તેમની પર છે. અમુકની તપાસ ચાલી રહી છે.

42.1 કરોડ ડોલર દેવું
ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, 42.1 કરોડની લોન તો છે, જેની પર્સનલ ગેરંટી ટ્રમ્પે આપી છે, જેમાંથી મોટા ભાગનાં દેવાં અન્ય દેશની બેન્ક અથવા કંપનીઓ પાસેથી લેવામાં આવ્યાં છે. ચાર વર્ષમાં એને ચૂકવવાનાં પણ છે. આર્થિક મામલાની તપાસ કરનારી અમેરિકન તપાસ એજન્સી IRSના જણાવ્યા પ્રમાણે, 2010માં ટ્રમ્પે એફિડેવિટમાં કહ્યું હતું કે 2008 અને 2009 દરમિયાન મારી કંપનીઓને 140 કરોડ ડોલરનું નુકસાન થયું હતું, જેથી ટેક્સમાં 7.2 કરોડની છૂટ આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો