• Home
  • International
  • Donald Trump calls Merkel stupid and Theresa May weak, insults former President Bush, Barack Obama

રિપોર્ટ / ડોનાલ્ડ ટ્રમ્પે માર્કેલને મૂર્ખ અને થેરેસા મે ને નબળાં જણાવ્યાં, પૂર્વ રાષ્ટ્રપતિ બુશ, બરાક ઓબામાનું અપમાન કર્યું

Donald Trump calls Merkel stupid and Theresa May weak, insults former President Bush, Barack Obama
X
Donald Trump calls Merkel stupid and Theresa May weak, insults former President Bush, Barack Obama

  • વોટરગેટ કાંડના પત્રકાર બર્નસ્ટીને ટ્રમ્પની રાષ્ટ્રાધ્યક્ષો સાથેની ફોન પર ખાનગી વાતચીત લીક કરી
  • વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો સાથે પોતાની જ ઉપલબ્ધીની ચર્ચા કરે છે, તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:00 AM IST

વોશિંગટન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશનાં રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાટાઘાટો માટે તૈયારી કરતા નથી, ગુપ્તચર એજન્સીઓ દ્વારા તૈયાર બ્રીફિંગ વાંચતા નથી. વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોના એવા ફોન પણ સાંભળી લે છે, જેની અગાઉથી કોઈ સુચના હોતી નથી. તેમણે આમ કરીને અનેક વખત સુરક્ષા સલાહકારોને ચોંકાવી દીધા છે. આ દાવો વોટરગેટ કાંડના પત્રકાર કાર્લ બર્નસ્ટીને કર્યો છે. તેણે સૂત્રો સાથે વાતચીત કરીને ટ્રમ્પની વિદેશી નેતાઓ સાથેની અસંખ્ય ખાનગી ફોનકોલ ડીટેઈલ્સ મેળવીને સીએનએન માટે રિપોર્ટ તૈયાર કર્યો છે. 

રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ ફોન પર પોતાની ઉપલબ્ધિઓની પ્રશંસા કરે છે અને ભ્રમમાં રહે છે. જેના કારણે અનેક વખત રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકાઈ ચુકી છે. ટ્રમ્પે જર્મન ચાન્સેલર માર્કેલને મૂર્ખ કહ્યા હતા, તો બ્રેક્ઝિટ પર થેરેસા મે ને નબળા જણાવ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેન્ક્રોને ઈરાન અને જળવાયુ પરિવર્તન મુદ્દે મન બદલવા માટે ઠપકો આપ્યો હતો. પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન સાથેની વાતચીતમાં તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બૂશ અને ઓબામાની ટીકા કરી હતી. સાથે એમ કહ્યું કે, અનેક મુદ્દા સાથે મારી સાથે સીધી વાત કરે. એર્દોગને ટ્રમ્પના મધ્ય-પૂર્વ પર ઓછી માહિતીનો ફાયદો ઉઠાવ્યો. સાઉદી કિંગ સલમાન, ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની ટ્રમ્પ સાથે સારી જામી, કેમ કે તેઓ ટ્રમ્પની પ્રશંસા કરે છે. 

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીતમાં ટ્રમ્પ ક્યારેય જીતી શક્યા નથી: સૂત્ર 
પુતિન સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પનો અંદાજ અલગ હોય છે, પુતિન પશ્ચિમને મહત્ત્વ આપતા નથી. આવી સ્થિતિમાં ટ્રમ્પને લાગે છે કે, પુતિન સામે ખુદને વ્યવસાયી-કડક વ્યક્તિ તરીકે રજુ કરશે તો પુતિન સન્માન કરશે. પરંતુ આવું થયું નથી, પુતિને વાતચીતમાં દરેક વખત તેમને પાછળ પાડ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી