તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Dominance Of Indians In Spelling Bee Competition For 20 Years, Experts Say Excellent Memory, Coaching And Sportsmanship Will Always Keep Them Ahead

ભાસ્કર વિશેષ:સ્પેલિંગ બી સ્પર્ધામાં 20 વર્ષથી ભારતવંશીઓનો દબદબો, નિષ્ણાતોએ કહ્યું - શ્રેષ્ઠ યાદશક્તિ, કોચિંગ અને ખેલ ભાવના તેમને હંમેશા આગળ રાખશે

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકી સ્ક્રીપ્સ સ્પેલિંગ બી સ્પર્ધામાં આ વર્ષે પણ 11 ફાઈનાલિસ્ટમાં 9 ભારતીય મૂળનાં બાળકો

અમેરિકામાં 1925થી આયોજિત થઈ રહેલી સ્ક્રીપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધા કોરોના મહામારીને કારણે ગત વર્ષે યોજાઈ શકી નહોતી. બીજા વિશ્વયુદ્ધ બાદ પહેલીવાર જ્યારે આ સ્પર્ધા ન યોજાઈ હતી પણ છેલ્લાં 20 વર્ષથી સ્પર્ધામાં ભારતીય મૂળનાં બાળકોનું વર્ચસ્વ જામી ગયું છે.

દર વર્ષે સવા કરોડ બાળકો આ સ્પર્ધામાં ભાગ લે છે. અમેરિકામાં સ્કૂલ જનારાં બાળકોમાં ભારતીય મૂળનાં બાળકોની સંખ્યા એક ટકાથી પણ ઓછી છે તેમ છતાં આ વર્ષે 8 જુલાઇએ યોજાનાર ફાઈલમાં 11માંથી 9 બાળકો ભારતીય મૂળનાં છે.

નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય મૂળના દબદબા પાછળ અંગ્રેજીના 5,00,000 શબ્દો યાદ કરવા પૂરતું નથી પણ તેની પાછળ તેમની સારી યાદશક્તિ, કોચિંગ, ખેલ ભાવના, સ્પર્ધા પ્રત્યે ગર્વનો ભાવ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. નિષ્ણાતો કહે છે કે સ્પેલિંગ બી, ગણિત અને વિજ્ઞાનની સ્પર્ધાઓમાં પણ ભારતીય મૂળનાં બાળકો શાનદાર પ્રદર્શન કરતાં રહે છે.

નેશનલ સ્પેલિંગ બીમાં ભારતવંશી બાળકોની જીતથી આ સ્પર્ધા પ્રત્યે એક ક્રેઝ બની ગયો છે. ભારતીય સમાજમાં એકેડેમિક સિદ્ધિઓને ખૂબ જ વધારે સન્માન અપાય છે. સાથે જ ઉમદા યાદશક્તિ અને ઊંચા લેવલની માહિતી રાખવી એક પ્રતિષ્ઠાની વાત હોય છે. ડ્રિયુ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર સંજય મિશ્રા કહે છે કે અમેરિકામાં 60 ટકા ભારતીય પ્રવાસી 2000ની સાલ બાદ આવ્યા હતા.

2016-17માં એચ1બી વિઝાધારકોની સંખ્યા આશરે 75 ટકા હતી. આ પ્રવાસીઓએ બાળકોના પ્રોફેશનલ અને વધારે શિક્ષિત થવા મામલે સમુદાયનું ચારિત્ર્ય જ બદલી નાખ્યું છે. 1985માં બાલુ નટરાજને આ સ્પર્ધા જીતી પ્રથમ ભારતવંશી હોવાનું ગર્વ પ્રાપ્ત કર્યું હતું.

હવે તે કહે છે કે જ્યારે હું વિજેતા બન્યો ત્યારે આ સ્પર્ધા અંગે કંઈ વિચાર્યું નહોતું. આજની પેઢી એક ડગલું આગળ વધી મહેનત કરી રહી છે. આ વર્ષે સૌથી નાની વયની સેમિ ફાઈનાલિસ્ટ 10 વર્ષની તારિણી નંદકુમારને જ લઈ લો. તેણે હિમ્મત નથી હારી. કહ્યું કે આગામી વર્ષે ફરી મહેનત કરી વિજેતા બનીશ જેથી મારો ભાઈ જે અમુક વર્ષ પહેલાં આ સ્પર્ધામાં 19મા રેન્ક પર હતો તેનું સપનું પૂરું કરી શકું.

ફાઈનાલિસ્ટ આશ્રિતાએ કહ્યું - 3 કોચ સાથે રોજ 10 કલાક પ્રેક્ટિસ કરું છું
27 જૂને ફાઈનાલિસ્ટમાં પોતાનું સ્થાન મેળવનાર ભારતીય મૂળની 14 વર્ષીય આશ્રિતા ગાંધારી કહે છે કે આ સ્પેલર્સ અને સ્પેલર્સનો મુકાબલો નથી પણ સ્પેલર્સ અને ડિક્શનરીનો મુકાબલો છે. હું આ મુકાબલા માટે 3 કોચ સાથે રોજ 10 કલાક પ્રેક્ટિસ કરી રહી છું. નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધાના આયોજક અને કાર્યકારી નિર્દેશક જે. માઈકલ ડર્નિલનું કહેવું છે કે સ્પર્ધકોનું લેવલ પહેલાંની તુલનાએ ઘણું વધી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...