• Gujarati News
  • International
  • Domestic Violence Is A Major Issue In Russia's Parliamentary Elections, And The Road Will Be Difficult If Putin's Ruling Party Leaves It.

મુશ્કેલ માર્ગ:રશિયામાં સંસદીય ચૂંટણીમાં ઘરેલુ હિંસા મોટો મુદ્દો, પુટિનની સત્તાધારી પાર્ટી તેને છોડશે તો માર્ગ મુશ્કેલ થશે

મોસ્કોએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધેડ મહિલાઓ રશિયાની સત્તાધારી પાર્ટીનું કોર બેઝ, આગામી ચૂંટણીમાં પડકારી શકે

રશિયામાં સંસદીય ચૂંટણી માટે મતદાન 17 સપ્ટેમ્બરથી શરૂ થશે જે 19 સપ્ટેમ્બર સુધી ચાલશે. રશિયાની નેશનલ ડ્યૂમામાં 450 સભ્યો છે. હાલ ગૃહમાં પુટિનની પાર્ટી પાસે 336 બેઠકો છે. આ ચૂંટણીમાં ઘરેલુ હિંસા મુખ્ય મુદ્દો બની ગયો છે. રાજધાની મૉસ્કોના એક્ટિવિસ્ટ અલ્નોયા પોપોવા કહે છે કે દેશના નીચલા ગૃહમાં હવે ઘરોની હિંસાની ચર્ચા વિના કોઈ પક્ષ આગળ નહીં વધી શકે.

તેમણે કહ્યું કે ક્યારેક પતિ પત્નીને મારે છે તો ક્યારેક દીકરા પણ મા પર હાથ ઉપાડે છે. 250 જિલ્લાનો ઉલ્લેખ કરતા પોપોવા કહે છે કે દેશની વસતીમાં 54 ટકા મહિલાઓ છે. આધેડ વયની વર્કિંગ મહિલાઓ પુટિનની સત્તાધારી પાર્ટી યુનાઇટેડ રશિયાનું કોર બેઝ છે પણ આ વખતે મહિલાઓ આ પાર્ટી વિરુદ્ધ પણ જઈ શકે છે. આ પાર્ટીએ મહિલાઓની સુરક્ષા ગત વર્ષે પાછી ખેંચી લીધી હતી. હવે તક છે કે અમારા આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે.

ઘરેલુ હિંસાના અપરાધીઓને કડક સજા કરવામાં આવે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ એજન્સી અનુસાર દર વર્ષે 1.65 કરોડ મહિલાઓ સાથે ઘરેલુ હિંસા થાય છે. 12,200 મહિલાઓની 2011થી 2019 વચ્ચે હત્યા કરી દેવાઈ. પુટિન માટે આ મુદ્દો મહત્ત્વપૂર્ણ છે કેમ કે જો મહિલાઓ સમર્થન નહીં આપે તો ચૂંટણી જીતવી મુશ્કેલ થઈ જશે. જો પાર્ટીને 45 ટકા વૉટ નહીં મળે તો તેમને સત્તામાં ટકવામાં મુશ્કેલી થશે.

સરકારની લોકપ્રિયતા ઘટી, સોવિયેત શૈલી પસંદ
રશિયાની સરકારની લોકપ્રિયતા ઘટી રહી છે. એક સરવેમાં લોકોને પૂછવામાં આવ્યું કે તેમને કઈ પોલિટિકલ સિસ્ટમ બેસ્ટ લાગે છે? તો જવાબમાં 16 ટકાએ કહ્યું કે પશ્ચિમી દેશોની સિસ્ટમ સૌથી સારી છે. વર્તમાન સિસ્ટમને 18 ટકાએ જ સમર્થન આપ્યું હતું. જોકે 49 ટકા લોકોએ કહ્યું કે 1990ના દાયકા સુધી સોવિયેત યુનયનવાળી સિસ્ટમ બેસ્ટ હતી. જાન્યુઆરી 2016માં આવા જ એક સરવેમાં 37 ઠકા લોકોએ સોવિયેત શૈલીની સરકાર માટે હા પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...