• Gujarati News
  • International
  • Doctor And Nurse Whose Wedding Was Cancelled Because Of Coronavirus Get Married In London's St Thomas' Hospital

ઇંગ્લેન્ડ:કોરોના વાઈરસને લીધે વેડિંગ પ્લાન કેન્સલ થતા નર્સ અને ડોક્ટરે હોસ્પિટલમાં જ મેરેજ કર્યાં

લંડન2 વર્ષ પહેલા

કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓને સાજા કરવા માટે હાલ દુનિયાભરનો મેડિકલ સ્ટાફ રાત-દિવસ લડી રહ્યો છે. લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં કામ કરતા નર્સ અને ડોક્ટરના લગ્નની તારીખ નક્કી થઇ ગઈ હતી, પણ કોરોનાને લીધે બંને હોસ્પિટલમાં જ રહે છે તેઓ લગ્ન માટે સમય ફાળવી શકે તેમ નહોતા. આ કપલે કોરોનાને લીધે ધામધૂમથી લગ્ન કરવાનું કેન્સલ કર્યું અને તેઓ જે હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે તેમાં જ મેરેજ કર્યાં. 

34 વર્ષીય દુલ્હન જેન તીપિંગ અને 30 વર્ષીય વરરાજા એન્નાલન નવરત્નમ લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં કરેલા લગ્ન ક્યારેય ભૂલી નહિ શકે. આ કપલના મહેમાનોએ ઓનલાઈન વીડિયો કોલિંગ પર લગ્ન જોયા હતા. દુલ્હન અને દુલ્હાનો પરિવાર નોર્થન આયર્લેન્ડ અને શ્રીલંકામાં રહે છે. કોરોનાને લીધે તેઓ લંડન આવી શકે તેમ નહોતા આથી તેમણે હોસ્પિટલની પરવાનગી લઈને મેરેજ કર્યા.

6 વર્ષથી જેન સેન્ટ થોમસ હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવે છે. જેને કહ્યું કે, પરમિશન મળી ગયા બાદ અમે વેડિંગ ડ્રેસ અને વેડિંગ રિંગ લેવા માટે દોડાદોડી કરી હતી. આ હોસ્પિટલ અમારા બંને માટે એક ખાસ જગ્યા છે. હવે આ હોસ્પિટલ સાથે અમારા મેરેજની યાદો પણ જોડાઈ ગઈ છે જે અમને જિંદગીભર યાદ રહેશે. નવરત્નમ 1 વર્ષથી આ હોસ્પિટલ સાથે સંકળાયેલો છે. તેણે કહ્યું કે, હોસ્પિટલે અમને જે સપોર્ટ કર્યો છે તેના અમે આખી જિંદગી આભારી રહીશું. 

અન્ય સમાચારો પણ છે...