તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Dobhal Meets With India Pakistan National Security Adviser, Russia's NSA Nikolai Petrushev For Two Hours Separately At The Same Table

SCO સભ્યદેશોની બેઠક:એક જ ટેબલ પર નજરે પડ્યા ભારત-પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, રશિયાના NSA નિકોલઇ પેત્રુશેવની સાથે ડોભાલે બે કલાક અલગથી બેઠક કરી

દુશાન્બે3 મહિનો પહેલા
તઝાકિસ્તાનના દુશાન્બેમાં SCO દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે બેઠક થઈ. એમાં પાકિસ્તાનના NSA મોઈદ યુસુફે પણ ભાગ લીધો હતો.
  • SCOની બેઠકમાં ભારત-પાકિસ્તાનના NSA ઉપસ્થિત રહ્યા હતા
  • બેઠકમાં સુરક્ષા બાબતે એન્ટી-ટેરર સ્ટ્રક્ચર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બુધવારે તઝાકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં ચાલી રહેલી શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લીધો. આ બેઠકમાં પાકિસ્તાન સહિતના સભ્ય દેશોના NSA પણ સામેલ થયા છે. ડોભાલે રશિયાના NSA નિકોલઇ પેત્રુશેવની સાથે અલગથી 2 કલાક સુધી બેઠક કરી હતી. રશિયા સાથે મળેલી બે કલાકની બેઠકમાં ડોભાલ અને પેત્રુશેવની વચ્ચે બંને દેશોની મુદ્દા, ક્ષેત્રિય અને વૈશ્વિક સુરક્ષા બાબતે ચર્ચા થઈ. આ અંતર્ગત તેમણે એક જોઇન્ટ પ્રોટોકોલ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

બેઠકમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ચીન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન અને ઉબઝેકિસ્તાનના NSAએ પણ ભાગ લીધો હતો. એમાં સામેલ દેશોના પ્રતિનિધિઓને તઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહેમાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના NSA મોઈદ યુસુફ પણ સામેલ થયા હતા. તેમણે હાલમાં જ કહ્યું હતું કે ભારતની સાથે ચર્ચા શક્ય નથી.

બેઠકમાં ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને ઉબઝેકિસ્તાનના NSAએ ભાગ લીધો.
બેઠકમાં ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને ઉબઝેકિસ્તાનના NSAએ ભાગ લીધો.

આ મુદ્દાઓ પર ચર્ચા થઇ
SCOમાં સામેલ તમામ દેશોના NSAએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ, ઉગ્રવાદ, ભાગલવાદ, કટ્ટરપંથી, ઇન્ટરનેશનલ સ્તરે વધતા ગુનાઓ, હથિયાર અને ડ્રગ્સની ફેરાફેરી પર ચર્ચા કરવામાં આવી હતી, સાથે જ પ્રાદેશિક સ્તરે સુરક્ષાની ખાતરી કરવા, આધુનિક દુનિયાનાં જોખમ અને પડકારો સામે લડવા એન્ટી-ટેરર સ્ટ્રક્ચર બનાવવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં સભ્ય દેશો વચ્ચે વિશ્વસનીય સૂચનાની ખાતરી કરવા, સાયબર ગુનાઓ સામે મળીને લડવા અને કોરોના મહામારીમાં બાયોલોજિકલ અને ફૂડ સિક્યોરિટીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

શું છે SCO
SCOનું પૂરું નામ શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે. એમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન અને ઉબઝેકિસ્તાન સભ્ય છે. આ સંગઠન આર્થિક સહયોગ વધારવાના પ્રયાસ કરે છે. USSRના વિસર્જન પછી 1991માં તેની ભૂમિકા તૈયાર કરવામાં આવી હતી. 2017માં ભારત આ સંગઠનનું પૂર્ણ સમયનું સભ્ય બન્યું. ગયા વર્ષે પાકિસ્તાન NSAની તરફથી ખોટો નકશો બતાવવા પર ડોભાલ બેઠક વચ્ચે જ ઊભા થઈને ચાલ્યા ગયા હતા.