વિશ્વભરનું અવનવું તસવીરોમાં:આ સુંદરી કોણ છે ઓળખો છો?: મિલ્કી વે ફોટોગ્રાફીનો નજારો; પેરુમાં કોરોનાએ કહેર વરસાવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ કન્યાને મેહુલ ચોક્સી ઓળખે છે

પંજાબ નેશનલ બેન્કને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને ભારતમાંથી નાસી છૂટેલો મેહુલ ચોક્સી ડોમિનિકામાં પકડાયો. આ ઘટનાક્રમમાં મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ હોવાની વાત પણ બહાર આવી, જેનું નામ છે બાર્બરા જરાબિકા. આ સુંદરીની સોશિયલ મીડિયા પર હોટ તસવીરો જોવા મળી રહી છે. મેહુલ ચોક્સી આ કમનીય સુંદરીને મળવા ડોમિનિકા ગયો હતો અને ત્યાં તેની ધરપકડ થઈ, જોકે મેહુલ ચોક્સીના વકીલે એવો દાવો કર્યો છે કે આ યુવતી મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ નહીં, પણ તે અપહરણ કરવામાં સામેલ હતી. સાચું શું એ તો હવે બહાર આવશે, ત્યાં સુધી બાર્બરા જરાબિકાની તસવીરો જોઈને મેહુલ ચોક્સીની ઈર્ષ્યા કરી શકો છો.

મિલ્કી વે ફોટોગ્રાફીનો નજારો

દેશદુનિયામાં દર વર્ષે જાતભાતની ફોટોગ્રાફી સ્પર્ધાઓ યોજાતી રહે છે. આવી જ એક સ્પર્ધા એટલે મિલ્કી વે ફોટોગ્રાફી કોમ્પિટિશન 2021. આ સ્પર્ધામાં દુનિયાભરના ફોટોગ્રાફરોએ ફક્ત આકાશગંગાની તસવીરો મોકલવાની હોય છે. આ વર્ષે તેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, ગ્રીસ, સ્પેન અને ઈરાન જેવા 12 દેશના અનેક ફોટોગ્રાફરોએ પોતાની તસવીરો મોકલી હતી, જેમાંથી સમીક્ષકોએ ફક્ત 25 તસવીર શોર્ટલિસ્ટ કરી છે. આ પૈકી કેટલીક ચુનંદા તસવીરો અહીં રજૂ કરાઈ છે. આકાશગંગાની આ દરેક તસવીરની આગવી ખાસિયતો છે, જેમ કે દરેક તસવીરના બેકગ્રાઉન્ડમાં જે-તે સ્થળની ઓળખ સમાં પર્વતો, નદીઓ, તળાવો, રણપ્રદેશો, ધોધ, જ્વાળામુખીઓ કે પછી ચર્ચ જેવી માનવસર્જિત ઈમારતો જોઈ શકાય છે.

પેરુમાં કોરોનાએ કહેર વરસાવ્યો

પેરુમાં કોરોનાએ કહેર વરસાવ્યો છે. પેરુ સરકારના કહેવા પ્રમાણે, કોરોનાના લીધે મૃત્યુઆંકમાં જબરદસ્ત વધારો થયો છે. ગત વર્ષે કોરોનાએ દેખા દીધી ત્યારથી અત્યારસુધીમાં પેરુમાં 180000 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. પેરુની સ્થિતિ આ કબ્રસ્તાનની તસવીર દર્શાવી દે છે.