તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Do You Know What Happens If A Person Gets A Cold In The Sea? Sea Snot Don't Be Afraid, This Is Not A New Variant Of Corona; The Reason For Filling So Much Coffee Is Sad, Bdelloid Rotifers

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:માણસને તો ઠીક સમુદ્રને ‘શરદી’ થાય તો શું થાય જાણો છો?: ડરશો નહીં, આ કોરોનાનો નવો વેરિએન્ટ નથી; આટલી બધી કોફી ભરી પણ તેનું કારણ દુઃખદ

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

દૃષ્ટિભ્રમ એવી ચીજ છે કે જેના કારણે ઘણીવાર આંખો સામે કંઈક જુદું જ દૃશ્ય ખડું કરી દે. અહીંની તસવીર આકાશમાંથી લેવાયેલી છે પરંતુ આ કોઈ કુદરતી સૌંદર્યની તસવીર નથી પરંતુ ‘સમુદ્રી સળેખમ’ એટલે કે SEA SNOTની તસવીર છે. SEA SNOTની આ સમસ્યા વાસ્તવમાં, તુર્કીના સમુદ્રકાંઠે મોટાપ્રમાણમાં જોવા મળી છે અને તેના કારણે જળચર પ્રાણીઓ પર જોખમ પણ વધ્યું છે. વાસ્તવમાં, SEA SNOT શેવાળના કારણે ઉત્પન્ન થાય છે. શેવાળમાં જ્યારે પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે અને તેમાં ગ્લોબલ વોર્મિંગ તેને અનુકૂળ વાતાવરણ આપે છે ત્યારે SEA SNOTની સમસ્યા સર્જાય છે. આ સમસ્યા જળ પ્રદૂષણના કારણે વધુ પ્રમાણમાં વકરે છે. જ્યારે આ ‘સમુદ્રી સળેખમ’નું આવરણ પાણીની સપાટી પર છવાઈ જાય છે ત્યારે જળચર પ્રાણીઓ પર મોટું સંકટ આવે છે. કેમકે આ આવરણ સમય જતા એટલું ઘટ્ટ બને છે કે પાણીમાં ઊંડે સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી અને ઓક્સિજનનો પણ અભાવ સર્જાય છે. આથી જળચર વનસ્પતિ અને પ્રાણીઓ માટે જીવનું જોખમ થઈ જતું હોય છે.

ડોન્ટ વરી! આ કોરોનાનો નવો વેરિએન્ટ નથી

24000 વર્ષથી માટી અને બરફમાં દબાયેલો આ જીવ બહાર નીકળતા જ સક્રિય થયો. આ જીવનું નામ છે Bdelloid rotifers (ડીલોઈડ રોટીફર્સ). કોરોના કાળમાં આવા સૂક્ષ્મ જીવની પણ તસવીર ડરાવી દે એ સ્વાભાવિક છે કેમકે કોઈને પણ પ્રથમ વિચાર આવે કે કોરોના વાયરસનો આ કોઈ નવો વેરિએન્ટ આવ્યો કે શું પરંતુ Bdelloid rotifers એક એવો સૂક્ષ્મ જીવ છે જેના વિશે મનાતું હતું કે બરફ અને માટીમાં દબાઈને 10 હજાર વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં પણ છતાં જીવિત રહી શકે છે. પરંતુ આ ઘટનામાં તો સાઈબિરિયામાં આ જીવ 25000 વર્ષ પછી જીવિત મળી આવ્યો છે. નિરાંતની વાત એ છે કે આ સૂક્ષ્મ જીવથી માનવોને કોઈ હાનિ પહોંચતી હોય એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા હજુ સુધી મળ્યા નથી. વિજ્ઞાનીઓનો આ સૂક્ષ્મ જીવ અંગનો અભ્યાસ લેખ જર્નલ કરંટ બાયોલોજીમાં પ્રકાશિત થયો છે.

આટલી બધી કોફી ભરી પણ તેનું કારણ દુઃખદ

અહીંની તસવીરમાં મોટી સંખ્યામાં કોફીથી ભરેલા કપ જોઈને કોફી-રસિકોનાં મોંમાં પાણી આવી જાય એ શક્ય છે પણ આટલી મોટી સંખ્યામાં કોફીના કપ ભરવા પાછળનું જ્યારે કારણ જાણમાં આવશે ત્યારે મોંમાં નહીં પણ આંખમાંથી પાણી સરવા લાગશે. વાસ્તવમાં, બોસ્નિયા અને હર્ઝેગોવિનામાં 1995માં સર્બ ફોર્સિસ દ્વારા મુસ્લિમ પુરૂષોની મોટી સંખ્યામાં કત્લેઆમ કરવામાં આવી હતી. આ નરસંહારની યાદ આવતા સ્થાનિક લોકો હજુ ગમગીન બની જાય છે. 1995ના આ નરસંહારમાં માર્યા ગયેલા લોકોની યાદમાં અહીંના શ્રેબ્રેનિકા-પોટોકારી મેમોરિયલ સેન્ટરમાં બોસ્નિયન કોફીના કપ ભરવામાં આવે છે. અહીં 8000 જેટલા પરંપરાગત પોર્સલેન કપમાં કોફી ભરવાનો આ રિવાજ નરસંહારમાં મોતને ભેટેલા લોકોના આત્માની શાંતિ માટે અનુસરવામાં આવે છે.

કોરોનાની નહીં પણ સમુદ્રની લહેર પર જીત મેળવવાની હોડ

દુનિયાભરમાં કેટલીક રમતો એવી છે જે ખૂબ જ પ્રચલિત હોય છે અને તેના વિશે ‘બચ્ચા, બચ્ચા’ જાણતા હોય છે પરંતુ કેટલીક રમતો એવી હોય છે કે જે તે પ્રદેશો પૂરતી પ્રચલિત હોય છે. ઓલિમ્પિક, ફૂટબોલ વર્લ્ડ કપ કે પછી ક્રિકેટ વર્લ્ડ કપ જેવા મસમોટા ખેલ આયોજનો વિશે સૌ કોઈ જાણે છે પરંતુ સમુદ્રમાં યોજાતી રમતો વિશે ઘણા લોકો કદાચ અજાણ હશે. અલ સાલ્વાડોર ખાતે લા બોકાના બીચ પર હાલમાં જ આઈએસએ વર્લ્ડ સર્ફિંગ ગેમ્સ 2021નું આયોજન થયું. જેમાં સમુદ્રની લહેરો પર સર્ફિંગ કરવાની હરિફાઈ યોજાય છે. તસવીરમાં દેખાતી સ્પર્ધક કોસ્ટારિકાની લેઈલાની મેક્ગોનાગ્લેની છે.