ઇન્ડોનેશિયાનું વિમાન લાપતા:મરજીવાઓને જાવાના સમુદ્રમાં પ્લેનનો કાટમાળ તથા કેટલાક બોડી પાર્ટ્સ મળી આવ્યા

જાકાર્તાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ડોનેશિયાનું શનિવારે એક પ્લેન ઉડ્ડયનની થોડી મિનિટોમાં જ લાપતા થયા પછી રવિવારે મરજીવાઓને પ્લેનનો કેટલોક કાટમાળ હાથ લાગ્યો હતો. - Divya Bhaskar
ઈન્ડોનેશિયાનું શનિવારે એક પ્લેન ઉડ્ડયનની થોડી મિનિટોમાં જ લાપતા થયા પછી રવિવારે મરજીવાઓને પ્લેનનો કેટલોક કાટમાળ હાથ લાગ્યો હતો.

ઈન્ડોનેશિયાની શ્રીવિજયા એરલાઈન્સની એક ફ્લાઈટ શનિવારે ઉડ્ડયનના થોડા સમયમાં જ ક્રેશ થઈ હતી. જેનો કાટમાળ શોધવા માટે કામગીરી ચાલુ છે. એવામાં ઈન્ડોનેશિયન ડાઈવર્સની એક ટીમને જાવાના સમુદ્રમાંથી વિમાનનો કેટલોક કાટમાળ તથા માનવદેહના કેટલાક ટુકડાઓ મળી આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે.

એર ચીફ માર્શલ હદી ત્જાહજાન્તોએ કહ્યું હતું, ‘અમને ડાઈવર ટીમ પાસેથી રિપોર્ટ્સ મળ્યા છે અને તેમને પ્લેનનો કેટલોક કાટમાળ હાથ લાગ્યો છે. અમને ખાતરી છે કે તેમને જ્યાંથી કાટમાળ મળ્યો એ વિમાન તૂટી પડ્યું એ જ સ્થળ છે.’

ઈન્ડોનેશિયન ડાઈવર્સની ટીમને સમુદ્રમાંથી વિમાનનો કાટમાળ હાથ લાગ્યો. રવિવારે મળી આવેલા આ કાટમાળની અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. શ્રીવિજયા એરલાઈન્સનું વિમાન શનિવારે જાકાર્તાથી ઉડ્યા પછી થોડી જ મિનિટોમાં લાપતા થયું હતું.
ઈન્ડોનેશિયન ડાઈવર્સની ટીમને સમુદ્રમાંથી વિમાનનો કાટમાળ હાથ લાગ્યો. રવિવારે મળી આવેલા આ કાટમાળની અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. શ્રીવિજયા એરલાઈન્સનું વિમાન શનિવારે જાકાર્તાથી ઉડ્યા પછી થોડી જ મિનિટોમાં લાપતા થયું હતું.

વિમાને ઉડ્ડયન શરૂ કર્યાની 4 મિનિટમાં જ સંપર્ક ગુમાવ્યો હતો
ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી ઉડાન ભર્યા પછી શનિવારે એક વિમાન અચાનક લાપતા થઈ ગયું હતું. ઘરેલુ ઉડાન પર જ રવાના થયેલા બોઈંગ 737 પ્રકારના આ વિમાનનો 4 મિનિટ પછી કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈન્ડોનેશિયલ પરિવહન મંત્રી બદી કાર્યા સુમાદીએ કહ્યું કે, શ્રીવિજયા એરના બોઈંગ 737-500 વિમાને બપોરે નક્કી સમયથી લગભગ એક કલાક પછી 2:36 વાગ્યે જાકાર્તાથી વેસ્ટ કલિમતન પ્રાંતમાં આવેલા પોન્ટિઆનક જવા ઉડાન ભરી હતી. આ ઉડાન 90 મિનિટની હતી, પરંતુ ટેક ઑફની ચાર જ મિનિટ પછી એટલે કે 2:40 વાગ્યે તેનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ પહેલા પાયલટે કંટ્રોલ ટાવરથી 29 હજાર ફૂટ ઊંચાઈએ જવાની મંજૂરી માંગી હતી.

શ્રીવિજયા એરનો ગુમ થયેલ ફ્લાઇટ નંબર SJ 182 હતો. FlightRadar24 મુજબ બોઇંગ 737-500 વર્ગનું વિમાન જકાર્તાના સુકર્ણો-હટ્ટા એરપોર્ટથી ઉડાન ભરી હતી. ટેક ઓફના ચાર જ મિનિટ પછી, વિમાને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક ગુમાવ્યો. તે સમયે વિમાન 10 હજાર ફૂટની ઉંચાઇએ હતું.

વિમાન ક્રેશ થવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી
ઈન્ડોનેશિયાના વિમાને સુકર્ણો-હટ્ટા એરપોર્ટથી શનિવારે ઉડ્ડયન શરૂ કર્યુ હતું અને ઉડ્ડયનની ચાર મિનિટ બાદ જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો. જો કે, વિમાન શા કારણથી આ રીતે ક્રેશ થયું એ હજુ સુધી જાણવા મળ્યું નથી.

વૉરશિપ અને હેલિકોપ્ટર રેસ્ક્યૂમાં સામેલ થયા
પોલીસના અનુસાર, રવિવારે સવારે બે બેગ મળી આવી છે. એક બેગમાં મુસાફરોનો સામાન અને બીજામાં બોડીપાર્ટ્સ હતા. રેસ્ક્યૂ માટે વૉર શિપ, હેલિકોપ્ટર્સ અને ડાઈવર્સે મોરચો સંભાળ્યો છે. કોઈ પણ બચ્યું હોય એવી આશા નહીવત્ છે.

એરપોર્ટ પર અફરાતફરી
વિમાન દુર્ઘટનાની જાણ થતા જ જાકાર્તા અને પોન્ટિઆનાક એરપોર્ટ પર પેસેન્જર્સના પરિવારજનો ધસી આવ્યા હતા. બંને એરપોર્ટ પર અફરાતફરી મચી હતી. પરિવારજનો આક્રંદ કરતા જોવા મળ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે ફ્લાઈટમાં તેની પત્ની અને 3 બાળકો સવાર હતા. તેની પત્નીએ બાળકનો ફોટો પણ મોકલ્યો હતો. પણ આ સમાચાર મળ્યા પછી તેઓ સાવ ભાંગી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...