ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:એક દિવસના લગ્નથી અમેરિકનોનો મોહભંગ, ભારતની જેમ 4-5 દિવસના લગ્નોનો ટ્રેન્ડ

ફિલાડેલ્ફિયામાંએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતી એમી હનેડેઝ અને ન્યૂયોર્કના પીટસ્લોવિકે હાલમાં જ લગ્ન કર્યા. આ લગ્ન સામાન્ય રીતે અમેરિકામાં થતાં લગ્ન જેવું ન હતું. એમી કહે છે કે, ‘જે લોકોને અમે બે વર્ષથી નહોતા મળ્યા, તેમને મળવા માટે લગ્નમાં પાંચ-છ કલાકનું આયોજન કાફી ન હતું. એટલે અમે ચાર દિવસનો લગ્નોત્સવ રાખ્યો. ઈવેન્ટ પ્લાનરની મદદથી અમે પ્રિ-વેડિંગ ડિનર, હાઈકિંગ, પિઝા પાર્ટી, વેડિંગ સ્પિચ અને અનેક ગેમ્સ રાખી. આ ઉપરાંત પરંપરાગત વિધિ પણ હતી.’

આ અમેરિકાના એકમાત્ર લગ્ન નથી, પરંતુ અહીં પણ ભારત જેવા દેશોની જેમ ચાર-પાંચ દિવસ સુધીના લગ્ન મહોત્સવ થાય છે. હકીકતમાં કોરોનાકાળમાં અનેક લોકોએ એકલતાનો સામનો કર્યો છે. આ પ્રકારના લગ્નોથી લોકો પોતાના પરિજનો સાથે વધુ આનંદમય સમય વીતાવી શકે છે. જુલિયન પોનન અને મેથ્યુ ફોર્ડ પણ આવું જ એક કપલ છે, જેમણે એન્ટિગુઆમાં પાંચ દિવસ સુધી લંચ, ડિનર અને સ્વિમિંગ જેવા ઈવેન્ટ રાખીને લગ્ન કર્યા હતા. પોનન કહે છે કે, ‘અમે મહેમાનો સાથે વધુ રહેવા માંગતા હોવાથી આવું આયોજન કર્યું હતું.’ સેન ફ્રાન્સિસ્કોના ઈવેન્ટ પ્લાનર એશ્લે સ્મિથના મતે, મહામારી પછી જે કપલે લગ્નો કર્યા, તેમાંના 50%એ મલ્ટી-ડે વેડિંગને પ્રાથમિકતા આપી હતી. અમે મહેમાનોને જે તે સ્થળે પહોંચાડવાની પણ જવાબદારી લઈએ છીએ.’

આવા પાંચ લગ્નમાં સામેલ કોટ્ટો કહે છે કે, ‘આ આયોજનોમાં ડિનર સિવાય પિકનિક, ટ્યૂબિંગ, ટ્રિપ, ગેમ્સ અને બ્રંચ જેવા ઈવેન્ટ રખાય છે. મહામારી પછી પરિવારજનો સાથે સમય વીતાવવો ખૂબ સારો લાગ્યો.’

70% વધુ ખર્ચ, પરંતુ અમે આવા જ લગ્નો કરીશું
વેડિંગ પ્લાનર રેબેક રોઝ ઈવેન્ટ્સની બેક્કા એચિનના મતે, મલ્ટી-ડે વેડિંગનો ખર્ચ વધુ આવે છે, આમ છતાં લોકો કહે છે કે, અમે આવી જ રીતે લગ્ન કરવા ઈચ્છીએ છીએ. આ પ્રકારના લગ્નોમાં થોડા ઘણાં મહેમાનો હોય તો પણ વેલકમ પાર્ટી માટે 11 હજાર, રિહર્સલમાં 90 હજાર, રિસેપ્શનમાં બે લાખ, બ્રંચમાં 90 હજાર જેટલો ખર્ચ થાય છે. બીજા ઈવેન્ટ્સનો ખર્ચ પણ જુદો થાય છે. આમ લગ્નનું બજેટ 70% જેટલું વધી જાય છે.