• Gujarati News
  • International
  • Discussions Took Place Between The Two Countries Regarding CPEC, The Railway Project Connecting Karachi To Peshawar Will Start Soon

પાક. PM શાહબાઝ શરીફની ચીન મુલાકાત:CPECને લઈને બંને દેશો વચ્ચે થઈ ચર્ચા, કરાચીને પેશાવર સાથે જોડતો રેલવે પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે

25 દિવસ પહેલા

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની 2 દિવસીય મુલાકાતે ચીન પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ આજે CPEC જ્વાઈન્ટ કો-ઓપરેશનના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરશે. આ અંતર્ગત બંને દેશોએ કરાચી અને પેશાવર વચ્ચેના રેલ માર્ગના 10 અબજ ડોલરના પ્રોજેક્ટ (ML-1 પ્રોજેક્ટ) પર આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

PM શાહબાઝ શરીફની આ મુલાકાત જિનપિંગ ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી કોઈપણ રાષ્ટ્રના વડાની પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન પાકિસ્તાન અને ચીન પોતાના સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ML-1 પ્રોજેક્ટ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નો મહત્વનો ભાગ છે. તેને CPECની બેકબોન પણ કહેવામાં આવે છે.
ML-1 પ્રોજેક્ટ ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નો મહત્વનો ભાગ છે. તેને CPECની બેકબોન પણ કહેવામાં આવે છે.

CPEC શું છે
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના છે. તેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનના ગ્વાદરથી ચીનના કાશગર સુધી 50 અબજ ડોલર (લગભગ 3 લાખ કરોડ રૂપિયા)ના ખર્ચે આર્થિક કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. તેના દ્વારા ચીનને અરબી સમુદ્રમાં પ્રવેશ મળશે. CPEC અંતર્ગત ચીન રોડ, પોર્ટ, રેલવે અને એનર્જી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

ઈમરાન સરકારે CPEC રદ કરવાની ઓફર હતી
એશિયા ટાઈમ્સે દાવો કર્યો હતો કે પાકિસ્તાનની ઈમરાન સરકારે 2022ની શરૂઆતમાં CPECને રદ કરવાની ઓફર કરી હતી. ઉપરાંત, ગ્વાદરમાં CPECનો વિરોધ થયો હતો, જેના કારણે આ પ્રોજેક્ટ બે વર્ષથી બંધ હતો. આનાથી ચીન ખૂબ નારાજ હતું. હવે શાહબાઝ સરકાર CPECને ફરીથી રજૂ કરીને ચીનની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

ચીનનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ
ચાઇનીઝ અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં એક ઓપિનિયન આર્ટિકલમાં શાહબાઝ શરીફે લખ્યું - પાકિસ્તાન ચીન માટે મેન્યુફેક્ચરિંગ બેસ અને તેના ઈન્ડસ્ટ્રિયલ અને સપ્લાય ચેઇન નેટવર્કના વિસ્તારના સ્વરૂપે કામ કરી શકે છે. બંને દેશો કોર્પોરેટ ફાર્મિંગ, હાઇબ્રિડ સીડ અને ઉચ્ચ ઉપજ ધરાવતા પાકોના વિકાસ અને કોલ્ડ સ્ટોરેજ ચેઇનની સ્થાપના માટે દ્વિપક્ષીય સહયોગને વધારી શકે છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 1 નવેમ્બરના રોજ ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ 1 નવેમ્બરના રોજ ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા હતા.

CPEC વિશે શાહબાઝ શું માને છે?
ગ્લોબલ ટાઈમ્સના એક આર્ટિકલમાં શાહબાઝે લખ્યું- CPECના નવા તબક્કામાં ઉદ્યોગ, ઉર્જા, કૃષિ, ICT, રેલવે અને રોડ નેટવર્ક જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્વાદર બંદરને ટ્રેન્ડ એન્ડ ટ્રાન્સશિપમેન્ટ, ઈન્વેસ્ટમેન્ટ અને પ્રાદેશિક જોડાણના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...