લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિવાદ:નેપાળમાં નવા નકશાને બંધારણમાં સામેલ કરવાને લગતા પ્રસ્તાવ પર ચર્ચા મોકૂફ રહી, તમામ પક્ષો સહમત નથી

કાઠમંડુ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતે 8 મેના રોજ કૈલાશ માનસરોવર યાત્રાને લઈ લિપુલેખ-ધારચૂલાને જોડતા માર્ગનું ઉદઘાટન કર્યું હતું. આ મુદ્દે બાદમાં નેપાળ સાથે વિવાદ થયો હતો - Divya Bhaskar
ભારતે 8 મેના રોજ કૈલાશ માનસરોવર યાત્રાને લઈ લિપુલેખ-ધારચૂલાને જોડતા માર્ગનું ઉદઘાટન કર્યું હતું. આ મુદ્દે બાદમાં નેપાળ સાથે વિવાદ થયો હતો
  • નેપાળે નવા નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને પોતાના ક્ષેત્ર દર્શાવ્યા
  • તાજેતરમાં જ ભારતના સેના પ્રમુખે એમએમ નરવણેએ કહ્યું હતું કે નેપાળે કોઈના (ચીન) કહેવાથી આમ કર્યું છે

નેપાળના બંધારણમાં દેશના નવા નકશાનો સમાવેશ કરવાને લગતી એક દરખાસ્ત પર ચર્ચા મોકૂફ રહી છે. આ મુદ્દે તમામ પક્ષો વચ્ચે સહમતિ થઈ ન હતી. આ ચર્ચા અગાઉ પણ એક વખત મોકૂફ રહ્યા બાદ બુધવારે તે નક્કી કરવામાં આવી હતી. હવે ચર્ચા ક્યારે યોજાશે તે દિવસ હજું નક્કી નથી. નેપાળની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ (પ્રતિનિધિ સભા)માં સુધારા માટે બુધવારે ચર્ચા યોજાવાની હતી. કાયદા પ્રધાન શિવમાયા તુંબહામ્પેએ આ દરખાસ્ત 2 વાગે રજૂ કરવાની હતી.

નેપાળે 18 મે નારોજ નવો નકશો રજૂ કર્યો હતો
ભારતે તાજેતરમાં લિપુલેખ સુધી માર્ગ નિર્માણ કર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે તેનું ઉદઘાટન કર્યું હતું, ત્યારબાદ નેપાળ સરકારે વિરોધ વ્યક્ત કર્યો હતો. 18 મેના રોજ એક નવો નકશો રજૂ કર્યો હતો. તેમા ભારતના કાલાપાની, લિપુલેખ અને લિમ્પયાધુરાને પોતાના ક્ષેત્રમાં દર્શાવ્યા હતા. ત્યારબાદ 22 મેના રોજ સંસદમાં બંધારણમાં સુધારો સૂચવતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતની સેનાના પ્રમુખ એમએમ નરવણેએ કહ્યું કે નેપાળે એવી આમ કોઈના (ચીન) કહેવાથી કર્યું છે.

બંધરાણમાં સુધારા માટે બે-તૃત્યાંશ મતની જરૂર

નેપાળની સરકાર બંધારણમાં સુધારો કરવા માટે બે-તૃત્યાંશ મતની જરૂર હોય છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ સૌની સહમતિથી પ્રસ્તાવ પસાર કરવા માટે મંગળવારે સાંજે સર્વપક્ષિય બેઠક બોલાવી હતી, પણ મધેસી પાર્ટીઓના નેતા આ સુધારા પ્રસ્તાવની સાથે પોતાની માંગોનો પણ સમાવેશ કરવા દબાણ કર્યું હતું.

નેપાળની સરકારને 10 મત ઓછા

સત્તારૂઢ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીને નીચલા ગૃહમાં પ્રસ્તાવને મંજૂર કરાવવા માટે 10 બેઠકની જરૂર છે. આ માટે સરકારે અન્ય પક્ષોના સમર્થનની જરૂર છે. પ્રધાનમંત્રી ઓલી અને ભૂતપુર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલે તમામ પક્ષોને કહ્યું કે રાષ્ટ્રીય એજન્ડામાં પોતાનો રાજકીય એજન્ડો ન લાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...