પૃથ્વી પરથી બીજા ગ્રહો પર જઇને જીવન શોધવા વિજ્ઞાનીઓએ ગુફાઓને મહત્ત્વપૂર્ણ સ્થાન માન્યું છે. નાસાના વિજ્ઞાનીઓએ બોસ્ટન ડાયનેમિક્સ સાથે મળીને એક એવો રોબોટ તૈયાર કર્યો છે કે જે ગુફાઓમાં જઇને મંગળ જેવા ગ્રહો પર જીવનની શોધ કરશે. નાસાએ આ અભિયાનનું નામ બ્રેલ રાખ્યું છે. તે અંતર્ગત તૈયાર કરાઇ રહેલા રોબોટ બીજા ગ્રહો પર ઓછા પ્રકાશવાળા વાતાવરણમાં જૈવિક તથા સંસાધનોની તપાસ કરશે.
અભિયાનના મુખ્ય વિજ્ઞાની અલી આગાનું કહેવું છે કે અમે તૈયાર કરેલો રોબોટ મંગળ જેવા ગ્રહ પર ગુફાઓની શોધ તો કરશે જ, તદુપરાંત તેમાં લાગેલા સેન્સર્સ તેમના માર્ગમાં આવનારા અવરોધો જાતે દૂર કરી લેશે. તે ઘણા બધા માર્ગોમાંથી એકની પસંદગી કરી શકશે, પોતાના ઘરેલુ બેઝના ઓપરેટર્સ માટે સુરંગો અને ગુફાઓના નક્શા બનાવી શકશે.
મંગળ ગ્રહ માટે ખાસ ડિઝાઇન
નાસાના 60 વિજ્ઞાનીએ આ રોબોટને ખાસ કરીને મંગળ ગ્રહ માટે ડેવલપ કર્યો છે. તેનું નામ ઓ-સ્પોટ રખાયું છે. ચાર પગવાળો આ રોબોટ ગમે તેવી સપાટી પર સ્ફૂર્તિથી ચાલી શકે છે. તેમાં સૌથી લેટેસ્ટ સોફ્ટવેર લાગેલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.