બિકિની કિલરના નામથી કુખ્યાત ચાર્લ્સ શોભરાજ ફ્રાંસ રવાના થઈ ચૂક્યો છે. 2003થી નેપાળની જેલમાં બંધ ચાર્લ્સે મુક્તિ પછી પાકિસ્તાનની મુલાકાત અને મસૂદ અઝહરને મળવાની વાત કરી હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ચાર્લ્સ ધરપકડ થયા પહેલા એટલે કે 2000થી 2003 વચ્ચે અનેક વખત પાકિસ્તાન ગયો હતો. જ્યાં તે મસૂદને મળ્યો હતો.
જો કે, ચાર્લ્સે એ કહેવાનો ઇનકાર કર્યો હતો કે શું તે હજુ પણ પાકિસ્તાનના લોકો અથવા ભારતીય ગુપ્તચર સેવાઓના સંપર્કમાં છે.
વાંચો ચાર્લ્સે શું કહ્યું
નેપાળ સરકાર સહિત ઘણા લોકો પર કેસ કરીશ-ચાર્લ્સ
19 વર્ષ પછી નેપાળ જેલમાંથી બહાર આવેલો ચાર્લ્સ શુક્રવાર સાંજે જ ફ્રાંસ જવા રવાના થયો હતો. નેપાળ ગૃહ વિભાગના સચિવ ફણીંદ્ર મણિ પોખરેલ અનુસાર ચાર્લ્સની 10 વર્ષ સુધી નેપાળમાં એન્ટ્રી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જોકે મીડિયા સાથે ચર્ચામાં ચાર્લ્સ શોભરાજે કહ્યું કે, તે નિર્દોષ છે અને ન્યાય માટે લડતો રહેશે. ચાર્લ્સે કહ્યું-મારે ઘણું કરવું છે. મારે નેપાળ સરકાર સહિત ઘણા લોકો પર કેસ દાખલ કરવા છે.
રણદીપ હુડ્ડા જ કરે મારી બાયોપિક
પોતાના જીવન પર આધારિત ફિલ્મ વિશે ચાર્લ્સે કહ્યું-"મને ખબર નથી કે બાયોપિક બનશે કે નહીં, મારી પુસ્તક આવે તે પછી જોઈશું. એવું બને કદાચ કે તેના પર કોઈ હિંદી ફિલ્મ બને. અને જો એવું હોય તો હું ઈચ્છીશ કે રણદીપ હુડ્ડા ફરીથી મારી ભૂમિકા ભજવે. 'મેં ઔર ચાર્લ્સ'માં તેમણે ખૂબ સારી ભૂમિકા ભજવી હતી. હું હુડ્ડાને ગયા વર્ષે ઓક્ટોબરમાં મળ્યો હતો અને હું તેમને પસંદ કરું છું. મને લાગે છે કે બોલિવૂડના ટોપ એક્ટરમાં તેમને સમાવેશ થાય છે."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.