બાબા વેંગાની 2021ની આગાહી:ગંભીર બીમારીથી ડોનાલ્ડ ટ્રમ્પ બહેરા થશે, કેન્સરના રોગથી છુટકારો મળશે અને આકાશમાં ઊડશે ટ્રેનો

2 વર્ષ પહેલા

વર્ષ 2021ને લઈને બલ્ગેરિયાના ભવિષ્યવેત્તા બાબા વેંગા (બાબા વાંગા આગાહીઓ 2021)એ હેરાન કરનારી આગાહી કરી છે. તેમને બાલ્કનના નાસ્ત્રેદમસ કહેવામાં આવે છે. બાબા વેંગાએ આવી ઘણી ઐતિહાસિક ઘટનાઓની આગાહી કરી હતી, જે પાછળથી એકદમ સાચી સાબિત થઈ છે. 1911માં જન્મેલા વેંગાએ 12 વર્ષની વયે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. બાબા વેંગાની 2021ની આગાહી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગંભીર બીમારીથી બહેરા થશે. આ ઉપરાંત બાબા વેંગાએ આગાહી કરી જણાવ્યું છે કે 21મી સદીની શરૂઆતમાં માણસને કેન્સરના રોગથી છુટકારો મળશે.

1911માં જન્મેલા વેંગાએ 12 વર્ષની વયે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.
1911માં જન્મેલા વેંગાએ 12 વર્ષની વયે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.

ટ્રમ્પની બીમારી: બાબા વેંગાની આગાહી પ્રમાણે, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ ભયંકર રોગની લપેટમાં આવી જશે. આ રોગ ટ્રમ્પને બહેરા કરી દેશે અને તેઓ મગજના ગંભીર રોગના ભોગ બની શકે છે.

બાબા વેંગાનું મૃત્યુ વર્ષ 1966માં થયું હતું, પરંતુ પોતાના મૃત્યુ પહેલાં તેમણે સોવિયત યુનિયનનું વિભાજન, 9/11 હુમલો (2001), પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ (1997), ચેર્નોબિલની આપત્તિઓ અને જાપાન સુનામી (2004) જેવી ઐતિહાસિક ઘટના બનવાની આગાહી કરી હતી. એવું કહેવામાં આવે છે કે બાબા વેંગાએ કરેલી લગભગ 85 ટકા આગાહી સાચી પડી ચૂકી છે. તેમની આગાહીમાં 5079 સુધીનો ઉલ્લેખ મળી રહ્યો છે, એ વર્ષમાં દુનિયાનો અંત થઈ જશે.

આકાશમાંથી મુશ્કેલી: બાબા વેંગાની આગાહી મુજબ, 2021માં રશિયાની આસપાસના ભાગોમાં ઉલ્કાઓ પડશે. ન ફ્ક્ત કુદરતી આપત્તિઓને કારણે દુનિયાનો અંત થવાનું જોખમ રહેશે, પણ યુરોપમાં રાસાયણિક હુમલો થવાની પણ ચેતવણી આપવામાં આવી છે. બાબા વેંગાનો એવો પણ દાવો છે કે આ સમય દરમિયાન યુરોપિયન ખંડનું અસ્તિત્વ પોતાના અંત નજીક પહોંચી શકે છે.

વ્લાદિમીર પુતિનની હત્યા: બાબા વેંગાની આગાહી મુજબ, 2021માં યુરોપ ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું ષડયંત્ર રચવામાં આવશે. દેશની અંદર પણ તેમના જીવનું જોખમ વધશે.

વિનાશકારી આપત્તિઓ ​​​​​​: આખી દુનિયા પ્રલયકારી આપત્તિઓના સંકટનો સામનો કરશે. લોકોની ચેતનામાં પરિવર્તન આવશે. એ એક મુશ્કેલ સમય હશે. લોકો આસ્થાના આધારે વિભાજિત હશે. હાલના સંજોગોમાં આપણે માનવતા મરી પરવાની અનેક ઘટનાઓના સાક્ષી છીએ.

બ્રહ્માંડમાં જીવનની શોધ: આ ઉપરાંત બ્રહ્માંડમાં પણ જીવનની શોધ કરવામાં આવશે અને અચાનક એ સ્પષ્ટ થઈ જશે કે પૃથ્વી પર જીવન કેવી રીતે મળ્યું. આગામી 200 વર્ષમાં લોકો પોતાના આધ્યાત્મિક ભાઈ-બહેનોની સાથે બીજી દુનિયા સાથે સંપર્ક કરશે.

આકાશમાં ઊડશે ટ્રેનો: સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ટ્રેનો ઉડાડવામાં આવશે. પેટ્રોલનું ઉત્પાદન બંધ થઈ જશે. જોકે હવે સૌર ઊર્જા વિશે લોકોમાં ચર્ચા વધતી જાય છે, તેથી તેમની આ આગાહી ભવિષ્ય માટે યોગ્ય લાગતી નથી.

ચીનનો દુનિયા પર કબજો: એક વિશાળ ડ્રેગન માનવતા પર કબજો કરશે. ત્રણ દિગ્ગજો એકસાથે થશે. કેટલાક લોકો પાસે રેડ કરન્સી હશે. વેંગાએ 100 અને 5ની આગળ ઘણા ઝીરો હોવાની આગાહી કરી હતી. વિશેષજ્ઞોના મતે, તે વિશાળ ડ્રેગન ચીન છે, જે એક મહાસત્તા બની ગયું છે. ત્રણ દિગ્ગજોનો અર્થ રશિયા, ભારત અને ચીન છે. 100 યુઆન અને 5000 રૂબલની નોટો લાલ રંગની હોય છે.

કેન્સરની સારવાર: 21મી સદીની શરૂઆતમાં માણસને કેન્સરના રોગથી છુટકારો મળશે. બાબા વેંગાની આગાહી મુજબ, એ દિવસ આવશે જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારી સારવાર દ્વારા દૂર થશે.

બાબા વેંગાનું મૃત્યુ વર્ષ 1966માં થયું હતું, પરંતુ પોતાના મૃત્યુ પહેલાં તેમણે સોવિયત યુનિયનનું વિભાજન, 9/11 હુમલો (2001), પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ (1997), ચેર્નોબિલની આપત્તિઓ અને જાપાન સુનામી (2004) જેવી ઐતિહાસિક ઘટના બનવાની આગાહી કરી હતી. એવું કહેવામાં આવે છે કે બાબા વેંગાએ કરેલી લગભગ 85 ટકા આગાહી સાચી પડી ચૂકી છે. તેમની આગાહીમાં 5079 સુધીનો ઉલ્લેખ મળી રહ્યો છે, એ વર્ષમાં દુનિયાનો અંત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...