તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Dig A Grave To Oppose The Weak Government On The Issue Of Koro: Even In The Time Of Koro, There Are Doctors Here Navradhup; A Unique Way To Calm A Volcano

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:કોરોના મુદ્દે નબળી સરકારનો વિરોધ કરવા કબર ખોદીઃ કોરોના કાળમાં પણ અહીં ડોક્ટરો છે નવરાધૂપ; જ્વાળામુખીને શાંત કરવા અનોખો ઉપાય

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રાઝિલમાં કોરોના મુદ્દે સરકારની નબળી કામગીરી સામે વિરોધ. - Divya Bhaskar
બ્રાઝિલમાં કોરોના મુદ્દે સરકારની નબળી કામગીરી સામે વિરોધ.

આ તસવીર જોઈને હચમચી જવાય પરંતુ એટલું સારૂં છે કે તસવીરમાં જે દેખાય છે તે વાસ્તવિક મૃતદેહો નથી. જે વ્યક્તિ દેખાય છે એ પણ નકલી કબર ખોદી રહ્યો છે. પરંતુ આની પાછળનું કારણ ભયાનક છે. આ દૃશ્ય બ્રાઝિલનું છે. બ્રાઝિલમાં કોરોનાના લીધે 400000 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે બ્રાઝિલના લોકોમાં કોરોના મહામારીના મામલે સરકારની કામગીરી નબળી રહેવા અંગે રોષ છે. જેના વિરોધમાં જ કોપાકેબેના બીચ પર રેતીમાં નકલી મૃતદેહો રાખીને તેની નજીકમાં રેતીમાં નકલી કબર ખોદતો આ માણસ દેખાય છે. એ વ્યક્તિ એક NGO ‘રિયો ડે પાઝ’નો સભ્ય છે. આ સંસ્થાના કાર્યકર્તાઓ બ્રાઝિલની સરકારનો આ રીતે વિરોધ કરી રહ્યા છે. જો કે આ તસવીરમાં ભલે કબર નકલી હોય પરંતુ કોરાનાના કારણે જે મોટી સંખ્યામાં લોકોનાં અહીં મોત થયા છે તેના પછી કબ્રસ્તાનોમાં ખરેખર આવા જ દૃશ્યો જોવા મળે છે.

વીમાના કારણે ડોક્ટરો નવરા થઈ ગયા

આર્જેન્ટિના પણ કોરોનાના કહેરથી બાકાત નથી પરંતુ અહીં અનેક હોસ્પિટલો એવી છે જ્યાં કોરોનાવાયરસ સામેની લડાઈમાં ઉપયોગી પીપીઈ કિટથી માંડીને આઈસીયુ બેડ જેમના તેમ નવા નક્કોર કોઈ ઉપયોગ વિનાના પડેલા જોવા મળે છે. એટલું જ નહીં કોરોના મહામારીમાં ઉપયોગી દવાઓ પણ જેમની તેમ જોવા મળે છે. કોરોનાકાળમાં ક્યાંય ડોક્ટર સાવ નવરાધૂપ થઈ જાય એવું સાંભળવામાં આવે તો ચોક્કસ નવાઈ લાગે પણ આર્જેન્ટિનામાં આવું બન્યું છે. જેનું કારણ એ છે કે અહીંની સરકાર જે રીતે કોરોના દર્દીઓનાં વીમાની રકમ જાહેર કરે છે એ હોસ્પિટલોને થતા ખર્ચ કરતાં ઘણી ઓછી છે. જેના કારણે ડોક્ટરોને લાખના બાર હજાર થવા જેવો ઘાટ ઘડાયો છે. આના કારણે જ અનેક હોસ્પિટલો આર્જેન્ટિનામાં કોરોનાનો કહેર વધી રહ્યો હોવા છતાં બંધ પડી છે અને ડોક્ટરો નવરા થઈ ગયા છે.

જ્વાળામુખીને શાંત કરવા અનોખો ઉપાય

આમ તો જ્યાં પણ જ્વાળામુખી સક્રિય થાય અને ધગધગતો લાવા ઓકવા લાગે ત્યારે કોઈ કહે કે તેને શાંત કેમ કરી શકાય તો કોઈને પણ આ સવાલ પર નવાઈ લાગે પરંતુ શ્રદ્ધા એક એવી વસ્તુ છે જેમાં કોઈ વાદવિવાદ હોતા નથી. હા, અંધશ્રદ્ધા એક અલગ વાત છે. ગ્વાટેમાલામાં પકાયા જ્વાળામુખી સક્રિય થઈને લાવા ઓકવા લાગ્યો છે. જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ભારે ડરનો માહોલ છવાયો છે. તેઓ કોપાયમાન જ્વાળામુખીને શાંત કરવા પવિત્ર ક્રોસ લઈને જ્વાળામુખીની આસપાસ પ્રાર્થના કરી રહ્યા છે. તેઓને વિશ્વાસ છે કે આમ કરવાથી જ્વાળામુખી જરૂર શાંત થઈ જશે.

મારે સ્કૂલે નથી જવું!

કોરોનાવાયરસની મહેરબાનીથી વિશ્વભરના અનેક દેશોમાં લોકડાઉન અને અન્ય પ્રતિબંધો વચ્ચે શિક્ષણ કાર્ય અનેક મહિનાઓ સુધી ઠપ જ રહ્યું. વિદ્યાર્થીઓને અગાઉ એક-બે દિવસની રજા મળતી તો તેમની ખુશીનો પાર ન રહેતો અને હવે હાલ એવા છે કે સામેથી કહી રહ્યા છે કે સ્કૂલ ક્યારે ખૂલશે. પરંતુ અહીં એક વાત તો નક્કી જ છે જેમના માટે સ્કૂલે જવાનો પ્રથમ દિવસ હોય એને તો સ્કૂલમાં જવું ભારે કઠિન લાગે છે. આ તસવીરમાં પોતાની માતાને વળગી રહેલી બાળકીનો સ્કૂલે જવાનો પ્રથમ જ દિવસ છે. તેને સ્કૂલ કેટલા દિવસથી બંધ હતી એ ખબર નથી કેમકે નવું જ એડમિશન છે. અને એટલે સ્કૂલે ન જવા માટે પોતાની માતાને વળગી પડી. ઉરુગ્વેના મિગ્યુસમાં એક શાળાની બહાર આ દૃશ્ય એક કેમેરામેને ઝડપી લીધું અને તેમાં બાળસહજ નિર્દોષતા આબેહૂબ કંડારાઈ ગઈ.

અન્ય સમાચારો પણ છે...