તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Didn't Do Engineering, Didn't Read Science, Now Kelly's Mother Of Three year old Daughter Will Go Into Space

સંશોધનથી સફળતા તરફ...:ના એન્જિનિયરિંગ કર્યું, ના વિજ્ઞાન વાંચ્યું છતાં ત્રણ વર્ષની પુત્રીની માતા કેલી અંતરિક્ષમાં જશે

વૉશિંગ્ટન3 મહિનો પહેલા
કેલી ગેરાડીની તેની પુત્રી સાથેની તસવીર.

અમેરિકાની સ્પેસ ફ્લાઇટ કંપની વર્જિન ગ્લેક્ટિકે એક પ્રોજેક્ટ માટે ફ્લોરિડાની 32 વર્ષીય કેલી ગેરાડીને અંતરિક્ષયાત્રી તરીકે પસંદ કરી છે. કેલીનું ઘર ફ્લોરિડાના જ્યુપિટર શહેરમાં છે. હવે કેલી આ કંપની માટે અંતરિક્ષ સંબંધિત સંશોધન કરશે.

સંશોધન કરવાને કારણે તક મળી
ખાસ વાત એ છે કે કેલી કોલેજ સ્તરે એન્જિનિયરિંગ કે વિજ્ઞાનની વિદ્યાર્થિની નથી રહી. તેણે તો કમ્યુનિકેશન ફિલ્ડમાં શિક્ષણ લીધું હતું. કેલી કહે છે, અંતરિક્ષની આ ઉડાન મારી સૌથી મોટી સફળતા છે. મને આશા છે કે મારી આ સફળતાથી અનેક લોકોને પ્રેરણા મળશે. હું જાણું છું કે બીજા અંતરિક્ષયાત્રીથી હું જુદી છું. મેં એન્જિનિયરિંગ, સાયન્સ કે મેથેમેટિક્સનું વિધિવત્ શિક્ષણ નથી લીધું, પરંતુ આ મારા રસના વિષયો છે, એમાં હું સતત સંશોધનો કરું છું. આ જ ઝનૂનને કારણે મને આ તક મળી છે. કેલીના ઘર નજીક જ કેનેડી સ્પેસ સેન્ટર આવેલું છે. કેલી નાનપણથી જ આ સેન્ટરની ગતિવિધિઓને લઈને ઉત્સુક અને જિજ્ઞાસુ રહેતી હતી.

અંતરિક્ષની ધૂન એવી હતી કે પુત્રીનું નામ પણ ડેલ્ટા રાખ્યું
અંતરિક્ષના ઝનૂનને કારણે કેલીએ 2015માં પોતાના લગ્નની તારીખ લંબાવવી પડી હતી. તેણે પ્રાઈવેટ ઈક્વિટી સ્પેશિયાલિસ્ટ સ્ટીવન બૉમ્રુક સાથે લગ્ન કર્યા છે. આજે આ દંપતીની એક ત્રણ વર્ષીય પુત્રી છે, જેનું નામ તેમણે ડેલ્ટા વિક્ટોરિયા રાખ્યું છે. ડેલ્ટા-વી અંતરિક્ષ યાનની ગતિશીલતાનું પ્રતીક મનાય છે.

અન્ય સમાચારો પણ છે...