• Gujarati News
  • International
  • Dhakeshwari Shakti Peeth; The Largest Center Of Faith For Hindus In Bangladesh, The President And The Prime Minister Also Come Here On Navratri.

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઢાકેશ્વરી શક્તિપીઠ; આ બાંગ્લાદેશમાં હિન્દુઓની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર, નવરાત્રિમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન પણ અહીં આવે છે

ઢાકા3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઢાકામાં હાલ અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. આખા શહેરમાં નવરાત્રિની રોશનીનો ઝગમગાટ છે. દુર્ગા ઉત્સવ અહીં હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. સૌથી વધુ ઉત્સાહ છઠથી દશેરા દરમિયાન જોવા મળે છે. આખું વર્ષ લોકો આ 10 દિવસની રાહ જોતા હોય છે.

તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ વર્ષે બાંગ્લાદેશમાં 32,118 દુર્ગા પંડાલ બન્યા છે. રાજધાની ઢાકામાં જ 238 પંડાલ ઊભા કરાયા છે. હિન્દુ આસ્થાનું મુખ્ય કેન્દ્ર ઢાકેશ્વરી શક્તિપીઠ ભક્તોના જયનાદથી ગૂંજી રહી છે. નવરાત્રિ પ્રસંગે આ મંદિરમાં દેશના વીવીઆઇપી લોકોનો જમાવડો રહે છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિપક્ષના નેતા, સાંસદ અને ભારતીય દૂતાવાસના અધિકારીઓ અહીંના હિન્દુઓની ખુશીમાં સહભાગી થાય છે.

નવરાત્રિ પ્રસંગે મંદિર પરિસરમાં હજારો ભક્તો ઉપસ્થિત હોય છે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. મા ઢાકેશ્વરીના નામ પરથી જ ઢાકા શહેરનું નામ પડ્યું છે. આ સ્થળે દેવી સતીનો મુગટ પડ્યો હોવાની માન્યતા છે. આ શક્તિપીઠનું નિર્માણ 12મી સદીમાં સેના વંશના શાસકે કરાવ્યું હતું. મંદિર પરિસરમાં મા સુવર્ણ રૂપમાં બિરાજે છે.

શક્તિપીઠ ઢાકેશ્વરીના સભ્ય મનિન્દ્ર કહે છે કે તમામ સરકારી ગાઇડલાઇન્સ ફોલો કરાઇ રહી છે. આરતી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે થાય છે અને તેનું ટીવી તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જીવંત પ્રસારણ કરાય છે, જેથી લોકો ઘેર બેઠા પણ માતાજીનાં દર્શન કરી શકે.

ઢાકા શહેરમાં મુખ્ય પૂજા મંડપ ઢાકેશ્વરી રાષ્ટ્રીય મંદિર, રામકૃષ્ણ મિશન અને મઠ, કાલાબાગાન, બનાની, શખરી બાજાર અને રમના કાલી મંદિર છે. માન્યતા છે કે દુર્ગાપૂજા એ રાક્ષસરાજ મહિષાસુર સામે લડવા માટે સામૂહિક ઊર્જાના રૂપમાં મા દુર્ગાના જન્મનું પ્રતીક છે.

બાંગ્લાદેશમાં દુર્ગા ઉત્સવ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર, આ વર્ષે 32,118 પંડાલ

અન્ય સમાચારો પણ છે...