• Gujarati News
  • International
  • Despite The Privacy Concerns In The US, The Smart Toy Currency Is Growing Rapidly, With All Companies Building AI based Toys.

ભાસ્કર ખાસ:અમેરિકામાં પ્રાઈવેસીની ચિંતા હોવા છતાં ઝડપથી વધી રહ્યું છે સ્માર્ટ ટોય્ઝનું ચલણ, તમામ કંપનીઓ એઆઈ બેઝ્ડ ટોય બનાવી રહી છે

ન્યુયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 52 હજાર કરોડ રૂપિયાની સ્માર્ટ ટોય્ઝ ઈન્ડસ્ટ્રી, 5 વર્ષમાં 5.25 લાખ કરોડની થશે

જો તમારું બાળક રમકડાંને પ્રેમ કરે છે, તો તેનો વાંક નથી. હવે રોબોટની તર્જ પર બની રહેલા રમકડાં બાળકોમાં ધીમે ધીમે લોકપ્રિય થઈ રહ્યા છે. આ સ્માર્ટ ટોય્ઝે ના ફક્ત બાળકોને પોતાના પ્રભાવમાં લેવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તેની એક મોટી ઈન્ડસ્ટ્રી પણ બની ગઈ છે.

રમકડાં બનાવતી કંપનીઓ અને નિષ્ણાતોના મતે, આગામી ચાર વર્ષમાં આવા સ્માર્ટ ટોય્ઝ રજાઓ, જન્મદિવસ કે અન્ય પ્રસંગે અપાતી સૌથી લોકપ્રિય ભેટ બની જશે. આ જ કારણથી સ્માર્ટ ટોય્ઝ ઈન્ડસ્ટ્રી અત્યંત ઝડપથી વધી રહી છે. ટ્રાન્સપરન્ટ માર્કેટ રિસર્ચ પ્રમાણે, 2026 સુધી સ્માર્ટ ટોય્ઝ ઈન્ડસ્ટ્રી વિકસીને આશરેરૂ. 5.25 લાખ કરોડની થઈ જશે.

હાલ આ ઈન્ડસ્ટ્રી આશરે રૂ. 52 હજાર કરોડની છે. આવા સ્માર્ટ ટોય્ઝ બનાવતી અગ્રણી કંપની પ્લેશિફે આવો જ એક સ્માર્ટ ગ્લોબ બનાવ્યો છે, જે બાળકોની દુનિયાના વિવિધ હિસ્સાની જાણકારી ફક્ત સ્પર્સથી આપે છે. કિડક્રાફ્ટ અને એમેઝોને ટોય કિચન બનાવવા ભાગીદારી કરી છે.

એલેક્સા ઈનબિલ્ટ ધરાવતું આ રમકડું કિચન એલેક્સનાની જેમ વાત કરે છે. અન્ય એક રમકડાં બનાવતી કંપની હ્યુજ પ્લેએ ગેમબડ ટૉકિંગ ટોમ બનાવ્યો છે. તે રિયલ ટાઈમ વાત કરે છે અને બાળકો સાથે તેની મોબાઈલ ગેમ્સમાં પણ ઈન્ટરેક્ટ કરે છે.

ટોય ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતા ‘ધ ટોય ઈનસાઈડર’ મેગેઝિનના સીનિયર એડિટર જેમ્સ જહાન કહે છે કે, બાળકો હવે સ્ક્રીન પર પહેલાથી વધુ સમય વીતાવે છે. આ જ કારણથી માતા-પિતા તેમને રોમાંચક અને ટેકનિકલ રમકડાં સાથે જોડવા ઈચ્છે છે, જેનાથી તેઓ કંઈ નવું શીખી શકે.

બાળકોની પણ જાસૂસી થઈ રહી છે, પેરેન્ટ્સની ચિંતાનું આ જ સૌથી મોટું કારણ
સ્માર્ટ ટોય્ઝ થકી બાળકોની જાસૂસીના આરોપ લાગી રહ્યા છે. આ રમકડાંમાં માઈક્રોફોન, કેમેરા અને અન્ય ઉપકરણોથી માહિતી ચોરાય છે. તે પ્રાઈવેસીના અધિકારોનું ઉલ્લંઘન છે. ગ્રાહક અધિકારો માટે કામ કરતા હન્નાહ રોડ્સ કહે છે કે, બાળકોની પ્રાઈવેસીની ચિંતા યોગ્ય જ છે. જોકે,તમામ સ્માર્ટ ટોય્ઝ આવા ખતરનાક નથી.

અન્ય સમાચારો પણ છે...