તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Despite The Lockdown, There Is Still No Distance, With More Than 2,500 Cases Being Received Daily Since The Week, 6 Times More Than In France.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિટન:લૉકડાઉન છતાં હજુ પણ કોઇ ડિસ્ટન્સિંગ નહીં, સપ્તાહથી રોજ 2500થી વધુ કેસ મળી રહ્યા છે, ફ્રાન્સની તુલનામાં 6 ગણા વધુ

લંડન8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોશિયલ ડિસ્ટન્સિંગ વગર લોકો બીચ પર નીકળી પડ્યાં - Divya Bhaskar
સોશિયલ ડિસ્ટન્સિંગ વગર લોકો બીચ પર નીકળી પડ્યાં

બ્રિટનમાં હજુ પણ લૉકડાઉન સંપૂર્ણપણે હટાવાયુ નથી. માત્ર લોકોને કામ પર પરત થવાની મંજૂરી અપાઇ છે. ઉપરાંત વોક અને વર્ક આઉટની પણ પરવાનગી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે સમુદ્ર કાંઠે પહોંચી રહેલી ભીડ જોઇ એવું લાગે છે કે કોરોના સંકટ સંપૂર્ણપણે ખતમ થઇ ગયું છે. બોર્નમાઉથ, ડોરસેટ, બ્રિગ્ટનના બીચ હોય કે લંડન અને એડિનબર્ગના પાર્ક... લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા તૈયાર જ નથી. બાળકોને પણ સાથે લઇને જઇ રહ્યા છે. જ્યારે તેમને સ્કૂલ મોકલવા તૈયાર નથી. પ્રવાસન સ્થળોએ પણ ભીડ વધવા લાગી છે. પોલીસના સમજાવવા છતાં લોકા ઘરોમાં રહેવા તૈયાર નથી. હાલમાં જ ડેવન અને કોર્નવેલમાં કારોને કારણે લાંબો ચક્કાજામ થઇ ગયો હતો. પોલીસ કાર ચાલકો પાસેથી દંડ પણ વસુલી રહી છે, છતાં લોકોનું આવવાનું અટક્યું નથી. છેલ્લા એક સપ્તાહમાં બ્રિટનમાં કોરોનાના 18000થી કેસો મળી આવ્યા છે. જ્યારે 36393 લોકોનાં મોત થઇ ગયા છે. અહીં દરરોજ સરેરાશ 2500થી વધુ નવા દર્દી મળી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser