યુરોપમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. અહીં સોમવારે પણ 7.75 લાખ જેટલા કેસ આવ્યા. આમ છતાં, યુરોપના મોટા ભાગના દેશોની સરકારોએ પ્રતિબંધો અને લૉકડાઉન લાગુ કરવાનું ટાળ્યું છે. ફ્રાન્સ સરકારે તો શિક્ષકોના વિરોધ પછી સ્કૂલો બંધ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
ફ્રાન્સ સરકારનું કહેવું છે કે ડબલ ડોઝ પછી તમામ નાગરિકો સારી રીતે સંક્રમણનો મુકાબલો કરી શકે છે. ફ્રાન્સમાં રોજ આશરે એક લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે.
બ્રિટનમાં પણ મંગળવારે એક આકરો નિર્ણય લેવાયો. બ્રિટનના ડેપ્યુટી પી.એમ. ડોમેનિક રેબે કહ્યું કે બ્રિટનમાં લૉકડાઉન કે વેક્સિન પાસ લાગુ નહીં કરાય. બ્રિટનમાં ભલે રોજ 80 હજાર કેસ આવતા હોય, પરંતુ અમે સુરક્ષિત છીએ.
ફ્રાન્સઃ વેક્સિન લેનારા 20 ટકા વધ્યા
ફ્રેન્ચ પ્રમુખ મેક્રોને વેક્સિન નહીં લેનારાને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી. ત્યાર પછી એક જ સપ્તાહમાં વેક્સિન લેનારા લોકોમાં 20 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત અહીં હેલ્થ પાસ પણ ફરજિયાત લાગુ કરી દેવાયો છે. વેક્સિન લગાવનારા લોકોને હેલ્થ પાસ અપાય છે, જેના આધારે તેઓ જાહેર સ્થળોએ છૂટથી હરીફરી શકે છે.
સ્પેનઃ આઉટડૉરમાં માસ્ક જરૂરી, ઓફિસો ચાલુ છે
સ્પેનમાં રોજ આશરે 1.10 લાખ કેસ આવી રહ્યા છે. અહીં આશરે 80 ટકા વસતીને રસી આપી દેવાઈ છે. આ સ્થિતિમાં સરકારે આઉટડૉરમાં માસ્ક ફરજિયાત કરી દીધું છે. અહીં ઓફિસો, બજારો, સ્કૂલો અને જાહેર સ્થળો બધું જ ચાલુ છે.
ડેનમાર્કઃ 23મીથી થિયેટરો-એન્ટરટેઈનમેન્ટ પાર્ક શરૂ
શરૂઆતમાં ડેનમાર્કમાં રોજ એક લાખથી વધુ દર્દી નોંધાતા. જોકે, હવે આ આંકડો અઢી હજારે પહોંચી ગયો છે. ડેનિશ સરકારે 23 જાન્યુઆરીથી થિયેટરો, એન્ટરટેઈન્મેન્ટ પાર્ક અને ઝૂ ખોલવાની પણ મંજૂરી આપી દીધી છે.
હોલેન્ડઃ 22મીથી ખૂલી જશે
યુરોપમાં સૌથી પહેલા લૉકડાઉન લગાવનારા દેશ હોલેન્ડની 22 જાન્યુઆરીથી લૉકડાઉન હટાવવાની જાહેરાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.