• Gujarati News
  • International
  • Desolation Due To Heavy Rains And Storms, Cars Parked In The Parking Lot Like Toys, Roofs Of Buildings Blown Off

ચીન:ભારે વરસાદ અને વાવાઝોડાંને લીધે તારાજી, પાર્કિંગમાં ઊભેલી કાર રમકડાંની જેમ તણાઈ, બિલ્ડિંગના છાપરા ઉડી ગયા

એક વર્ષ પહેલા

ઉત્તર અને મધ્ય ચીનમાં છેલ્લાં કેટલાક દિવસથી ભારે વરસાદ અને વાવાઝોડું ત્રાટક્યું છે. અહીં શાંક્સી અને શેડોંગ પ્રાંતમાં મૂળશધાર વરસાદને પગલે ભૂંડા હાલ થયા છે. ભારે વરસાદને પગલે રોડ પૂરમાં રમકડાંની જેમ ગાડીઓ તણાઈ ગઈ હતી. કેટલાક વિસ્તારમાં એક-બે કાર તો ક્યાંક એક સાથે ડઝનેક કાર પાણીમાં તણાઈ હતી. આ ઉપરાંત કેટલાક લોકો પાણીના વહેણમાં કારની અંદર જ ફસાઈ ગયાં હતાં. આ તરફ હેનાન પ્રાંતમાં તો ભારે પવનને કારણે બિલ્ડિંગો પરથી છાપરાં અને રોડ પરના બેરિકેડ પણ ઉડી ગયાં હતાં. મહત્ત્વનું છે કે, ચીનમાં રવિવારે જ ભારે વરસાદ અને વાવાઝોડાંની ચેતવણી આપવામાં આવી હતી. જેને કારણે બેઈજિંગમાં દરેક પર્યટન સ્થળ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...