તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સમગ્ર દુનિયામાં કોરોના વિશેની ચિંતા ઘેરાતી જાય છે. વૃદ્ધો-બાળકો દરેક આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ એક મોટી સમસ્યા એ છે કે જેના પર કોઈનું ધ્યાન નથી ગયું અને એ સમસ્યા વધતી જ જાય છે. વાત બાળકોમાં વધતાં ડિપ્રેશનની છે. હવે આ ડિપ્રેશન એટલી હદે વધી ગયું છે કે બાળકોને આત્મહત્યાના વિચારો પણ આવી રહ્યા છે.
મુશ્કેલી એ છે કે મોટાની જેમ બાળકોમાં અને સગીરોમાં પણ તેની ઓળખ સરળતાથી નથી થતી. એને કારણે પરિવારજનોની સાથે સાથે ડોક્ટર્સ પણ ચિંતિત છે. તેઓ સમજી નથી શકતા કે બાળકોની મદદ કેવી રીતે કરવી.
ન્યૂયોર્કના ચાઈલ્ડ માઈન્ડ ઈન્સ્ટિટ્યૂટમાં ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ રેચેલ બુશમેને કહ્યું છે કે આપણે બાળપણને નિર્દોષતા સાથે જોડીને જોઈએ છીએ. આ સંજોગોમાં બાળકોમાં ડિપ્રેશનની વાત ચિંતાનો વિષય છે. 6-12 વર્ષનાં બાળકોમાં ગંભીર ડિપ્રેશન જોવા મળ્યું છે. એ ઉપરાંત બાળકોમાં એંગ્ઝાયટી ડિસઓર્ડર અને ડિપ્રેશનનું જોખમ પણ જોવા મળે છે.
3 વર્ષ સુધીનાં બાળકોમાં હતાશા
ઈનવાઈયુ લેંગો હેલ્થમાં ચાઈલ્ડ એન્ડ એડલોસેંટ સાઇકિયાટ્રિકના પ્રમુખ ડૉ. હેલન અગરના નવા રિપોર્ટ પ્રમાણે, 3 વર્ષનાં બાળકોમાં પણ હતાશા જોવા મળી રહી છે. ચીડિયાપણું અને ગુસ્સો ડીપ ડિપ્રેશનનાં લક્ષણો હોઈ શકે છે.
પેરન્ટ્સે શું કરવું?
ઘરના મોટા લોકોએ જ ઓળખવાં પડશે બાળકોમાં પરિવર્તનનાં લક્ષણ
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.