તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Deploying Israeli Tanks And Troops On The Gaza Strip, The US Blocked The UNSC Meeting; Turkey Uniting Muslim Countries

ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં 103 લોકોનાં મોત:ગાઝાપટ્ટી પર ઇઝરાયેલના ટેન્ક અને સૈન્ય તહેનાત, અમેરિકાએ UNSCની બેઠકને બ્લોક કરી; મુસ્લિમ દેશોને એકત્રિત કરી રહ્યું તુર્કી

તેલ અવીવ4 મહિનો પહેલા
  • તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે ઇઝરાયેલને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે

ઇઝરાયેલ અને હમાસનું સ્મોલ સ્કેલ વોર (યુદ્ધનું ટૂંકું રૂપ) હવે મોટા યુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના હુમલામાં અત્યારસુધીમાં 103 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાં 27 બાળકોનો સમાવેશ થાય છે. આ યુદ્ધમાં 580 લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામનારાઓમાંથી 7 ઇઝરાયેલના છે, બાકીના પેલેસ્ટાઈનના છે, જેઓ ઇઝરાયેલના હવાઈ હુમલોમાં માર્યા ગયા છે.

ઇઝરાયેલે ગાઝાપટ્ટી નજીક પોતાની સેના અને ટેન્કો તહેનાત કરવાનું શરૂ કર્યું છે. એરફોર્સ દ્વારા પણ પ્રવૃત્તિમાં વધારો થયો છે. સેનાના પ્રવક્તા જોન ક્રોન્રિકસે શુક્રવારે કહ્યું હતું કે અમે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છીએ. ઇઝરાયેલી સેનાએ કહ્યું હતું કે ગાઝાપટ્ટી પરથી અત્યારસુધીમાં 1750 રોકેટ ફેંકવામાં આવ્યાં છે. એના જવાબમાં ઇઝરાયેલી સેનાએ 600 વખત એર સ્ટ્રાઈક કરી છે.

ગાઝાપટ્ટી પર હમાસના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરતું ઇઝરાયેલના એરફોર્સનું હેલિકોપ્ટર.
ગાઝાપટ્ટી પર હમાસના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરતું ઇઝરાયેલના એરફોર્સનું હેલિકોપ્ટર.

દરમિયાન અમેરિકાએ ગુરુવારે યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકને બ્લોક કરી દીધી હતી. USએ કહ્યું હતું કે આ બેઠકથી શાંતિ બનાવવામાં કોઈ ફાયદો થશે નહીં. ચીનની તરફથી આ બેઠક બોલાવવામાં આવી હતી, જ્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઇઝરાયેલની વિરુદ્ધ મુસ્લિમ દેશોને એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. તેમણે ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને વાત કરી હતી. એર્દોગને પુતિનને કહ્યું હતું કે ઇઝરાયેલને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.

OIC જશે UN,ગુટેરેસે કહ્યું - યુદ્ધ અટકાવવું પડશે
મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઈસ્લામિક કોર્પરેશન (OIC) પણ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનના મુદ્દે સક્રિય થઈ ગયું છે. આ મુદ્દે તુર્કી, સાઉદી અરેબિયા અને પાકિસ્તાને આ બાબતે સંયુક્ત રાષ્ટ્રની બેઠક બોલાવવાનો પ્રસ્તાવ મૂકયો હતો, જેને OIC દ્વારા મંજૂરી આપવામાં આવી છે. UNના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી છે. ગુટેરેસે કહ્યું હતું કે પહેલાં પણ ઘણા નિર્દોષ લોકોની હત્યા થઈ ચૂકી છે. આ લડત બંને દેશોમાં કટ્ટરતામાં વધારો કરશે.

ઓમર તબીબના મોત પર દુઃખ વ્યક્ત કરતા ઇઝરાયેલી સેનાના સૈનિકો.
ઓમર તબીબના મોત પર દુઃખ વ્યક્ત કરતા ઇઝરાયેલી સેનાના સૈનિકો.

ઇઝરાયેલમાં તોફાનીઓ સામે કડક કાર્યવાહી
યુદ્ધની સાથે રમખાણોનો સામનો કરી રહેલી ઇઝરાયેલી પોલીસે હવે તોફાનીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સંરક્ષણમંત્રી બેની ગાન્ટઝે તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પછી ઇઝરાયેલનાં ઘણાં શહેરોમાં યહૂદી અને અરબી મૂળના લોકો વચ્ચે રમખાણો થઈ રહ્યાં છે. ઇઝરાયેલના તોફાનીઓ પોલીસ સ્ટેશન પર હુમલો કરી રહ્યા છે. રમખાણના સૌથી વધુ કેસો જેરુશલેમ, લોડ, હાઈફા અને સખનિન શહેરમાં સામે આવ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોડ શહેરમાં ઈમર્જન્સી લાદવી પડી.

1966 પછી આ પહેલી વાર છે, જ્યારે અહીં તોફાનોને લીધે ઈમર્જન્સી લાગુ કરવામાં આવી છે. તોફાનોમાં 36 પોલીસ જવાન ઘાયલ થયા છે. ઇઝરાયેલી પોલીસે રમખાણોમાં સામેલ 400 લોકોની ધરપકડ કરી છે. પોલીસ પ્રવક્તા મિકી રાજનફિલ્ડે કહ્યું હતું કે તેમણે દાયકાઓથી આવાં રમખાણો જોયાં નથી. વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું હતું કે જો પરિસ્થિતિ પોલીસના હાથમાંથી નીકળી જાય તો દેશની અંદર સૈન્ય તહેનાત કરવામાં આવશે.

ઇઝરાયેલની પોલીસે અત્યારસુધીમાં આ રમખાણોમાં સામેલ 400 લોકોની ધરપકડ કરી છે.
ઇઝરાયેલની પોલીસે અત્યારસુધીમાં આ રમખાણોમાં સામેલ 400 લોકોની ધરપકડ કરી છે.

રોકેટ હુમલાથી બચવા માટે ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરાઈ

ગુરુવારે રાત્રે ગાઝાપટ્ટી પરથી ઇઝરાયેલના શહેર અશદોદ, અશ્કેલાન અને તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર ડઝનેક રોકેટ છોડવામાં આવ્યાં હતાં. હમાસ તરફથી સતત રોકેટ ફાયરિંગ બાદ તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર આવનારી ફ્લાઈટને રેમોન એરપોર્ટ પર ડાઇવર્ટ કરાઈ છે. જોકે હમાસ કહે છે કે તેઓ રેમોન એરપોર્ટ પર રોકેટ હુમલો કરશે, જેથી ઇઝરાયેલમાં આવનારી બધી ફ્લાઇટ્સ બંધ થઈ જાય.

પોતાના બાળકને હુમલાથી બચાવવા માટે સલામત સ્થળે લઈ જઇ રહેલી પેલેસ્ટાઇન મહિલા.
પોતાના બાળકને હુમલાથી બચાવવા માટે સલામત સ્થળે લઈ જઇ રહેલી પેલેસ્ટાઇન મહિલા.

ગાઝાપટ્ટી બાદ લેબનાનથી 3 રોકેટ છોડવામાં આવ્યા
પેલેસ્ટાઇનના રોકેટ હુમલાનો સામનો કરી રહેલા ઇઝરાયેલ પર ગુરુવારે લેબનાનથી ત્રણ રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. જોકે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ આ ઘટનામાં તેમનો હાથ હોવાનો ઇનકાર કરી દીધો હતો. આ તરફ, ગાઝાપટ્ટી પર ઇઝરાયેલની એર સ્ટ્રાઈક ચાલુ છે. ગાઝાપટ્ટી નજીક રહેતા લોકો ઘર છોડીને જતા રહ્યા છે. તેમને ડર છે કે અહીં અચાનક યુદ્ધ શરૂ થઈ શકે છે. હમાસ (ઇઝરાયેલ તેને આતંકવાદી સંગઠન માને છે)એ યુદ્ધ થવા પર ઇઝરાયેલી સેનાને સખત જવાબ આપવાની વાત કરી છે.

કેરળની મહિલાના પરિવારની સંભાળ લેશે ઇઝરાયેલ
ઇઝરાયેલે રોકેટ હુમલામાં માર્યા ગયેલી કેરળની મહિલા સૌમ્યા સંતોષના પરિવારનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયેલના ડેપ્યુટી હાઇ કમિશનર રોની યેદિદિયાએ જણાવ્યું હતું કે સૌમ્યાનાં પરિવારજનોને ઇઝરાયેલ દ્વારા વળતર આપવામાં આવશે, સાથે જ ઇઝરાયેલ તેમનો ખર્ચ પણ ઉઠાવશે.

સૌમ્યા સંતોષ ઇઝરાયેલના અશ્કેલાન શહેરમાં 80 વર્ષીય મહિલાની દેખભાળ કરતી હતી.
સૌમ્યા સંતોષ ઇઝરાયેલના અશ્કેલાન શહેરમાં 80 વર્ષીય મહિલાની દેખભાળ કરતી હતી.

કેરળના ઇડુક્કી જિલ્લાનિ સૌમ્યા સંતોષ (32) હમાસ મિસાઇલ હુમલામાં મોતને ભેટી હતી. સૌમ્યા અશ્કેલાન શહેરમાં એક 80 વર્ષીય વૃદ્ધ મહિલાની દેખભાળ કરવાનું કામ કરતી હતી. સૌમ્યા છેલ્લાં 7 વર્ષોથી ઇઝરાયેલમાં રહેતી હતી. તેને 9 વર્ષનો પુત્ર છે, જે તેના પતિની પાસે ઇડુક્કીમાં રહે છે. હુમલો વખતે સૌમ્યા તેના પતિ સાથે વીડિયો-કોલ પર વાત કરી રહી હતી.