• Gujarati News
  • National
  • Demand To Parliament: Make The Age Of Marriage Of Girls 18 Years Instead Of 21 Years

અવાજ ઊઠ્યો:સંસદ સુધી માગ: યુવતીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરવાના બદલે યુવકોની 18 વર્ષ કરી નાખો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી સમિતિને મહિલા સંગઠનોએ સંયુક્ત આવેદન આપ્યું

યુવતીઓની લગ્ન માટેની લઘુતમ વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવિત સુધારા અંગે મહિલા સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બુધવારે સંસદની સ્થાયી સમિતિને સંયુક્ત આવેદન સોંપીને જણાવ્યું કે આ પગલું પુખ્તો વચ્ચે સંમતિથી લગ્નનું અપરાધીકરણ કરી નાખશે અને પુખ્ત મહિલાઓની સ્વાયત્તતા ખતમ કરી નાખશે.

આવેદનમાં મહિલા સંગઠનોએ પારિવારિક કાયદા અને ઇન્ડિયન મેજોરિટી એક્ટ, 1875માં સુધારા અંગે કાયદાપંચનો 2008નો રિપોર્ટ ટાંકતા કહ્યું કે પુરૂષો અને સ્ત્રીઓ બંને માટે લગ્નની લઘુતમ વય 18 વર્ષ નક્કી કરવી જોઈએ. આવેદન પર ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિયેશનના મરિયમ ધવલે, નેશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયન વુમનના એની રાજા, ઓલ ઇન્ડિયા પ્રોગ્રેસિવ વિમેન્સ એસો.ના કવિતા કૃષ્ણન, પ્રગતિશીલ મહિલા સંગઠનના પૂનમ કૌશિક અને ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન તરફથી છબિ મોહંતીએ હસ્તાક્ષર કર્યા હતા. મહિલા સંગઠનોએ જણાવ્યું કે પુખ્ત મહિલાઓના અધિકારો પર આ પ્રતિબંધ ગેરબંધારણીય અને અસ્વીકાર્ય છે.

સરકાર ચૂંટી શકતી હોય તો જીવનસાથીની પસંદગી સામે તકલીફ કેમ?
આવેદનમાં સવાલ કરાયો છે કે જો દરેક નાગરિક 18 વર્ષની ઉંમરે પુખ્ત થઇ જતો હોય અને તેની ઉંમર સરકાર ચૂંટવા માટે પર્યાપ્ત હોય તો તેની એ ઉંમર જીવનસાથી પસંદ કરવા માટે પર્યાપ્ત કેમ ન હોઇ શકે? જો તેને દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર હોય તો પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો કેમ નહીં?

અન્ય સમાચારો પણ છે...