ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:અફઘાનમાં હારથી બાઈડેનની શાખ ઘટી, મિડ ટર્મ ચૂંટણી હારવાનું જોખમ

વોશિંગ્ટનએક મહિનો પહેલાલેખક: મોહમ્મદ અલી
  • કૉપી લિંક
  • સેનાની વાપસીની રણનીતિ અંગે સેનાના દિગ્ગજો, વિપક્ષ રિપબ્લિકનથી લઈને પોતાની જ પાર્ટી ડેમોક્રેટિકના નિશાને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન

અમેરિકામાં ત્રણ અઠવાડિયા પહેલા સુધી અફઘાનથી સેના પાછી બોલાવવાનું સમર્થન ફક્ત ડેમોક્રેટિક જ કરી રહ્યા નહોતા પણ વિપક્ષ રિપબ્લિકનના મોટાભાગના સભ્યો સમર્થન આપી રહ્યા પણ આજે સ્થિતિ બદલાઇ ચૂકી છે. રાષ્ટ્રપતિ બાઈડેનને સેનાના દિગ્ગજ, વિપક્ષી દળ અને પોતાની પાર્ટીમાં ટીકાઓ સહન કરવી પડી રહી છે.

બાઈડેનના રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલીવાર તેમનું રેટિંગ 50%થી નીચે આવી ગયું છે. અમુક સરવેમાં તો રેટિંગ 43% સુધી પહોંચી ગયું હતું. તેના લીધે નવેમ્બરમાં યોજાનાર મહત્ત્વપૂર્ણ મિડ ટર્મ ચૂંટણીમાં પાર્ટીની સ્થિતિ નબળી થઈ શકે છે. લગભગ દરેક વ્યક્તિ એક વાતને લઇને નિશ્ચિત છે- અફઘાનથી સૈન્યની વાપસી બાઇડેન યોગ્ય રીતે કરી શક્યા હોત.

અનેક ડેમોક્રેટ્સ કહે છે કે બાઈડેને આશ્વાસન આપ્યું હતું કે સૈનિકોતા જતા પહેલા કોઈ અમેરિકી નહીં ફસાય પણ એવું ન થયું. હજુ પણ ત્યાં 100થી વધુ અમેરિકી ફસાયેલા છે. ડેમોક્રેટિક પાર્ટીમાં બે વિરોધી જૂથ બની ગયા છે. રાષ્ટ્રીય સુરક્ષા સમર્થક અનેક ડેમોક્રેટિક નેતા સૈન્યને તહેનાત કરવાના પક્ષમાં છે તો બર્ની સેન્ડર્સના નેતૃત્વમાં ડાબેરી ડેમોક્રેટક નેતા તેની વિરુદ્ધ છે. પણ બંને જ બાઈડેનને ઘેરી રહ્યા છે.

બર્ની સેન્ડર્સના જૂથના નેતા રો ખન્નાએ સેનાની વાપસીને શેખી મારવા જેવું પગલું ગણાવ્યું. સેનેટની વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ બોબ મેનેન્ડેજે કહ્યું કે હું તેનાથી નિરાશછું. અમને અનેક વર્ષોની નીતિ અને ઈન્જેલિજન્સની નિષ્ફળતાઓના ભયાવહ પરિણામ દેખાઈ રહ્યા છે.

સેનેટમાં સશસ્ત્ર સેવાઓના અધ્યક્ષ જેક રીડે કહ્યું કે અમે એ વાત પર સુનાવણી કરીશું કે છેવટે ભૂલ ક્યાં થઇ? સેનેની વિદેશ નીતિની સમિતિના સભ્ય બેન કાર્ડિને કહ્યું કે અમેરિકા માટે કોઈપણ રીતે તેને સારો દિવસ ન માની શકાય. તેમાં શંકા નથી કે તેનાથી અમને નુકસાન થશે. સેના વાપસીને લઈને સૌથી મોટું નિશાન સેનાના પૂર્વ અધિકારીઓએ સાધ્યું છે.

2009માં અફઘાનમાં એક ખાણમાં ડેન બર્શિંસ્કીના પગ ઉડી ગયા હતા. તેમણે ભાસ્કરને જણાવ્યું કે હું એ વાતથી નિરાશ અને હતાશ છું કે અમારી સરકાર પાસે કોઈ યોજના નહોતી. એટલા માટે દરેક સ્તરે ટીકા થવી જોઇએ. અફઘાનમાં 2012માં અમેરિકી મરીન રહેલા માઈકલ બૉયડ કહે છે કે જમીન પર સામરિક સ્થિતિ માટે હંમેશા કમાનડર ઈન ચીફ જ જવાબદાર હોય છે.

આ નિષ્ફળતાની જવાબદારી બાઈડેને સ્વીકારવી જોઈએ. તે બાઇડેનના આ તર્કને પણ ફગાવે છે કે અફઘાનથી નીકળતી વખતે અરાજકતાની પહેલાથી જ આશંકા હતી. આ બકવાસ છે. 20 વર્ષ પછી આપણે પીઠ બતાવવાની જરૂર નહોતી.

ડેમોક્રેટ્સ ડરી ગયા છે, કહે છે કે ટ્રમ્પનો મોટો મુદ્દો મળી ગયો
ડેમોક્રેટ્સ ડરી ગયા છે કે આ વિનાશકારી અફઘાનથી વાપસીએ આગામી મિડ ટર્મ ચૂંટણીમાં તેમની પકડ નબળી કરી દીધી છે. મોટાભાગના ડેમોક્રેટ પત્રકારોને ઓફ ધી રેકોર્ડ જણાવી રહ્યા છે કે આ બાઈડેન સરકાર માટે મુશ્કેલ ક્ષણ છે. તેમનું માનવું છે કે રિપબ્લિકન પાર્ટી પાસે કોઈ મુદ્દો નહોતો પણ આ વાપસીથી તેમના હાથમાં એક શક્તિશાળી મુદ્દો આવી ગયો છે.

42% અમેરિકી માને છે - બાઈડેન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા
સપ્ટેમ્બરમાં થયેલા મોટાભાગના સરવેમાં બાઈડેનનું એપ્રૂવલ રેટિંગ 50%થી નીચે ઘટી ગયું છે. 42% લોકો એ વાતને મજબૂત કહી રહ્યા છે કે અફઘાનમાં બાઈડેન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. એ 7 સ્વિંગ સ્ટેટ્સમાં પણ બાઈડેન પાછળ રહી ગયા જે તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પથી છીનવી લીધા હતા. 2024ની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ટ્રમ્પે બાઈડેનની તુલનાએ એક પોઇન્ટની લીડ મેળવી લીધી છે.

કોરોનાની સ્થિતિ સામાન્ય ન થવાથી પણ નિશાને
અફઘાનમાં નિષ્ફળતાની અસર એ થઈ કે બાઈડેનને કોરોનાના મુદ્દે પણ ઘેરવામાં આવી રહ્યા છે. અહીં દરરોજ 1.5 લાખ લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને 1500 મૃત્યુ થઇ રહ્યા છે. તેનાથી સંપૂર્ણ દેશમાં ધારણા બંધાઈ રહી છે કે દેશ ખોટી દિશામાં આગળ વધી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે બાઇડેને એ વાતથી આંકવામાં આવશે કે શું તે કોરોનાનો સામનો કરી શક્યા અને ફરીવાર સ્થિતિ સામાન્ય કરી શક્યા?

અન્ય સમાચારો પણ છે...