• Gujarati News
  • International
  • Decision Of The International Criminal Court; Said Responsible For The Crime Of Abduction And Deportation Of Ukrainian Children

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ:ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો નિર્ણય; કહ્યું- યુક્રેનિયન બાળકોના અપહરણ અને ડિપોર્ટેશનના ગુના માટે જવાબદાર

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે કહ્યું કે પુતિન યુક્રેનિયન બાળકોના અપહરણ અને ડિપોર્ટેશનના ગુના માટે જવાબદાર છે. માનવાધિકાર જૂથોએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર-2એ પુતિન સહિત બે વ્યક્તિઓ માટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. તેમાંથી બીજું નામ મારિયા અલેકસેયેવના લવોવા-બેલોવાનું છે. જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેને રશિયા પર ઘણીવાર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો છે.

ઝેલેન્સકીએ કહ્યું- આ તો શરૂઆત છે
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે શુક્રવારે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવું માત્ર એક શરૂઆત છે. ICCનો આ નિર્ણય રશિયાના આક્રમણ સામે ન્યાય પુનઃસ્થાપિત કરવાની દિશામાં પ્રથમ પગલું છે.

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું સભ્ય નથી રશિયા
રશિયા ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું સભ્ય નથી. આવી સ્થિતિમાં ICC વોરંટ લાગુ કરવાની યોજના કેવી રીતે બનાવી તે હજુ સુધી સ્પષ્ટ નથી. ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આજે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રી-ટ્રાયલ ચેમ્બર-IIએ યુક્રેનમાં સ્થિતિના સંદર્ભમાં બે વ્યક્તિઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને મારિયા અલેક્સેયેવના લવોવા-બેલોલા પણ સામેલ છે.

ICCએ કહ્યું કે ગુનાઓ 24 ફેબ્રુઆરી 2022ના છે, જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, પુતિન ઉપરોક્ત ગુનાઓ માટે વ્યક્તિગત ગુનાહિત જવાબદારી ધરાવે છે તેવું માનવા માટે વાજબી કારણો છે.

ICC પાસે શકમંદોની ધરપકડ કરવાની સત્તા નથી
ICCએ આ વોરંટ જાહેર કર્યું છે, પરંતુ તેની પાસે શકમંદોની ધરપકડ કરવાની સત્તા નથી. તે ફક્ત તે દેશોમાં જ તેની સત્તાનો ઉપયોગ કરી શકે છે જેણે આ કોર્ટની સ્થાપના માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રશિયાએ હસ્તાક્ષર કર્યા નથી. એટલા માટે પુતિનની ધરપકડ કરી શકાતી નથી.

કોઈ સુપર હીરો નથી પુતિન- પૂર્વ ડિપ્લોમેટ
ગત વર્ષે યુક્રેન પર રશિયાના હુમલા બાદ બોન્ડારેવે જાહેરમાં રાજીનામું આપ્યું હતું. તે જીનીવામાં રશિયાના રાજદ્વારી મિશનમાં આર્મ્સ કંટ્રોલ એક્સપર્ટ તરીકે કામ કરતા હતા. તેમણે કહ્યું કે પુતિન કોઈ સુપરહીરો નથી. તેમની પાસે કોઈ સુપરપાવર નથી. તે એક સાધારણ સરમુખત્યાર છે, જેમને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...