તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીપલ ભાસ્કર:બાસ્કેટબોલ રમતી વખતે લાદેન અંગે નિર્ણય લીધો, સ્ટાફને ફોનથી લિબિયા પર હુમલાનો આદેશ આપ્યો

વોશિંગ્ટન5 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રપ્રમુખ પદના શપથ પહેલા પ્રાર્થના કરી રહેલા બરાક ઓબામા સ્પીચ આપતા પહેલા પણ ઓબામા પ્રાર્થના કરે છે. પત્ની મિશેલ અને પુત્રી માલ્યા-સાશાને પણ ઓબામા પ્રાર્થના કરવા માટે પ્રેરિત કરે છે. તસવીર સાભાર - અ પ્રોમિસ લેન્ડ
  • ચર્ચામાં ઓબામાની બુક અ પ્રોમિસ્ડલેન્ડ, કારણકે 24 કલાકમાં જ વિક્રમી 8.90 લાખ કોપીનું વેચાણ

પુસ્તકઃ અ પ્રોમિસ્ડલેન્ડ
લેખકઃ બરાક ઓબામા
પાનાઃ 768
મૂલ્યઃ 1496 રૂા. (હાર્ડ કવરમાં)
પ્રકાશકઃ પેંગ્વિન રેન્ડમ હાઉસ

ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના પુસ્તક એ પ્રોમિસ્ડલેન્ડ હાલમાં ચર્ચામાં છે. 17 નવેમ્બરે બજારમાં મુકાયાના પહેલાં જ દિવસે પુસ્તકની 8.90 લાખ કોપી વેચાઈ ગઈ. આ પુસ્તક 26 ભાષાઓમાં વિશ્વના 50થી વધુ દેશમાં ઉપલબ્ધ છે. આ ઘણા દેશોની બેસ્ટ સેલરની યાદીમાં સામેલ થઈ ગયું છે. કોર્પોરેટ સ્પીચ ઉપરાંત પુસ્તકો બરાક ઓબામાની આવકનું મુખ્ય સાધન છે. આ તેમણે ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર દ્વારા 50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ધ ઓડે સિટી ઓફ હોપ દ્વારા પણ તેમને 65 કરોડ રૂપિયાની રોયલ્ટી મળી હતી. ગાંધી પરિવાર અંગે ઓબામાના વિચારોએ ભારતમાં રાજકીય હલચલ મચાવી છે તો વ્હાઈટ હાઉસમાં વિતાવેલા પોતાના દિવસો અંગે તેમણે સફાઈપૂર્વક તેમાં લખ્યું છે.

ઓબામાએ જવાહરલાલ નેહરુથી લઈ ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સુધીનાનો ઉલ્લેખ કર્યો છે તો 2010માં ભારતના પ્રવાસ અને સોનિયા ગાંધી, રાહુલ અને મનમોહનસિંહ અંગે ખૂલીને લખ્યું છે. પુસ્તકને પ્રોત્સાહન આપવા ઓબામા કહે છે કે તેઓ પોતાના અનુભવો ટૂંકમાં જ લખવા માંગતા હતા. પરંતુ હવે તેને બે ભાગમાં લખી રહ્યો છું. તેનો બીજો ભાગ પ્રકાશિત થશે. ઓબામા કહે છે કે તેમને આજે પણ પેન વડે કાગળ પર લખવું વધુ ગમે છે. તેઓ હંમેશા પીળા રાઈટિંગ પેડ પર પોતાની પસંદગીની પેનથી લખે છે. આ ઓબામાના પુસ્તકના કેટલાક કિસ્સા અહીં પ્રસિદ્ધ છે...

ઓબામાએ રજૂ કરેલા પુસ્તકના ચાર મુખ્ય અંશ

ઓસામા બિન લાદેનનો ખાત્મો

  • બાઈડેન વિચાર કરવા માટે કહેતા હતા પણ ઓબામા નિર્ણય પર અડગ રહ્યા

અમેરિકાએ 1-2 મે 2011ની રાત્રે પાકિસ્તાનમાં છૂપાયેલા ઓસામા બિનલાદેનને ઠાર માર્યો હતો. ઓબામા લખે છે કે તેમની સામે મિસાઈલ એટેકનો પણ વિકલ્પ હતો. ઓબામા લખે છે કે છેલ્લા ઘણા સપ્તાહથી તેઓ પોતાના વિચારેલા નિર્ણય સમેટી રહ્યા હતા. ટ્રીટી રૂમની બહાર બાસ્કેટબોલ રમતા સમયે તેમણે આખરે રેડ કરવાનું નિર્ણય લીધો. તે સમયના ઉપરાષ્ટ્રપ્રમુખ બાઈડેન રેડ અંગે ઓબામાને ફરી વિચાર કરવાનું કહેતા હતા પણ ઓબામા નિર્ણય લઈ ચૂક્યા હતા.

લિબિયા પર એરસ્ટ્રાઈક

  • જ્યારે હુમલા પહેલા વ્હાઈટ હાઉસની લાઈન ઠપ થઈ ગઈ હતી

માર્ચ 2011માં અમેરિકાએ લિબિયા પર એરસ્ટ્રાઈક કરી. એર સ્ટ્રાઈક પહેલા ઓબામા બ્રાઝિલના પ્રવાસે હતા. આદેશ આપવા ઓબામાએ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ માઈકેલ મૂલેન્ડને સિક્યોર મોબાઈલ કોમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા સંપર્ક કરવાનો હતો. તેનાથી ઓબામા ધરતીના કોઈપણ ખૂણાથી વ્હાઈટ હાઉસના સંપર્કમાં રહી શકે છે. પરંતુ એન્ડ ટાઈમે આ લાઈન કામ કરી રહી નહોતી. ઓબામાએ નિર્ણય લીધો કે સહયોગીના સાધારણ ફોન વડે જ હુમલાનો આદેશ આપશે.

વ્હાઈટ હાઉસની યાદ

  • રાષ્ટ્રપ્રમુખ નિવાસમાં તેમને પોતાના 30 વર્ષ જૂના સવાલનો જવાબ મળ્યો

ઓબામાએ રાષ્ટ્રપ્રમુખ બન્યા પછી પહેલીવાર વ્હાઈટ હાઉસ પહોંચવાનો અનુભવ લખ્યો છે. તેઓ કહે છે કે તે સમયે તેમના મગજમાં 30 વર્ષ જૂની સ્મૃતિ બહાર આવી હતી. યુવા કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર તરીકે વ્હાઈટ હાઉસમાં ગયા હતા. સાથીઓ સાથે સમૂહમાં ઊભા રહી બીજા માળે જોઈ રહ્યા હતા. વિચારતા કે શું વ્હાઈટ હાઉસમાં રહેનારા સામાન્ય જિંદગી જીવી શકતા હશે?

લખવા-ભણવાની આદત

  • છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માર્ક્સને વાંચતા હતા, તેનાથી વલણ વધ્યું

ઓબામા લખે છે કે મહિલાઓને ઈમ્પ્રેસ કરવા માટે તેમણે ઘણા પ્રયત્ન કર્યા. પોતાનું જ્ઞાન બતાવવા માર્ક્સથી લઈ જર્મન અમેરિકી ફિલોસોફર હર્બટ મર્ક્યૂઝ વિશે વાંચ્યું તો સમાજવાદ અંગેની સમજ માટે સેગી બગરાને ફેનોનને વાંચ્યા. એલજેબીટી માટે વર્જિનિયા વૂલ્ફ વાંચી. ઓબામા લખે છે કે જોકે તેમનું આ છદ્મ જ્ઞાન મોટાભાગે કોઈ કામનું સાબિત થયું નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો