• Gujarati News
  • International
  • Debt Of Crores Of Rupees On Sri Lanka From Chinese Loan, People Are Buying 100 100 Grams Of Milk vegetables

પાકિસ્તાન પછી શ્રીલંકાની તિજોરી ખાલી:ચીનની લોનથી શ્રીલંકા પર કરોડો રૂપિયાનું દેવું, લોકો 100-100 ગ્રામ દૂધ-શાકભાજી ખરીદી રહ્યા છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતનો પાડોશી દેશ શ્રીલંકા અને યુરોપિયન દેશ લિથુઆનિયા પણ પાકિસ્તાન પછી ચીનના દેવાની જાળમાં ફસાયેલા દેશોની યાદીમાં સામેલ થઈ ગયા છે. શ્રીલંકા પર ચીનનું લગભગ 37 હજાર કરોડ રૂપિયાનું દેવું ચઢી ગયું છે. શ્રીલંકાએ આ વર્ષે આ રકમ ચૂકવવાની છે, જ્યારે હાલમાં તેની પાસે માત્ર 11 હજાર કરોડ રૂપિયાનો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રીંલકા જે આર્થિક સંકટમાંથી ગુજરી રહ્યું છે, તે હવે ભયંકર સ્વરુપ ધારણ કરી ચુક્યું છે. શ્રીલંકા ક્ષેત્રફળના મામલે તમિલનાડુંથી લગભગ અડધું છે. શ્રીલંકાની GDPમાં પર્યટન ક્ષેત્રનું યોગદાન 10%થી વધુ છે.

એકંદરે શ્રીલંકા પર 54 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. દેશ પરના કુલ દેવામાં ચીનનો હિસ્સો લગભગ 68% છે. બીજી તરફ યુરોપિયન દેશ લિથુઆનિયાના વિદેશ મંત્રી ગ્રિબ્રિયલ્સ લેન્ડબર્ગિસે સોમવારે ચેતવણી આપી હતી કે ચીન સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ આર્થિક હુમલાઓ કરી રહ્યું છે. તાઈવાનને સમર્થન આપવાના નામે લિથુઆનિયા પર આ પ્રકારના હુમલા પણ સમગ્ર યુરોપ માટે મોટી ચેતવણી છે.

શ્રીલંકા: મોંઘવારી દર 22%, સેનાની નજર હેઠળ રાશન વહેંચાઈ રહ્યું છે
શ્રીલંકામાં ખાદ્ય ફુગાવો 22% પર પહોંચી ગયો છે. આર્થિક ઈમરજન્સીની ઘોષણા વચ્ચે સેનાની દેખરેખ હેઠળ રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકો પાસે ખાદ્યપદાર્થો ખરીદવા માટે પૈસા નથી. અનિરુદ્ધ નામના એક દુકાનદારનું કહેવું છે કે દુકાનદારો એક કિલો દૂધનો પાવડર 100-100 ગ્રામના પેકેટમાં વહેંચીને વેચી રહ્યા છે. કારણ કે લોકો એક કિલોનું પેકેટ ખરીદી શકતા નથી.

વિશ્વ બેંકના આંકડા મુજબ, કોરેના સમયગાળામાં જ, 25 કરોડની વસતિવાળા શ્રીલંકામાં, લગભગ 5 લાખ લોકો ગરીબી રેખા નીચે ગયા, 2 લાખ નોકરીઓ ગઈ.

દેશને નિર્ભર બનાવી મનમાની કરે છે ચીન
લેન્ડબર્ગિસે કહ્યું, ચીન પહેલા તેનું બજાર ખોલીને દેશોને તેના પર નિર્ભર બનાવે છે, પછી તેનો રાજકીય એજન્ડા લાદીને સપ્લાય લાઇનને રોકી દે છે. ચીને 60 લિથુનિયન કંપનીઓને નાદાર કરી દીધી. આ સાથે લિથુઆનિયન કંપનીઓના ઉત્પાદનો પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. લિથુઆનિયાની સપ્લાય લાઇન ચીન દ્વારા ખોરવાઈ ગઈ છે, તેની લગભગ ત્રીજા ભાગની નિકાસ પણ પ્રભાવિત થઈ રહી છે.

ચીનના દેવાની જાળને કારણે વિશ્વના ઘણા દેશો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જેમાં શ્રીલંકા, લિથુઆનિયા અને માલદીવનો સમાવેશ થાય છે.લિથુઆનિયા: સૌથી મોટા બંદરને ખરીદવાનું ષડયંત્ર
યુરોપની 17 પ્લસ યોજનામાં ચીને લિથુઆનિયા સાથે વેપાર સંબંધો વધાર્યા. લિથુઆનિયાની લગભગ 60 મોટી કંપનીઓ સાથે જોડાણ કર્યું, પરંતુ બે વર્ષમાં તેને તોડી નાખ્યું. હવે લિથુઆનિયા સરકારે આ કંપનીઓ માટે એક લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવાની છે. તે જ સમયે, ચીને તેના સૌથી મોટા બંદર કાયલપેડાને ખરીદવાનું કાવતરું ઘડ્યું હતું.

માલદીવ: ચીનનું 23 હજાર કરોડ દેવું, GDPનું આશરે 53%
એડડાટા રિસર્ચ લેબના રિપોર્ટ અનુસાર દક્ષિણ એશિયાના અન્ય દેશો પર પણ ચીનની દેવાની જાળ ફસાઈ રહી છે. માલદીવ પર ચીનનું લગભગ 23 હજાર કરોડનું દેવું છે. આ માલદીવના GDPના લગભગ 53% છે. ચીને માલદીવને કોમર્શિયલ લોનના નામે લોન આપી છે. એટલે કે, તે કડક શરતો સાથે ઊંચા વ્યાજ દરે આપવામાં આવતી લોન છે.

અન્ય સમાચારો પણ છે...