વોશિંગ્ટનમાં મ્યુઝિકલ કાર્યક્રમમાં ફાયરિંગ:એક કિશોરનું મોત, પોલીસ અધિકારી સહિત 3 ઘાયલ; આ ઘટના વ્હાઇટ હાઉસની નજીક બની હતી

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. રવિવારની રાત્રે પણ વોશિંગ્ટન ડીસીમાં યુ સ્ટ્રીટ નોર્થવેસ્ટ ખાતે એક મ્યુઝિકલ કાર્યક્રમમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં એક કિશોરનું મોત થયું હતું, જ્યારે એક પોલીસ અધિકારી સહિત 3 લોકો ઘાયલ થયા હતી. ડીસી પોલીસ યુનિયને પણ આ વાતની પુષ્ટિ કરી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિક યુએસ મીડિયા આઉટલેટ્સ અનુસાર, ફાયરિંગ 14મી અને યુ સ્ટ્રીટમાં 'મોચેલા' નામના એક જુનેટીન મ્યુઝિકલ કાર્યક્રમમાં અથવા તેની નજીક થયું હતુ. જેમાં એક એમપીડી ઓફિસરના પગમાં ગોળી વાગી હતી. અન્ય કેટલાક લોકો પણ ઘાયલ થયાના અહેવાલ છે. ખાસ વાત એ છે કે આ વિસ્તાર વ્હાઇટ હાઉસથી 2 માઇલ કરતા પણ ઓછા અંતરે આવેલો છે.

વોશિંગ્ટન ડીસીમાં એક મ્યુઝિકલ કાર્યક્રમમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી.
વોશિંગ્ટન ડીસીમાં એક મ્યુઝિકલ કાર્યક્રમમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી.

બાઈડને કહ્યું- હથિયાર ખરીદવાની ઉંમરમાં વધારો કરવાની જરૂર છે
હાલમાં, અમેરિકામાં હિંસાની વધતી ઘટનાઓ મામલે રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે બાળકો અને પરિવારોની સુરક્ષા માટે યુનાઇટેડ સ્ટેટ્સે હથિયાર પર પ્રતિબંધ અથવા ખરીદી માટેની ઉંમર 18 થી વધારીને 21 કરવાની જરૂર છે.

તેમણે વધુમાં કહ્યું કે આ કોઈનો અધિકાર છીનવી લેવા માટે નથી, તે બાળકો, પરિવારો અને સમુદાયોની સુરક્ષા માટે છે.

14 મે: ન્યૂયોર્કના બફેલોમાં આવેલ એક સુપરમાર્કેટમાં એક 18 વર્ષના છોકરાએ ફાયરિંગ કર્યુ હતું. હુમલામાં 13 લોકોને ગોળી વાગી હતી જેમાંથી 10 લોકોના મોત થયા હતા.
14 મે: ન્યૂયોર્કના બફેલોમાં આવેલ એક સુપરમાર્કેટમાં એક 18 વર્ષના છોકરાએ ફાયરિંગ કર્યુ હતું. હુમલામાં 13 લોકોને ગોળી વાગી હતી જેમાંથી 10 લોકોના મોત થયા હતા.
24 મે: ટેક્સાસના ઉવાલ્ડેમાં રોબ એલિમેન્ટરી સ્કૂલમાં ફાયરિંગમાં 19 બાળકો સહિત 23 લોકોનાં મોત થયા હતા. CNN મુજબ, ફ્લોરિડાના પાર્કલેન્ડમાં 2018 માર્જોરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં ફાયરિંગ પછીનો આ સૌથી ઘાતક હુમલો હતો, જેમાં 17 લોકો માર્યા ગયા હતા.

31 મે : ન્યૂ આરલિયન્સમાં એક હાઈસ્કૂલમાં ગ્રેજ્યુએશન સમારોહમાં ફાયરિંગમાં ગોળી વાગતા એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતુ અને બે લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ફાયરિંગ જેવિયર યુનિવર્સિટીના પરિસરમાં પદવીદાન સમારોહ કેન્દ્રની બહાર થયું હતુ જ્યાં મોરિસ જેફ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા.

1 જૂન : ઓક્લાહોમાના તુલસા શહેરની એક હોસ્પિટલ સંકુલમાં ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા.
1 જૂન : ઓક્લાહોમાના તુલસા શહેરની એક હોસ્પિટલ સંકુલમાં ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા.
અન્ય સમાચારો પણ છે...