• Gujarati News
  • International
  • David Julius And Ardam Pataposhian, Nobel Laureates In Medicine, Will Help Create New Types Of Pain Killers

2021ના નોબેલ પ્રાઈઝની જાહેરાત:ડેવિડ જુલિયસ અને આર્ડમ પાટાપોશિયનને ચિકિત્સાનું નોબેલ, તેમની શોધથી નવા પ્રકારની પેઈન કિલર્સ બનાવવામાં મદદ મળશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2021ના નોબેલ પ્રાઈઝની જાહેરત શરૂ થઈ ગઈ છે. અમેરિકાના ડેવિડ જુલિયસ અને આર્ડમ પાટાપોશિયનને ચિકિત્સા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યા છે. તેઓને આ પુરસ્કાર તાપમાન અને સ્પર્શનો અનુભવ કરનાર રિસેપ્ટર્સની શોધ માટે મળ્યો છે.

નોબેલ કમિટીએ સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં આ પુરસ્કારની જાહેરાત કરી. કમિટીએ જણાવ્યું કે બંને સાયન્ટિસ્ટની શોધથી નવી પ્રકારનાં પેઈન કિલર્સ બનાવવામાં મદદ મળશે. શોધનો ઉપયોગ જૂનાં દર્દ અને કેટલીક બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવી રહ્યો છે. આ શોધથી ખ્યાલ આવશે કે આપણી નર્વસ સિસ્ટમ ગરમી, ઠંડી અને યાંત્રિક ઉત્તેજનાઓનો કઈ રીતે અનુભવ કરશે.

કોણ છે આ બે સાયન્ટિસ્ટ?
આર્ડમ પાટાપોશિયન સ્ક્રિપ્સ રિસર્ચ, કેલિફોર્નિયામાં પ્રોફેસર છે. આ પહેલાં તેઓ કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ફ્રાન્સિસ્કો અને કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં રિસર્ચ કરી ચૂક્યા છે. 1967માં જન્મેલા પાટાપોશિયન આર્મેનિયમ માતા-પિતાની સંતાની છે. તેમનો જન્મ લેબનોનમાં થયો હતો.

ડેવિડ જૂલિયસનો જન્મ વર્ષ 1955માં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં થયો હતો. તેમણે 1984માં કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલથી પીએચડીની ડિગ્રી મેળવી છે. અત્યારે તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કોમાં પ્રોફેસર છે. તેઓ ન્યૂયોર્કના કોલંબિયા યુનિર્વસિટીમાં કામ કરી ચૂક્યા છે.

ગત વર્ષે ત્રણ લોકોને મળ્યો હતો આ નોબેલ
ગત વર્ષે ચિકિત્સાનો નોબેલ પ્રાઈઝ સંયુક્ત રૂપે ત્રણ વૈજ્ઞાનિક હાર્વે જે ઓલ્ટર, માઈકલ હ્યુટન અને ચાર્લ્સ એમ રાઈસને મળ્યો હતો. તેઓએ લિવરને નુકસાન પહોંચાડનાર હિપેટાઈટિસ સી વાયરસની શોધ કરી હતી. આ શોધથી આ ઘાતક બીમારીનો ઈલાજ શોધવામાં મદદ મળી હતી.

આ સપ્તાહમાં જાહેર થશે નોબેલ પ્રાઈઝ વિજેતાઓના નામ
આ પુરસ્કારની શરૂઆત સૌથી પહેલાં મેડિસિનના નોબેલથી કરવામાં આવે છે. જે બાદ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના નોબેલ આપવાની પરંપરા છે. બાદમાં સાહિત્ય, શાંતિ અને પછી અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. અર્થશાસ્ત્રના નોબેલની જાહેરાત 11 ઓક્ટોબરે કરવામાં આવશે.

100થી વર્ષથી પણ જૂનો છે નોબેલ
1901થી આપવામાં આવતા આ પુરસ્કારને રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સિસ દ્વારા આપવામાં આવે છે. જેમાં લગભગ 10 મિલિયન સ્વીડિશ ક્રાઉન એટલે કે 8.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવે છે. ડાયનામાઈટની શોધ કરનાર અને બિઝનેસમેન અલ્ફ્રેડ નોબેલ દ્વારા આ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.

આલ્ફ્રેડે વિજ્ઞાન, સાહિત્ય અને શાંતિમાં ઉપલબ્ધિઓ માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવાની શરૂઆત કરી. ઈનામની રકમ અલ્ફ્રેડ નોબેલના વસિયતાનામામાંથી આવે છે. 1969માં પહેલી વખત અર્થશાસ્ત્રનું નોબેલ આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...