નોબેલ પ્રાઈઝ 2021:ડેવિડ કાર્ડ, જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસને મળ્યું અર્થશાસ્ત્ર માટે નોબેલ સન્માન

2 મહિનો પહેલા

અર્થશાસ્ત્ર માટે આ 2021ના વર્ષનો નોબેલ પુરસ્કાર ડેવિડ કાર્ડ, જોશુઆ ડી. એંગ્રિસ્ટ અને ગુઈડો ડબ્લ્યૂ ઈમ્બેંલને સંયુક્ત રુપથી એનાયત કરવામાં આવ્યો છે. ડેવિડ કાર્ડને શ્રમ અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન માટે સન્માન આપવામાં આવ્યું છે, જ્યારે જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસને પ્રાકૃતિક પ્રયોગોથી કારણ અને પ્રભાવ બાબતે સટીક નિષ્કર્ષ કાઢવા બાબતે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ડેવિડ કાર્ડ એક કેનેડાઈ અર્થશાસ્ત્રી અને કેલિફોર્નિયા બર્કલેમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. શ્રમ અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ તેમને આ નોબેલ સન્માનથી નવાજવામાં આવ્યા છે. 1990ના દાયકાની શરૂઆતમાં તેમના અભ્યાસે પરંપરાગત જ્ઞાનને પડકાર્યું હતું, જેના કારણે નવું વિશ્લેષણ અને વધારાની માહિતી આપવામાં આવી હતી. પરિણામો બતાવે છે કે ન્યૂનતમ મજૂરી વધારાથી જરૂરી નથી કે નોકરિયો પણ ઓછી થાય.

જ્યારે જોશુઆ ડી એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસને ઔપચારિક સંબંધોના વિશ્લેષણમાં તેમના યોગદાન માટે નોબેલ પુરસ્કાર મળ્યો છે. 1990ના દશકામાં મધ્યમાં જોશુઆ એંગ્રિસ્ટ અને ગુઈડો ઈમ્બેંસે બતાવ્યું કે પ્રાકૃતિક પ્રયોગોથી કારણ અને પ્રભાવ વિશે સટીક નિષ્કર્ષ કેવી રીતે નીકાળી શકાય.

નોબેલ સમિતિએ એક નિવેદનમાં કહ્યું કે આપણને શ્રમ બજાર વિશે નવી જાણકારી પ્રદાન કરવા અને પ્રાકૃતિક પ્રયોગોથી કારણ અને પ્રભાવના વિશે કેવી રીતે નિષ્કર્ષ નીકાળી શકાય છે, આ દર્શાવવા માટે શોધકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...