પહેલીવાર પુત્રી સાથે દેખાયા કિમ જોંગ:દીકરીને બતાવ્યો બેલિસ્ટિક મિસાઇલ ટેસ્ટ, પત્ની પણ હાજર રહી

પ્યોંગયાંગ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2012 સુધી કોઈને ખબર ન હતી કે કિમ પરિણીત છે

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને તેમની પુત્રીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. કિમ જોંગની પુત્રીનો આ પ્રથમ પબ્લિક એક્સપિરયન્સ છે. આ પહેલાં દુનિયાએ તેમની પુત્રીને ક્યારેય જોઈ નહોતી. જોકે મીડિયામાં તેમની પુત્રીનું નામ જણાવવામાં આવ્યું નથી.

નોર્થ કોરિયાની એક ન્યૂઝ એજન્સી અનુસાર, કિમ તસવીરમાં પોતાની પુત્રીનો હાથ પકડી રહ્યા છે. વ્હાઈટ કલરની જેકેટ પહેરીને તેમની પુત્રી અને કિમ એક મિલિટરી ફેસિલિટીની બહાર ઊભાં છે. જે મિલિટરી ફેસિલિટીની બહાર બંને ઊભાં છે ત્યાં શુક્રવારે એટલે 18 નવેમ્બરે બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કિમની પત્ની રી સોલ જૂ પણ તેમની સાથે હતી.

આ તસવીર કિમ જોંગ અને તેમની પુત્રીની છે. તેમની પાછળ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) છે, જેનું શુક્રવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ તસવીર કિમ જોંગ અને તેમની પુત્રીની છે. તેમની પાછળ ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) છે, જેનું શુક્રવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કિમ જોંગે ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)ના લોન્ચિંગ પહેલાં મિસાઇલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની પુત્રી તેમની સાથે હતી.
કિમ જોંગે ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)ના લોન્ચિંગ પહેલાં મિસાઇલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમની પુત્રી તેમની સાથે હતી.
બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણ દરમિયાન કિમ જોંગ મિલિટરી ફેસિલિટીમાં પુત્રી અને પત્ની રી સોલ જૂ સાથે હાજર હતા.
બેલિસ્ટિક મિસાઈલના પરીક્ષણ દરમિયાન કિમ જોંગ મિલિટરી ફેસિલિટીમાં પુત્રી અને પત્ની રી સોલ જૂ સાથે હાજર હતા.

કિમ એક સારા પિતા છે: ભૂતપૂર્વ બાસ્કેટબોલ સ્ટાર ડેનિસ
નોર્થ કોરિયામાં વિદેશી મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ કારણે અહીંના બહુ ઓછા સમાચાર બહારની દુનિયા સુધી પહોંચે છે. બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન' અનુસાર, 2013માં ભૂતપૂર્વ બાસ્કેટબોલ સ્ટાર ડેનિસ રોડમેને જણાવ્યું હતું કે કિમ જોંગ ઉનને એક પુત્રી છે, જેનું નામ તેમણે 'જૂ એ' રાખ્યું છે. ડેનિસે કહ્યું- મેં કિમ જોંગ અને તેની પત્ની રી સોલ જૂ સાથે સમય વિતાવ્યો છે. કિમ એક સારા પિતા છે.

કિમની પત્ની 2012માં પ્રેગનેન્ટ હતી: રિપોર્ટ
2012માં કિમ જોંગ ઉનની પત્ની રી સોલ જૂ પ્રેગનેન્ટ હોવાની માહિતી મળી હતી. તેની એક તસવીર સામે આવી હતી, જેમાં તેણે લાંબો કોટ પહેર્યો હતો. મીડિયાએ કહ્યું હતું કે તે તેના બેબી બમ્પને છુપાવી રહી છે. જોકે કિમ અને તેમની પત્ની સહિત કોઈપણ સરકારી અધિકારીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

સાઉથ કોરિયા નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS) અનુસાર, કિમ અને રીના લગ્ન 2012 પહેલાં થયાં હતાં. બંનેને ત્રણ બાળક છે.
સાઉથ કોરિયા નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS) અનુસાર, કિમ અને રીના લગ્ન 2012 પહેલાં થયાં હતાં. બંનેને ત્રણ બાળક છે.

2012 સુધી કિમના લગ્નના કોઈ સમાચાર નહોતા
2012 સુધી કોઈને ખબર ન હતી કે કિમ પરિણીત છે. જુલાઈ 2012 સુધી નોર્થ કોરિયાના મીડિયાએ કિમ જોંગ અને રી સોલ જૂના લગ્નની જાહેરાત કરી ન હતી. 2018માં મીડિયાએ રી સોલ જૂને પ્રથમ વખત ફર્સ્ટ લેડી તરીકે સંબોધિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...