પીએમનું અભિયાન:દીકરી એકલી બહાર જવા ઈચ્છે છે, પિતા હોવાને લીધે હું ચિંતિત : સુનક

લંડન11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશ પીએમનું અપરાધીઓ વિરુદ્ધ મોટું અભિયાન

આર્થિક સંકટ અને રાજકીય અસ્થિરતા વચ્ચે કમાન સંભાળનારા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ગુનેગારો વિરુદ્ધ અભિયાન છંછેડી દીધું છે. તાજેતરમાં તે પહેલા પીએમ છે જેમણે ગુનાખોરી વિરુદ્ધ આવું અભિયાન છંછેડ્યું છે. તેનું કારણ તેમની બે દીકરી છે.

સુનકે કહ્યું કે, દીકરીઓની ચિંતાને કારણે મેં ગુનાખોરી વિરુદ્ધ અભિયાન છેડ્યું છે. સરકાર જાહેર સ્થળોને મહિલાઓ માટે સુરક્ષિત બનાવવા ઈચ્છે છે. સુનકની બે દીકરી કૃષ્ણા(11) અને અનુષ્કા(9) છે. સુનકની મોટી દીકરીએ સ્કૂલે જવાની ઈચ્છા વ્યક્ત કરી તો આ વર્ષની શરૂઆતમાં તેમનો પરિવાર 11 ડાઉનિંગ સ્ટ્રીટનો આવાસ છોડી સ્કૂલની નજીક રહેવા જતો રહ્યો હતો.

સુનક કહે છે કે મારી મોટી દીકરી ઉંમરના એ પડાવ પર છે જ્યાં તે એકલી ઘરની બહાર જવા ઈચ્છે છે. પુરુષો અનેકવાર તેમની સુરક્ષાને હળવાશથી લઈએ છીએ. હું સુનિશ્ચિત કરવા માગું છું કે મારા બાળકો હોય કે બીજાના તે ડર્યા વિના ગમે ત્યાં અવર-જવર કરી શકે.

જેલ ભરાતી હોય તો ભરાય, અપરાધી વિરુદ્ધ કાર્યવાહી થતી જ રહેશે
સુનકે કહ્યું કે, ગુનાખોરી ઘટાડવા ગુનેગારો પકડવા પડશે. જેલોમાં ભીડ વધશે. મને તેની ચિંતા નથી. અમે નવી 10 હજાર જેલ ઊભી કરીશું. બ્રિટનમાં છેલ્લાં કેટલાક સમયથી મહિલાઓ પ્રત્યે હિંસાના કેસ વધ્યા છે. રીઢા ગુનેગારો કાયદાની છટકબારીઓનો લાભ લઈ છૂટી જાય છે. જૂનમાં વકીલ ઝારા અલીનાને રીઢા ગુનેગાર જોર્ડન મેક્સવીને હત્યા કરી હતી. તેને કોર્ટે મહિલાઓ માટે ખતરો ગણાવ્યો પણ તે કાયદાનો લાભ લઈ છૂટી ગયો.

અન્ય સમાચારો પણ છે...