ભારતીય જર્નલિસ્ટની હત્યા:અફઘાનિસ્તાનમાં સ્પેશિયલ ફોર્સિસ મિશનનું કવરેજ કરતા પુલિત્ઝર અવોર્ડ વિજેતા ફોટો-જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીની હત્યા કરાઈ

3 મહિનો પહેલા
  • અફઘાનિસ્તાનના એમ્બેસેડર ફરીદ મમુદે શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે
  • 2 દિવસ પહેલા છેલ્લી વાર પિતા સાથે વાત કરી હતી

અફઘાનિસ્તાનના કંધારમાં ભારતીય ફોટો-જર્નલિસ્ટની કવરેજ કરતા સમયે હત્યા કરવામાં આવી છે. અફઘાનિસ્તાનમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસતી જાય છે. જગ્યા-જગ્યા પર હિંસાના કેસો સામે આવી રહ્યા છે. હવે તો ત્યાં પત્રકારો પણ સુરક્ષિત રહ્યા નથી. ભારતીય ફોટો-જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીની તાજેતરમાં એક ન્યૂઝ કવરેજ દરમિયાન સ્પિન બોલ્ડક વિસ્તારમાં થયેલી ઝપાઝપીમાં હત્યા કરવામાં આવી છે. અફઘાનિસ્તાનના એમ્બેસેડર ફરીદ મમુદે શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે.

અહેવાલો અનુસાર, દાનિશે તાજેતરમાં અફઘાનિસ્તાનના સ્પેશિયલ ફોર્સના મિશન અંગે રિપોર્ટિંગ કર્યું હતું. આ મિશન દરમિયાન અફઘાની ફોર્સિસ, જે તેમના સાથીઓથી છૂટા થઈ ગયેલા એક પોલીસકર્મચારીને બચાવતી હતી તે પોલીસ જવાન તાલિબાન સાથે લડી રહ્યા હતા. ડેનિશના આ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે તાલિબાનોએ રોકેટથી અફઘાન સૈન્યના કાફલા પર હુમલો કર્યો હતો.

કંધારનાં સ્પિન બોલ્ડકમાં દાનિશનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના માથાનાં ભાગમાં ગનશોટ દેખાય રહ્યા છે.
કંધારનાં સ્પિન બોલ્ડકમાં દાનિશનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના માથાનાં ભાગમાં ગનશોટ દેખાય રહ્યા છે.

2 દિવસ પહેલા છેલ્લી વાર પિતા સાથે વાત કરી હતી
દાનિશ સિદ્દિકીનાં પિતા પ્રોફેસર અખ્તર સિદ્દિકીએ ભાસ્કરને જણાવ્યુ કે પુત્ર સાથે 2 દિવસ પહેલા છેલ્લી વાર વાત થઇ હતી. અમારા સાથે વાત કરતા કરતા તેઓ રોઇ પડ્યા. તેમણે જણાવ્યુ કે દાનિશ પોતાના કામને લઇને ખૂબજ ગંભીર હતો.પ્રોફેસનનાં આગળ તેઓ કોઇની વાત સાંભળતા નહોતા. દાનિશને પડકારો પસંદ હતા. તેના આવાજ પેશનને જોઇને અમે તેને અફઘાનિસ્તાન જતા રોક્યો નહોતો.

અફઘાનિસ્તાનમાં રિપોર્ટિગ કરી રહેલા દાનિશ સિદ્દીકી.
અફઘાનિસ્તાનમાં રિપોર્ટિગ કરી રહેલા દાનિશ સિદ્દીકી.
ડેનિશ સિદ્દીકી મિશન પર રહ્યા બાદ 15 મિનિટનો આરામ લઇ રહ્યો છે.
ડેનિશ સિદ્દીકી મિશન પર રહ્યા બાદ 15 મિનિટનો આરામ લઇ રહ્યો છે.

દાનિશ સિદ્દીકીની ગણના દુનિયાના શ્રેષ્ઠ ફોટો-જર્નલિસ્ટમાં થતી હતી. તેઓ હાલ એક આંતરરાષ્ટ્રીય એજન્સી સાથે કાર્યરત હતા અને અફઘાનિસ્તાનમાં થઇ રહેલી હિંસાઓનું કવરેજ કરી રહ્યા હતા.

દાનિશ સિદ્દીકીની છેલ્લું ટ્વીટ

દાનિશે ટ્વીટ કર્યું હતું- સ્પશિયલ ફોર્સિસનું મિશન કવર કરી રહ્યો છુ
દાનિશએ પોતાના ટ્વિટર અકાઉન્ટમાં 13 જુલાઇએ એક પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ઘણી જગ્યાઓ પર તાલિબાનો સાથે લડાઇ કરી રહેલી સ્પેશિયલ ફોર્સિસ સાથે છું. આજે યુવા ફોર્સિસ રેસ્ક્યૂ મિશન પર હતી. આની પહેલાં આ લોકો આખી રાત કોમ્બેટ મિશન પર હતા. આ જ અઠવાડિયામાં તાલિબાનોએ કંધારના સ્પિન બોલ્ડક પર કબજો કર્યો હતો, એને લીધે સ્પેશિયલ ફોર્સિસની તેમની સાથે ઝપાઝપી શરુ થઇ ગઇ. છેલ્લા ઘણા દિવસોથી આ સંઘર્ષ થઇ રહ્યો છે.

2018માં દાનિશ સિદ્દીકીને રોહિંગ્યા મામલામાં કવરેજ માટે PULITZER અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાનિશ સિદ્દીકીએ પોતાની કારક્રિર્દી ટી.વી જર્નલિસ્ટથી શરૂ કરી હતી. પછી તેઓ ફોટો- જર્નલિસ્ટ બન્યા હતા.

ફરીદ મમુદેએ ટ્વીટમાં દુ:ખ વ્યક્ત કર્યું
ફરીદ મમુદેએ એક ટ્વીટમાં લખ્યું છે - ગુરુવારે રાત્રે કંધારમાં મારા મિત્ર ડેનિશની હત્યા કરવામાં આવી હતી. હું આ ઘટનાથી ખૂબ જ દુ:ખી છું. ભારતીય પત્રકાર અને પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા ડેનિશ સિક્યોરિટી ફોર્સિસ સાથે હતા. હું તેને 2 અઠવાડિયાં પહેલાં મળ્યો હતો, ત્યાર બાદ તે કાબુલ જવાનો હતો. તેના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે.

અન્ય સમાચારો પણ છે...