‘બેટ વુમન’ની મોટી ચેતવણી:ચીનની વુહાન લેબના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું- ફરી ફેલાઇ શકે છે ખતરનાક વાઇરસ

બેઇજિંગ3 વર્ષ પહેલા
ચીનની ‘બેટ વુમન’ના નામથી મશહૂર વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીના ડેપ્યુટી ડાયરેક્ટર શી ઝેંગલી.
  • કોરોના તો માત્ર એક પાસું છે, મૂળ સમસ્યા તો બહુ મોટી છે
  • ચામાચીડિયામાં ઘણા ખતરનાક વાઇરસ રહેલા છે, જે ફરી ફેલાઇ શકે છે

ચીનના વુહાનમાંથી પ્રસરેલા કોરોના વાઇરસે પૂરી દુનિયામાં તબાહી મચાવી છે ત્યારે ચીનમાં ચામાચીડિયા પર રિસર્ચ માટે જાણીતા વાઇરોલોજિસ્ટનું કહેવું છે કે કોરોના તો માત્ર એક પાસું છે, મૂળ સમસ્યા તો બહુ મોટી છે. ચામાચીડિયામાં ઘણા ખતરનાક વાઇરસ રહેલા છે, જે ફરી ફેલાઇ શકે છે. 
તો આવી વધુ મહામારીઓનો સામનો કરવો પડશે
ચીનની ‘બેટ વુમન’ના નામથી મશહૂર વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીના ડેપ્યુટી ડાયરેક્ટર શી ઝેંગલીએ કહ્યું કે ચામાચીડિયા જેવાં પ્રાણીઓમાં કોરોનાથી પણ ખતરનાક વાઇરસ રહેલા છે. તેમને સમયસર નહીં શોધીએ તો આવી વધુ મહામારીઓનો સામનો કરવો પડશે. વુહાનની આ લેબમાંથી જ કોરોના ફેલાયો હોવાનું કહેવાય છે. ઝેંગલીએ કહ્યું કે વાઇરસો પર રિસર્ચ અંગે સરકારો અને વિજ્ઞાનીઓએ પારદર્શી વલણ અપનાવવાની જરૂર છે. વિજ્ઞાનનું રાજકીયકરણ દુ:ખદ છે. તેમણે સરકારી ચેનલ ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન સાથે વાતચીતમાં કહ્યું કે માનવતાને આગામી મહામારીથી બચાવવી હોય તો જંગલી પ્રાણીઓમાં રહેલા અજ્ઞાત વાઇરસો પર રિસર્ચ કરવું જોઇએ અને આગોતરી ચેતવણી આપવી જોઇએ. આપણે તે વિશે નહીં જાણીએ તો આનાથી પણ મોટી મહામારી ફેલાઇ શકે છે. ચીનનો યુવા વર્ગ નોકરી માટે સંઘર્ષ કરી રહ્યો છે
કોરોનામાંથી બેઠા થયા બાદ ચીન સામે સૌથી મોટો પડકાર યુવા વર્ગને નોકરી આપવાનો છે. કોરોનાના કારણે લાખો લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. જેઓ નોકરી બચાવી શક્યા છે તેમના પગાર ઘટી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...