તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેપાળમાં ચીનની દખલ:નેપાળ સરકાર પર ફરી જોખમમાં, ચીનના રાજદૂતે વડાપ્રધાન ઓલી સાથે 2 કલાક વાતચીત કરી

કાઠમાંડુ5 મહિનો પહેલા
નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલી સાથે ચીનના રાજદૂત હોઉ યાંકી. (ફાઇલ). - Divya Bhaskar
નેપાળના વડાપ્રધાન કે. પી. શર્મા ઓલી સાથે ચીનના રાજદૂત હોઉ યાંકી. (ફાઇલ).

નેપાળના શાસક પક્ષ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)માં ફરી એક વખત સત્તા સંઘર્ષ શરૂ થયો છે. આ સાથે એકવાર ચીનના રાજદૂત હોઉ યાંકી પણ સક્રિય છે. નેપાળી મીડિયા અને સમાચાર એજન્સીના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે યાંકીએ મંગળવારે વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે તેમના ઘરે બે કલાક વાતચીત કરી હતી. જુલાઈમાં જ એનસીપીમાં પણ ભાગલા પડ્યા હતા. એવું માનવામાં આવે છે કે એ પછી યાંકીએ વડાપ્રધાન ઓલીના વિરોધી પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડની ઉજવણી કરી હતી અને સરકાર પડવાથી બચી ગઈ હતી.

સચિવાલયે મુલાકાતની પુષ્ટિ કરી
મીડિયા સાથેની વાતચીતમાં વડાપ્રધાન ઓફિસ અને સેક્રેટરિયલે માન્યું કે યાંકી મંગળવારે સાંજે વડાપ્રધાન ઓલીના ઓફિશિયલ રેસિડેન્સમાં ગયા હતા અને તેમણે ત્યાં બે કલાક વાતચીત કરી હતી. તે અધિકારીએ કહેવાનો ઇનકાર કરી દીધો હતો કે મુલાકાત દરમિયાન કયા કયા મુદ્દાઓ પર વાતચીત થઈ. જોકે માનવામાં આવી રહ્યું છે કે બુધવારે મળનારી એનસીપી બેઠકમાં વડાપ્રધાનનું રાજીનામું માગવામાં આવશે અને ચીન નથી ઇચ્છતું કે આ નાજુક સમય પર ઓલી સરકાર પડે. ઓલી ચીન સમર્થક નીતિઓ માટે પાર્ટીમાં જ નિશાના પર છે.

પાર્ટીમાં એકતા પર ભાર
માનવામાં આવે છે કે ઓલી અને પ્રચંડ વચ્ચેના મતભેદોને કારણે એનસીપી તૂટી શકે છે. મોટા ભાગના નેતાઓ પ્રચંડ સાથે છે. તેઓ ઈચ્છે છે કે ઓલી વડાપ્રધાન અથવા તો પાર્ટીના અધ્યક્ષપદમાંથી કોઈ એક પદ છોડી દે. ઓલી આ માટે તૈયાર નથી. પીએમ હાઉસના સૂત્રએ કહ્યું- યાંકી ઈચ્છે છે કે એનસીપીમાં ભંગાણ ન થાય. આ માટેના તેઓ પુૂતા પ્રયાસ કરી રહી છે.

આજે મહત્ત્વની બેઠક
બુધવારે પ્રચંડ અને ઓલીની હાજરીમાં પાર્ટીની કોર કમિટીની બેઠક યોજાશે. એમાં કુલ 9 સભ્યો છે. 6 પ્રચંડ ટેકેદારો છે, જ્યારે 3 ઓલીના પક્ષમાં છે. વડાપ્રધાન જુલાઈની જેમ આ મીટિંગ ફરીથી મુલતવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેઓ રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીને પણ મળી ચૂક્યા છે. આ બેઠક પૂર્વે તેઓ મંત્રીમંડળને પણ મળશે. જોકે આ વખતે બેઠક સ્થગિત થવાની સંભાવના ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો