તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 'Dancing Devils' Arena To Drive Away Corona: Everything Will Be Taken Down In The Nude Cycle Race But Not The Mask; Brazil's Negro River On Two Banks

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:કોરોનાને ભગાડવા ‘ડાન્સિંગ ડેવિલ્સ’ મેદાનેઃ ન્યૂડ સાઈકલ રેસમાં બધું ઉતારી નખાશે પણ માસ્ક નહીં; બ્રાઝિલની નેગ્રો નદી બે કાંઠે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પર્વતમાં પાડ્યા 25 હજાર ખાડા! - Divya Bhaskar
પર્વતમાં પાડ્યા 25 હજાર ખાડા!

આ તસવીર રાજસ્થાનના બાંસવાડાની છે. અહીં સરવન ડેરી ક્ષેત્રમાં 200 ફૂટની ઊંચાઈએ કુદરતી ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાઈ રહ્યા છે. વન વિભાગ અને 5 ગામડાંના 200 ગ્રામીણોએ 80 દિવસમાં સૂકા પર્વતો પર 25 હજાર ખાડા ખોદી નાખ્યા છે. આ કામમાં 45 દિવસથી વધુ સમય લાગ્યો હતો. વન વિભાગના અધિકારીએ કહ્યું કે પહેલા વરસાદ પછી અહીં છોડ રોપવામાં આવશે. છોડને વરસાદ પછી પાણી મળતું રહે એટલા માટે સ્ટોરેજ કરવા 10 હજાર ટ્રેન્ચ અને ત્રણ મિની એનિકટ પણ બનાવાયા છે.

કોરોનાને ભગાડવા ‘ડાન્સિંગ ડેવિલ્સ’ મેદાને

દુનિયાભરમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે અને હજુ સુધી તેનો કોઈ તોડ મળ્યો નથી. જો કે વિજ્ઞાનીઓ એ માટે સતત પ્રયત્નશીલ છે જ પરંતુ સામાન્ય લોકો શ્રદ્ધાના જોરે પણ કોરોનાને હરાવવા પ્રયાસ કરી રહ્યા છે. વેનેઝુએલન બ્રધરહૂડ ‘ડાન્સિંગ ડેવિલ્સ’ દ્વારા પોતાના વાર્ષિક કોર્પસ ક્રિસ્ટી સેલિબ્રેશનનું આયોજન નેઈગુઆટા શહેરમાં કરાયું, જેના દ્વારા આ સ્ટ્રીટ કલાકારોએ કોરોનાનો અંત આવવાની ખેવના વ્યક્ત કરી હતી.

ન્યૂડ સાઈકલ રેસમાં પણ માસ્ક નહીં ઉતારી શકાય

ફિલાડેલ્ફિયામાં દર વર્ષે ફિલી નેકેડ બાઈક રાઈડ યોજાતી રહે છે અને તેમાં હવા જ જેમના વસ્ત્રો હોય એમ પાર્ટિસિપન્ટ્સ ન્યૂડ અવસ્થામાં આ સાઈકલ રેસમાં સામેલ થતા હોય છે. જો કે આ વખતે 28 ઓગસ્ટે યોજાનારી આ નેકેડ બાઈક રાઈડની સ્થિતિ કોરોના વાયરસના પ્રતાપે થોડી અલગ રહેશે. ફિલાડેલ્ફિયામાં યોજાનાર આ સાઈકલ રેસમાં લોકો ભલે વસ્ત્રવિહિન અવસ્થામાં ભાગ લેશે પરંતુ તેઓનાં મોં પર માસ્ક જરૂર હશે. આમ, આ વખતની રેસમાં માસ્ક એક અપવાદ બની રહેશે. ઉલ્લેખનીય છે કે આ રેસ એક ઉમદા હેતુથી યોજાતી રહે છે. જેનો ઉદ્દેશ ફોસિલ ફ્યુલ પરની નિર્ભરતા ઓછી કરવાનો છે.

બ્રાઝિલની નેગ્રો નદી બે કાંઠે

બ્રાઝિલમાં એમેઝોનાસ સ્ટેટમાં ભારે વરસાદ પછી નેગ્રો નદી બે કાંઠે વહેવા લાગી. જેના કારણે મેનાઉસ સિટીમાં પૂરનું પાણી ઘૂસી ગયું. શેરીઓમાં પૂરના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીમાં મૂકાયા છે. મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતરણ પણ થયું. સેંકડો ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિત મોટું નુકસાન પણ થયું.

વિશાળ ગામા-રે વિસ્ફોટ કેમેરામાં કેદ

પૃથ્વીથી એક અબજ પ્રકાશવર્ષ દૂર એક વિશાળ ગામા-રે વિસ્ફોટ કેમેરામાં કેદ કરાયો છે. ખગોળવિદોનું કહેવું છે કે આ કેમેરામાં કેદ થયેલો બ્રહ્માંડનો સૌથી મોટો વિસ્ફોટ છે. જર્મન ઇલેક્ટ્રોન સિન્ક્રોટ્રોનના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વિસ્ફોટની આ ઘટના એક તારો ખરી પડ્યા બાદ બની હતી. ગ્રૂપમાં 15 દેશની 41 સંસ્થા અને 230 વિજ્ઞાની સામેલ છે. આ ઘટનાને સ્પેસમાં રહેલા ફર્મી અને સ્વિફ્ટ ટેલીસ્કોપે ડિટેક્ટ કરી છે. નામીબિયાના હાઇ એનર્જી સ્ટીરિયોસ્કોપિક સિસ્ટમ ટેલીસ્કોપની પણ મદદ લેવાઇ છે.

પોતાની મોજમાં મસ્ત ઘેટા

તિબેટના મેદાની વિસ્તારમાં ઘાસ ચરી રહેલા ઘેટા દૂર વાદળ ફાટવાની ઘટનાથી અજાણ પોતાની મોજમાં મસ્ત છે. ચીનના ઓટોનોમસ રિજિયન નામસ્તોનું આ દૃશ્ય છે. જ્યાં હાલમાં વિદેશી પત્રકારોએ પણ મુલાકાત લીધી હતી. તેમાંથી જ એક પત્રકારે આ તસવીર ખેંચી હતી.