તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડાન્સ થેરપી: દુષ્કર્મ પીડિતાઓ પોતાના શરીર સાથે ફરી જોડાવા પ્રયાસ કરી રહી છે, વર્ષોથી આઘાતમાં સરી હતી

કિન્શાસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગોમાં 20 વર્ષમાં 60 હજારથી વધુ પીડિતાઓની સારવાર કરાઇ

આફ્રિકન દેશ કોંગોમાં ઘણી દુષ્કર્મ પીડિતાઓ વર્ષોથી આઘાત સાથે જીવતી હતી પણ હવે પોતાના શરીર સાથે ફરી જોડાવા પ્રયાસ કરી રહી છે. પૂર્વ કોંગોના બુકાવીની સરકારી હોસ્પિટલ સાથે જોડાયેલા પુનર્વસન કેન્દ્રમાં ડાન્સ થેરપી શરૂ કરાઇ છે. અહીં એક ડાન્સ ટીચરની નિમણૂક પણ થઇ છે. તેમનું નામ છે- અમીના લુસાંબો. તેઓ કહે છે કે મેં દુષ્કર્મ પીડિતાઓ માટે આ થેરપી શરૂ કરી છે, કેમ કે તેઓ એક અજીબ ખામોશી સાથે જીવતી હોય છે.

તેઓ નાની ઉંમરે દુષ્કર્મનો શિકાર બની અને તેમને નથી ખબર કે પોતાની પીડા કેવી રીતે વર્ણવવી? તેઓ મિલનસાર નથી થઇ શકતી. હવે તેઓ ડાન્સના માધ્યમથી પોતાના શરીર સાથે ફરી જોડાવાનું શીખી રહી છે.

ત્રણ મહિનાની સાઇકોથેરપીની સરખામણીમાં તમે એક મહિનો ડાન્સ કરીને ઘણું બધું કરી શકો છો. હોસ્પિટલના પુનર્વસન કેન્દ્રની સ્થાપના નોબેલ પ્રાઇસ વિજેતા સ્ત્રીરોગ નિષ્ણાત ડેનિસ મુકવેંગેએ કરી હતી. મુકવેંગે કોંગોમાં જાતીય હિંસાથી પીડિત મહિલાઓની સારવાર કરે છે.

1999માં સ્થાપિત આ હોસ્પિટલમાં આવતી મહિલાઓમાંથી મોટા ભાગની મહિલાઓને સર્જરી કરવી પડે તેમ હોય છે. મુકવેંગે કહે છે કે અમે મહિલાઓને સમાજમાં ફરી જોડવાનું સમર્થન કરીએ છીએ. અધિકારીઓના જણાવ્યા મુજબ આ હોસ્પિટલમાં 20 વર્ષમાં 60 હજાર પીડિતાઓની સારવાર થઇ ચૂકી છે.

પીડિતાએ કહ્યું- ડાન્સને કારણે શાંતિથી સૂઇ શકું છું
અમીનાના ડાન્સ ક્લાસમાં આવતી 20 વર્ષની એક યુવતીએ જણાવ્યું કે અજાણ્યા લોકોએ તેની સાથે દુષ્કર્મ કરીને મરણહાલ અવસ્થામાં છોડી દીધી હતી. ત્યારથી તે ડર અને પીડા દબાવીને જીવતી હતી પણ હવે ડાન્સને કારણે ડર-પીડાથી મુક્ત થઇ શકી છે. હવે તે શાંતિથી સૂઇ પણ શકે છે. તેને ફરી હસવાની તક મળી છે. યુવતીના કહેવા મુજબ, દુષ્કર્મ બાદ તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ નહોતી કરી.

અન્ય સમાચારો પણ છે...