અમેરિકાના ફ્લોરિડા, કેલિફોર્નિયા સહિય અન્ય રાજ્યોમાં લોકોને બમણો માર પડ્યો છે. એક તરફ ભીષણ ચક્રવાતનો દોર 1 જૂનથી શરૂ થયો છે. બીજી તરફ, તેનાથી થનારા નુકસાન પર ઇન્સ્યોરન્સ કવર આપવા માટે વીમા કંપનીઓ તૈયાર નથી. વાસ્તવમાં, વાવાઝોડા બાદ થયેલા નુકસાનના વીમા દાવાઓની ચૂકવણીમાં કંપનીઓને મોટી ખોટ થઇ રહી છે.
વીમો ઉતારાવ્યા બાદ તેનો ક્લેમ લેવામાં થતી છેતરપિંડીને કારણે આ ખોટ થઇ રહી છે. આ જ કારણોસર હાઉસિંગ સહિત અન્ય પ્રોપર્ટી પર ઇન્શ્યોરન્સ કવર આપવામાં કંપનીઓ રૂચિ નથી દર્શાવી રહી. કેટલીક કંપનીઓ 25 ટકા વધુ પ્રીમિયમ સાથે કવર આપવા માટે તૈયાર છે, પરંતુ આવી કંપનીઓ મર્યાદિત છે. જેને કારણે લોકો ઇન્શ્યોરન્સ કંપનીઓ શોધી રહ્યા છે.
ઇલિનોઇસ યુનિવર્સિટીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વીમા સંશોધન કાર્યાલયના નિદેશક લિન મેકક્રિસ્ટિયનનું કહેવું છે કે, અમેરિકામાં સંવેદનશીલ સ્થળો પર રહેવા માટે બમણી કિંમત ચૂકવવી પડે છે. લોકોને તેઓની સંપત્તિ માટે વીમા કવરની અછતને દૂર કરવા માટે 15,400 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરાઇ છે. જેથી કંપનીઓને ખોટમાં રાહત મળી શકે. નિષ્ણાતોનું કહેવું છે કે, ચક્રવાત, પૂર જેવી કુદરતી આફતોથી થતા નુકસાનને ઓછુ કરવા માટે જરૂરી છે કે જોખમો ધરાવતા વિસ્તારોમાંથી લોકોને હટાવવામાં આવે.
ઇમારતો અપગ્રેડ કરવા માટે 7.7 લાખનું વળતર આપવાની માંગણી
ઘરોને અપગ્રેડ કરવા માટે તેમજ તેઓનો ચક્રવાત સામે સક્ષમ બનાવવા માટે મકાન માલિકોને રોકડ 10 હજાર ડૉલર (અંદાજે 7.7 લાખ રૂપિયા) સુધી વળતર આપવામાં આવે. તે સાથે જ હવાનું દબાણ સહન કરી શકે તેવું સ્ટ્રક્ચર બનાવવું પડશે. આવું કરવા પર જ રાહત મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.