તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ અપરાધ:દર વર્ષે વધી રહ્યા છે સાઈબર હુમલા, બચાવ પાછળ રૂપિયા 9 લાખ કરોડથી વધુના ખર્ચનું પરિણામ શૂન્ય

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીન, રશિયા, ઈરાન સહિત અનેક દેશ અપરાધીઓને શરણ આપે છે

છેલ્લા એક મહિનાથી આયરલેન્ડની આરોગ્ય સેવાઓ અસ્ત-વ્યસ્ત છે. 14 મેના રોજ સરકારી સિસ્ટમ- હેલ્થ સર્વિસ એક્ઝિક્યુટિવ (એચએસઈ) પર સાઇબર હુમલાને કારણે તેની મોટાભાગની કમ્યૂટર સિસ્ટમ ધ્વસ્ત થઈ ગઈ હતી. હેકરોએ રૂ.148 કરોડની ખંડણી માગી છે. સરકારે ખંડણી આપી નથી. 14 જૂન સુધી તેની સેવાઓ સામાન્ય થઈ શકી ન હતી. આવો હુમલો 7 મેના રોજ અમેરિકાની કોલોનિયનલ પાઈપલાઈન કંપની પર થયો હતો. કંપની અમેરિકાના પૂર્વ કિનારે ઉપયોગમાં લેવાતા અડધા તેલનો સપ્લાય કરે છે. તેણે રૂ.31 કરોડની ખંડણી ચૂકવી ત્યારે સપ્લાય પૂર્વવત થઈ શક્યો.

હેકરો સામે સાઈબર સિક્યોરિટી ઈન્ડસ્ટ્રી નિ:સહાય છે. માઈક્રોસોફ્ટનું અનુમાન છે કે, 2020માં બચાવ માટે એન્ટી વાઈરસ સોફ્ટવેર અને ફાયરવોલ્સ જેવા ઉપાયો પાછળ રૂ.9.19 લાખ કરોડ ખર્ચ કરાયા છે. આ ખર્ચ છેલ્લા પાંચ વર્ષમાં 64% વધ્યો છે. મોટી કંપનીઓ અને સંસ્થાઓએ હેકિંગ વિરુદ્ધ વીમો ઉતારવાનું શરૂ કરાયું છે. ઈન્શ્યોરન્સ કંપની મ્યુનિખ આરઈ અનુસાર 2020માં સાઈબર ઈન્શ્યોરન્સ બજાર રૂ.51 હજાર કરોડનું હતું, જે 2025 સુધી રૂ.1.48 લાખ કરોડ થવાનું અનુમાન છે. ગયા વર્ષે સાઈબર સિક્યોરિટી વિશેષજ્ઞોના ગ્રૂપ- ડિબેટ સિક્યોરિટીના રિપોર્ટમાં જણાવાયું કે, સુરક્ષાના તમામ ઉપાયો છતાં દર વર્ષે હુમલા વધી રહ્યા છે. જો બચાવ પાછળ ખર્ચ વધતો નથી તો વધુ હુમલા થઈ શકે છે. મોટાભાગના હુમલા દુશ્મન દેશમાંથી થાય છે.

રેન્સમવેર કે સાઈબર હુમલાનો પ્રથમ પ્રયાસ ફ્લોપી ડિસ્કના માધ્યમથી વાઈરસ ફેલાવા સાથે થયો હતો. હવે ટેક્નોલોજી કંપનીઓ, સ્કૂલો, હોસ્પિટલ, ઉદ્યોગો, વિજળી ગ્રીડ અને સૈનિક સિસ્ટમને નિશાન બનાવાઈ રહી છે. ફાઈનાન્શિયલ ઈન્ડસ્ટ્રી સાઈબર અપરાધનું નવું ક્ષેત્ર છે. વિશેષજ્ઞ હુમલામાંથી કોઈ બેન્કના ધ્વસ્ત થવાના સંબંધમાં ચિંતિત છે. ઈન્ટરનેટ નેટવર્કથી વધુ ડિવાઈસ સાથે સંકળાવાને કારણે સાઈબર અપરાધ વધુ થઈ રહ્યા છે. દુનિયામાં 2013 પછી સાઈબર જોખમ ત્રણ ગણું વધ્યું છે. સાઈબર હુમલાનો ભોગ બનેલા લોકોમાં કંપનીઓ અને જાહેર સંસ્થાઓ સામેલ છે. હુમલાખોરોમાં સરકારો પણ સામેલ છે. તેઓ જાસુસી અને યુદ્ધમાં દુશ્મન દેશને નુકસાન પહોંચાડવાની ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે હુમલા કરે છે. રશિયા, ઈરાન અને ચીનમાં સાઈબર અપરાધી ટુકડીઓને છૂટ આપે છે, કેમકે તેઓ પશ્ચિમી દેશોને નુકસાન પહોંચાડે છે. © 2019 The Economist Newspaper Limited. All rights reserved.

અન્ય સમાચારો પણ છે...