ચિકન બિરયાની ન મળતાં રેસ્ટોરાંમાં આગ ચાંપી:કસ્ટમરે કહ્યું- હું નશામાં હતો... ગુસ્સામાં આગ લગાવી દીધી

2 મહિનો પહેલા

ન્યૂયોર્કમાં એક બાંગ્લાદેશી રેસ્ટોરાંમાં જમવા ગયેલી એક વ્યક્તિએ આગ લગાવી દીઘી હતી. તેણે આવું એટલા માટે કર્યું, કારણ કે રેસ્ટોરાંમાં તેની પસંદનું ભોજન ઉપલબ્ધ નહોતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ન્યૂયોર્ક પોલીસના એક અધિકારીએ કહ્યું- આ ઘટના ક્વિન્સ વિસ્તારની છે, જ્યાં એક જેક્સન હાઈટ્સમાં સાઉથ એશિયન કમ્યુનિટીની વસાહત રહે છે. આ જ સ્થળે એક બાંગ્લાદેશી રેસ્ટોરન્ટ પણ છે. 49 વર્ષના ચોફેલ નોરબુને ચિકન બિરયાની ન મળતાં તેણે ગુસ્સામાં આવીને રેસ્ટોરાંમાં આગ ચાંપી દીધી હતી. જે સમયે આગ લાગી ત્યારે રેસ્ટોરાં બંધ હતી. કોઈપણ વ્યક્તિને નુકસાન પહોચ્યું નથી.

મોડી રાત્રે આગ લગાવી
પોલીસ ઓફિસરે કહ્યું હતું કે ચોફેલ નોરબુ અહીં જમવા આવ્યો હતો. તેણે ચિકન બિરયાનીનો ઓર્ડર આપ્યો. ત્યારે રેસ્ટોરાંના સ્ટાફે કહ્યું હતું કે ચિકન બિરયાની ખતમ થઈ ગઈ છે. આ સાંભળ્યા બાદ નોરબુને ગુસ્સો આવી ગયો અને તે ત્યાંથી જતો રહ્યો. પછી મોડી રાત્રે પાછા ફરીને રેસ્ટોરાંમાં આગ ચાંપી દીધી હતી.

CCTV ફૂટેજ સામે આવ્યા
પોલીસે કહ્યું હતું કે રેસ્ટોરાંની બહાર લાગેલા CCTV ફૂટેજ દ્વારા સમગ્ર ઘટના સામે આવી છે. ફૂટેજમાં નોરબુ રેસ્ટોરાંની પાસે ઊભેલો જોઈ શકાય છે. થોડા સમય પછી તે દરવાજા પાસે થોડું લિક્વિડ નાખી આગ લગાડે છે. તેના પર ફોજદારી આરોપ લગાવવામાં આવ્યો છે.

આરોપીએ કહ્યું- ગુસ્સામાં આવું કર્યું
આગની ઘટના બાદ પોલીસ સ્થળે પહોંચી હતી. CCTV ફૂટેજ જોઈને આરોપી નોરબુની ધરપકડ કરવામાં આવી હતી. તેણે પોલીસને કહ્યું કે- મેં દારૂ પીધો હતો. હું બાંગ્લાદેશી રેસ્ટોરાંમાં જમવા ગયો હતો. મેં ચિકન બિરયાનીનો ઓર્ડર આપ્યો, પરંતુ સ્ટાફે મારા ઓર્ડર લીધો નહીં. ગુસ્સામાં હું બહાર નીકળી ગયો. ત્યાર બાદ ફ્લેમેબલ લિક્વિડ ખરીદ્યું. થોડીવાર પછી રેસ્ટોરાં પાછા જઈને આગ લગાવી દીધી.

અન્ય સમાચારો પણ છે...