ભાસ્કર વિશેષ:રડવું જરૂરી છે... સ્વજનને ગુમાવીએ ત્યારે આંસુ રોકવાથી હાર્ટ એટેકનું જોખમ 78% વધી જાય છે

ન્યૂયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વિડનમાં હાર્ટ એટેકના 5 લાખ દર્દીનો અભ્યાસ કરાયો

કોઇ સ્વજનને ગુમાવીએ ત્યારે દુ:ખ તો થાય છે પણ શું આ દુ:ખથી કોઇનો જીવ જઇ શકે? તેનો જવાબ છે... હા. શોકમાં મોતનું જોખમ વધુ હોય છે. વિજ્ઞાનીઓએ તેને ‘વિડોવુડ ઇફેક્ટ’ નામ આપ્યું છે.

તે આંશિક રીતે માહોલમાં નકારાત્મક પરિવર્તનોના કારણે થાય છે, જે શોક દરમિયાન હૃદયને અસર કરે છે. ખાસ વાત એ છે કે આપણે જીવનસાથી કે અન્ય કોઇ સ્વજનના અવસાન પર દુ:ખ વ્યક્ત ન કરીએ કે ખુલ્લા મનથી ન રડીએ તો હાર્ટ એટેકની શક્યતા 78% સુધી વધી જાય છે. 1987થી 2018 દરમિયાન હાર્ટ એટેકનો સામનો કરનારા 4.91 લાખ સ્વિડિશ નાગરિકોના નેશનલ ડેટાબેઝના આંકડાની સમીક્ષા દરમિયાન સંશોધકોએ આ માહિતી મેળવી. અભ્યાસથી સામે આવ્યું કે પરિવારના કોઇ સભ્યને ગુમાવી દેવાથી પણ જીવ જવાનું જોખમ ઘણું વધી જાય છે.

સ્વિડનમાં કરોલિન્સ્કા સંસ્થાનના સ્વાસ્થ્ય વિભાગના સહાયક પ્રાધ્યાપક અને સંશોધક ક્રિસ્ટીના લાસ્જલો કહે છે કે પ્રિયજનનાં મોતને પગલે જીવ જવાનું જોખમ શરૂના થોડાં અઠવાડિયાંમાં અને પહેલા વર્ષમાં સૌથી વધારે વધી જાય છે. આ દરમિયાન આપણા જ્ઞાનતંતુઓ ઉડાન કે લડાઇના માહોલની જેમ કામ કરે છે. હૃદય બેકાબૂ થઇ જાય છે, જેના કારણે હાર્ટ એટેકથી જીવ ગુમાવવાનું જોખમ વધી જાય છે.

જીવનસાથીના મોત પર જોખમ 20% વધી જાય છે
માતા-પિતાનાં મોત પર હાર્ટ એટેકનું જોખમ ઓછું રહે છે પણ જીવનસાથીના મોત પર 20%, બાળકના મૃત્યુ પર 10% અને ભાઇ/બહેનનાં મૃત્યુ પર 13% વધી જાય છે. એકસાથે 2 સ્વજનને ગુમાવવાથી પણ જીવ જવાનું જોખમ 35% વધે છે.

અન્ય સમાચારો પણ છે...