• Gujarati News
  • International
  • Crowds Of 50,000 People Flocking To See A Music Show In America Became Uncontrollable, Crushing Each Other And Fleeing

મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગદોડથી 8ના મોત:અમેરિકામાં મ્યૂઝિક શો દેખવા પહોંચેલી 50 હજાર લોકોની ભીડ બેકાબૂ બની, એકબીજાને કચડીને ભાગ્યા લોકો

એક મહિનો પહેલા

અમેરિકાના ટેક્સાસમાં એસ્ટ્રોવર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગદોડમાં 8 લોકોના મોત થયા છે. આ ઘટનામાં લગભગ 300 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હ્યુસ્ટન ફાયર ચીફ સેમ્યુઅલ પેનાના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે રેપર ટ્રેવિસ સ્કોટ પર્ફોમન્સ આપી રહ્યો હતો. તેમણે 2019માં આ ફેસ્ટિવલની શરૂઆત કરી હતી.

આ શો જોવા માટે લગભગ 50,000 લોકો એકઠા થયા હતા. શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો સ્ટેજ તરફ આગળ વધવા લાગ્યા હતા. આનાથી કેટલાક લોકો ગભરાઈ ગયા અને દબાણ કરવાનું શરૂ કર્યું. કેટલાક લોકો ભાગવા લાગ્યા અને કેટલાક લોકો ત્યાં બેભાન થઈ ગયા. આને કારણે મ્યુઝિક ફેસ્ટિવલમાં ઘણી અરાજકતા ફેલાઈ હતી.

11 લોકોને હાર્ટએટેક આવ્યો
પેનાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. તબીબી તપાસ પછી તેના મૃત્યુનું કારણ જાણી શકાશે. 300 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 23ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 11 લોકોને હાર્ટ એટેક આવ્યો હતો. હ્યુસ્ટન પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાનું કારણ જાણવા માટે વીડિયો ફૂટેજ જોઈ રહ્યા છે.

એન્ટ્રીના સમયે આવી જ સ્થિતિ હતી
ફેસ્ટિવલમાં એન્ટ્રીના સમયે લોકો આ જ પ્રમાણે ભાગી રહ્યા હતા. લોકોએ એન્ટ્રી માટે બેરિકેડ્સ તોડી નાખ્યાં હતાં. એ પછી બધા એકબીજાને ધક્કો મારવા લાગ્યા, એકબીજા પર ચઢીને ઉત્સવમાં પ્રવેશવા લાગ્યા. આ સમય દરમિયાન, ઘણા લોકો જમીન પર પડી ગયા અને અન્ય લોકો તેમની ઉપરથી પસાર થતા રહ્યાં.

અન્ય સમાચારો પણ છે...