તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇઝરાયેલ:લોકોને કચડવાના આરોપમાં ટોળાએ આરબ નાગરિકને કારમાંથી કાઢી માર મારી લોહી લુહાણ કર્યો, ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા

2 મહિનો પહેલા

ઇઝરાયેલની રાજધાની તેલ અવિવામાં લોકોને કચડવાના આરોપમાં ટોળાં એક આરબ નાગરિકને ઢોર માર માર્યો હતો. યુવકે ટોળાંથી બચવા માટે ફુલ સ્પીડમાં કાર હંકારી પણ, ત્યાંથી ભાગી શક્યો નહીં. આ પછી ટોળાં કાર પર પથ્થરમારો કર્યો અને યુવકને કારમાંથી બહાર કાઢી માર માર્યો હતો. મહત્ત્વનું છે કે, આ ઘટનાનું સરકારી ટીવી ચેનલે લાઇવ પ્રસારણ કર્યું હતું. આ ઉપરાંત 15 મિનિટ સુધી પોલીસ કે, ઇમરજન્સી સર્વિસ પણ પહોંચી નહોતી. આ દરમિયાન યુવક રોડ પર લોહી લુહાણ હાલતમાં જ પડ્યો રહ્યો હતો. જોકે, બે દિવસ પહેલાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે થયેલાં ઘર્ષણને લીધે આ પ્રકારની હિંસા વધી ગઈ છે. આ મોબ લિંચિંગની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...