સસ્તું ઘર:ક્રોએશિયા: વસતી વધારવા 12 રૂ.માં ઘર વેચાઇ રહ્યાં છે, 15 વર્ષનો એગ્રીમેન્ટ ફરજિયાત; 17 મકાન વેચાયાં

જાગ્રેબ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 વર્ષ પૂર્વે એસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્ય તૂટ્યા બાદ વસતી ઘટી રહી છે
  • હાલ આ શહેરમાં માત્ર 2,241 લોકો રહે છે
  • વિદેશીઓ થોડાં દિવસ રહ્યા બાદ ઘર છોડીને જતા રહે છે

સામાન્ય રીતે ભારતમાં એક નાના ઘરની કિંમત 10 લાખથી 20 લાખ રૂ. હોય છે પણ ક્રોએશિયામાં 1,500 સ્ક્વેર ફુટના ઘર માત્ર 12 રૂ.માં વેચાઇ રહ્યા છે. મૂળે ક્રોએશિયાના ઉત્તરના વિસ્તારમાં એક શહેર છે- લેગ્રાડ. તે 62 ચો. કિ.મી.માં ફેલાયેલું છે.

સામાન્ય રીતે ભારતમાં આટલા મોટા ક્ષેત્રમાં ફેલાયેલા શહેરની વસતી લાખોમાં હોય છે પણ લેગ્રાડમાં હાલ માત્ર 2,241 લોકો રહે છે. શહેરના મેયર ઇવાન સાબોલિક જણાવે છે કે શહેરમાં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી નહિવત છે. જોકે, શહેરની વસતી ઘટે નહીં તે માટે ખાલી પડેલા મકાનો એક કુના (અંદાજે 12 રૂ.)માં વેચવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધીમાં 17 મકાન વેચાઇ પણ ગયા છે પણ ખરીદદારોને એગ્રીમેન્ટ સાથે જ મકાન વેચાઇ રહ્યા છે, જે અંતર્ગત તેમણે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી શહેરમાં રહેવું પડશે.

લેગ્રાડની સરહદ હંગેરી સાથે જોડાયેલી છે. ચારેય તરફ જંગલ છે. અંદાજે 100 વર્ષ પૂર્વે એસ્ટ્રો-હંગેરિયન સામ્રાજ્ય તૂટ્યા બાદ અહીં વસતી ઘટી રહી છે. તાજેતરમાં 19 પરિવાર ઘર છોડીને રાજધાની જાગ્રેબમાં શિફ્ટ થયા છે. કેટલાક ઘર તૂટી ચૂક્યા છે તો કેટલાક જર્જરિત સ્થિતિમાં છે. કોઇ આ મકાનો ખરીદવા ઇચ્છે તો વહીવટીતંત્ર મકાનો રિપેર પણ કરાવી આપશે. તદુપરાંત, અહીં નવેસરથી જિંદગી શરૂ કરવા 35 હજાર કુના (અંદાજે 3 લાખ રૂ.) પણ અપાશે.

અન્ય સમાચારો પણ છે...