તમે સંમતિ વિના સેક્સ કરી શકતા નથી કારણ કે સંમતિ વિના તે સેક્સ નથી પણ બળાત્કાર છે. ઘણી સ્ત્રીઓ સંભોગ દરમિયાન તેમના મેલ પાર્ટનર દ્વારા અન્ય પ્રકારના દુરુપયોગનો અનુભવ કરે છે જે ઓળખવા માટે એટલા સરળ નથી. જેમાંથી એક સેક્સ સ્ટેલ્થિંગ છે. જેનો આજે લાખો મહિલાઓ શિકાર બની રહી છે. પરંતુ, માહિતીના અભાવે મહિલાઓ આવા દુરવ્યવહાર વિશે જાણતી હોવા છતાં મૌન રહેવું પડે છે.
આજે જાણવું જરૂરી છે, માં વાત સેક્સ સ્ટેલ્થિંગના ટ્રેન્ડની...આખરે કેવી રીતે આખી દુનિયામાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...
સ્ટેલ્થિંગનો અર્થ છે શું છે?
સ્ટેલ્થિંગનો અર્થ છે કે સેક્સ દરમિયાન સાથીને જણાવ્યા વગર કોન્ડોમ હટાવી લેવું. આવું કરવાથી છોકરીના પ્રેગ્નેટ હોવા અને સેક્સુઅલ ઈન્ફેક્શનનું જોખમ રહેલું છે. અમેરિકામાં કાયદો બન્યા બાદ દુનિયાભરની છોકરીઓ ફરીથી આ ચર્ચામાં ભાગ લઈ રહી છે, પરંતુ અનેક લોકોને પહેલાં જ સ્ટેલ્થિંગ માટે સજા મળી ચૂકી છે.
કેવી રીતે થાય છે સ્ટેલ્થિંગ?
સેક્સ દરમિયાન કંઈપણ કહ્યા વગર કોન્ડોમ હટાવી દેવું. અને બીજી, ઇન્ટરકોર્સ પહેલાં કોન્ડોમમાં હોલ્સ કરી દેવા. સ્ટેલ્થિંગના લીધે HIV પણ ફેલાય છે. નોંધપાત્ર બાબત એ છે કે, આમાં ફક્ત મહિલાઓ જ નહીં પુરુષોના જીવ પણ જોખમમાં મુકાય છે. એક સ્ટડી મુજબ, સ્ટેલ્થિંગથી જોડાયેલા કિસ્સાઓમાં પુરુષોને સેક્સ સંબંધિત બીમારી થવાનું જોખમ 30% વધારે જોવા મળે છે. અમેરિકામાં 21થી 30 વર્ષના પુરુષો પર કરવામાં આવેલા આ રિસર્ચમાં 10 ટકા લોકોએ માન્યું કે, સેક્સ દરમિયાન વગર પરમિશન તેમણે કોન્ડોમ હટાવ્યાં હતાં. આવું તે પોતાની લાઇફમાં એક વાર નહીં પરંતુ સરેરાશ 3થી 4 વખત કરી ચૂક્યા છે.
20% પુરુષોએ સેક્સ સ્ટેલ્થિંગનો સ્વીકાર કર્યો
સ્ટેલ્થિંગ પર ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીએ એક રિસર્ચ કર્યું હતું. તેમાં 33% મહિલાઓએ કહ્યું કે તેમની મરજી વિરુદ્ધ પુરુષોએ સેક્સ કરતા સમયે કોન્ડોમ નિકાળી દીધું હતું. 20% પુરુષોએ પણ માન્યુ હતું કે તેમણે સાથીની સમંતિ વગર કોન્ડોમ નિકાળ્યાં હતાં.
22 વર્ષીય યુવતીએ આપવીતી જણાવી
આ ટર્મનો ઉપયોગ 2014માં LGBTQ+ સમુદાયે કર્યો હતો. પરંતુ, આ કિસ્સો 2015માં સામે આવ્યો. જ્યારે ઓસ્ટ્રેલિયાના પત્રકાર અને ઑથર મોનિકા ટૈને પોતાની આપવીતી દુનિયા સામે રજૂ કરી. ટૈનના પાર્ટનરે સેક્સ દરમિયાન કંઈ પણ કહ્યા વગર કોન્ડોમ હટાવ્યું હતું. જે પછી દુનિયાના ઘણા દેશોમાં આ બાબતે જોર પકડ્યું હતું.
સ્ટેલ્થિંગના કિસ્સામાં અનેક દેશોમાં સજાની જોગવાઈ
જર્મની, ન્યૂઝીલેન્ડ, બ્રિટન, કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડમાં સ્ટેલ્થિંગને ક્રાઇમ ડિક્લેર કરવામાં આવ્યો. તો, ઘણા કિસ્સામાં આરોપીઓ પર રેપનો કેસ પણ દાખલ થયો છે. જેમ 2018માં જર્મનીમાં, આવો જ એક કેસ સામે આવ્યો. જ્યાં એક પોલીસ ઓફિસરે સેક્સ દરમિયાન કોન્ડોમ હટાવી દેતા આઠ મહિનાની જેલ અને 2 લાખ 70 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. ભારતની વાત કરીએ તો, આપણે ત્યાં સેક્સથી જોડાયેલા કાયદાઓ સંમતિ અને અસંમતિ સુધી જ મર્યાદિત છે. આવી સ્થિતિમાં સ્ટેલ્થિંગ જેવી ઘટનાઓ પર ખૂબ જ ઓછી ચર્ચા થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.