તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાસાએ વધુ એક ઈતિહાસ રચ્યો:મંગળના વાયુમંડળમાં શ્વાસ લેવા યોગ્ય ઓક્સિજન બનાવ્યો; એક અંતરિક્ષયાત્રી 10 મિનિટ શ્વાસ લઈ શકે છે

18 દિવસ પહેલા
રોવરે મોક્સી નામના યંત્રનો ઉપયોગ કરીને મંગળ પર જ ઓક્સિજનનું નિર્માણ કર્યું છે.
  • મંગળ ગ્રહના વાતાવરણમાંથી જ ત્યાં ઓક્સિજનનું નિર્માણ કરવાના પ્રયોગો નાસા દ્વારા હાથ ધરાયા છે

નાસાના પરસિવરેન્સ રોવરે 63 દિવસ પછી પોતાના પ્રમુખ ઉદ્દેશો પૈકી એકમાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. રોવરે મોક્સી નામના યંત્રની મદદથી મંગળ ગ્રહના વાયુમંડળ પરથી કાર્બનડાયોક્સાઈડ લઈને શુદ્ધ શ્વાસ લેવા યોગ્ય 5 ગ્રામ ઓક્સિજનનું નિર્માણ કર્યું હતું. આ ઓક્સિજન એક અંતરિક્ષયાત્રીને 10 મિનિટ શ્વાસ લેવા માટે પૂરતો છે. નાસાના જણાવ્યા પ્રમાણે, વિશ્વમાં આ સૌપ્રથમવાર થયું છે કે ધરતી સિવાય અન્ય ગ્રહ પર શ્વાસ લેવા યોગ્ય ઓક્સિજન બનાવાયો હોય.

મંગળ પર જ ઓક્સિજનનું નિર્માણ કરવું જોઈએ
આ અંગે નાસાએ બુધવારે જણાવ્યું હતું કે પ્રારંભિક ઉત્પાદન નજીવા પ્રમાણમાં કરાયું હતું, પરંતુ આ પ્રયોગ એ વાતને દર્શાવે છે કે પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગથી અન્ય ગ્રહના વાતાવરણમાં મનુષ્ય સીધો શ્વાસ લઈ શકે છે. નાસાના સ્પેસ ટેક્નોલોજી મિશનના કાર્યાલયની ડાયરેક્ટર ટેડી કોર્ટ્સે કહ્યું હતું કે નાસાનો ઉદ્દેશ 2033 સુધીમાં માનવજાતને મંગળ પર પહોંચાડવાનો છે. તેઓ આવનારા દરેક પડકારોનો સામનો કરવા માટે સજ્જ છે, જેમાં પ્રથમ પડકાર મંગળ ગ્રહ પર શ્વાસ લેવા માટે ઓક્સિજન ઉત્પન્ન કરવાનો હશે, કારણ કે ત્યાં આટલી બધી માત્રામાં ઓક્સિજન લઈ જવો શક્ય નથી. તેવામાં મહત્ત્વની વાત એ છે કે મંગળ ગ્રહ પર જ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે.

કેવી રીતે ઓક્સિજનનું નિર્માણ કર્યું અને કેવા પ્રકારના પ્રયોગો કરાઈ રહ્યા છે?
મોક્સી નાસાનું માર્સ ઓક્સિજન ઈન સીટૂ રિસોર્સ યુટિલાઈઝેશન નામનું એક યંત્ર છે, જેનો ઉદ્દેશ મંગળ ગ્રહ પર રહેલા કાર્બનડાયોક્સાઈડનો ઉપયોગ કરીને ઓક્સિજનનું નિર્માણ કરવાનો છે. આ યંત્ર ઈલેક્ટ્રોલાયસિસ પદ્ધતિ દ્વારા પ્રચંડ ઉષ્માનો ઉપયોગ કરીને કાર્બનડાયોક્સાઈડમાંથી કાર્બન અને ઓક્સિજન અલગ કરવાનો છે. મંગળ પર આ ગેસની અછત નથી, કારણ કે ત્યાંનું વાયુમંડળ 95% આનું બનેલું છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો